________________
૨૭૮
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય જ્ઞાન આપ્યું છે કે તમને આત્મા દેખાય. પછી કેમ મોહ થાય છે ?!
આપણે આકર્ષણ ના કરવું હોય તો ય આંખ ખેંચાઈ જાય. આપણે આમ આંખ દબાવ દબાવ કરીએ તો ય પેલી બાજુ જતી રહે !
પ્રશ્નકર્તા : એવું શા માટે થાય ? એ જૂના પરમાણુ છે એટલે ?
દાદાશ્રી : ના, પૂર્વે આપણે ચૂક ખાધી છે, પૂર્વે તન્મયાકાર થવા દીધું છે, તેનું આ ફળ આવ્યું છે. તો હવે એ આકર્ષણમાં ફરી તન્મયાકાર ના થાય ને એનું પ્રતિક્રમણ કરી પેલી ચુક કાઢી નાખવાની. અને ફરી તન્મયાકાર થાય એટલે નવી ચૂક ખાધી, તો એનું ફળ આવતે ભવ આવશે. એટલે તન્મયાકાર ના થાય એવું આ વિજ્ઞાન છે આપણું !! સામામાં શુદ્ધાત્મા જ જો જો કર્યા કરવા અને બીજું દેખાય ને ખેંચાણ થાય તો પ્રતિક્રમણ કરવું, તે સિવાય ભય-સિગ્નલ જ છે. બીજું બધું તમારે સમભાવે નિકાલ કરવો. આમાં તો સામો જબરજસ્ત મોટી ફરિયાદ કરનારો છે, માટે ચેતજો. અમે એ ચેતવણી આપીએ.
પ્રશ્નકર્તા : આ જ લોચો પડે છે ને !
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૨૭૯ દાદાશ્રી : હા, જાગૃતિ રાખવી. તું રાખે છે એટલી બધી જાગૃતિ ? પ્રશ્નકર્તા : ત્યાં જ પુરુષાર્થ છે આખો.
દાદાશ્રી : એમ ?! તને સમજણ પડે કે આ ગયા અવતારની ભૂલ છે એવું ? શું ખબર પડે ? તારે એવું અનુભવમાં આવેલું ?
પ્રશ્નકર્તા : હા, એટલે પોતાની જાગૃતિ હોય કે આ દોષ થયો. હવે તેને ધોઈને પોતે તૈયાર હોય, પોતે એનાથી છૂટો થયો. પણ પાછું સરકમસ્ટેન્શિયલ એવિડન્સ ભેગા થાય, નિમિત્ત ભેગું થાય એટલે પાછી વિષયની ગાંઠ ફૂટે જ. પોતાની જબરજસ્ત તૈયારી હોય કે ઉપયોગ ચૂકવો નથી, પણ ‘પેલું’ ફૂટે. પછી પાછું ધોઈ નાખવાનું, પણ પેલું પાછું ઊભું થાય ખરું ! - દાદાશ્રી : એટલે આ ઇન્દ્રિયજ્ઞાનનો સ્વભાવ એવો છે કે સામું બહુ આકર્ષણવાળું હોય અને રાગી સ્વભાવનું હોય તો, તે આપણી આંખોમાં ધૂળ નાખે. તે ઘડીએ બહુ જાગૃત રહેવું પડે. આપણે જાણીએ કે આ નથી જોવું તો ય ખેંચાણ કેમ થાય છે ? ત્યાં આગળ આપણે શું કરવું જોઈએ કે શુદ્ધાત્મા જ જો જો કરવા જોઈએ.
પ્રશ્નકર્તા : તે વખતે પાછું પ્રત્યાખ્યાન કરવું જોઈએ ?
દાદાશ્રી : પ્રતિક્રમણે ય કરવાનું ને પ્રત્યાખ્યાને ય કરવાનું, બેઉ કરવાનું. પ્રતિક્રમણ શેને માટે કરવાનું કે પૂર્વભવે કંઈક જોયું છે, તેથી જ આ ઉત્પન્ન થયું છે. આ સંજોગ ક્યાંથી બાક્યો ? નહીં તો દરેકને કોઈ જોતું નથી. આ તો જોવાનું મળ્યું તે મળ્યું, પણ એમાંથી આકર્ષણના પ્રવાહ કેમ વહે છે ? માટે પૂર્વભવનો હિસાબ છે, તે આ ભવમાં પ્રતિક્રમણ કરવાં પડે. વિષય વિકારી જે જે ભાવો કર્યા હોય, ઇચ્છા, ચેષ્ટા, સંકલ્પ-વિકલ્પ કર્યા હોય એ બધાંનું પ્રતિક્રમણ કરવું પડે અને પછી પ્રત્યાખ્યાન કરવું પડે અને પાછાં એમનો શુદ્ધાત્મા જ જો જો કરવો પડે.
પુગલ સ્વભાવ જ્ઞાતે કરીતે... પુદ્ગલનો સ્વભાવ જો જ્ઞાન કરીને રહેતો હોય, તો તો પછી
ત્યાં જુઓ શુદ્ધાત્મા જ ! દાદાશ્રી : તો તું ચેતવણી રાખતો નથી ? પ્રશ્નકર્તા : ચેતવણી તો રાખું છું ને, પણ આ તો નિરંતર ચેતવાનું
દાદાશ્રી : તો ય પણ જ્યાં આગળ આપણને ખેંચાણ ના કરવું હોય છતાં ય ખેંચાણ થયા કરે તો એ પહેલાંની, ગયા અવતારની ભૂલ છે એ નક્કી થઈ ગયું. નવેસરથી ખેંચાણ થાય એ વસ્તુ આપણને સમજાય કે જો આપણે ના જોવું હોય તો ના જોઈ શકાય, એવું રહેવું જોઈએ. પણ આ તો જૂનું છે, એટલે ત્યાં તો આપણે ના જોવું હોય તો ય ખેંચાઈ જવાય.
પ્રશ્નકર્તા : આ જગ્યાએ પુરુષાર્થ કરવાનો રહ્યો. જાગૃતિ રાખવી એ
પુરુષાર્થ ?