________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૩૬૩
દાદાશ્રી : તો દેખાયા કરે તેમાં શું ? આપણે જોયા કરવાનું, પ્રતિક્રમણ કરીને ઉખેડી નાખવાનું બસ !
પ્રશ્નકર્તા : એના તરફ આકર્ષણ થાયને, એ ગમે નહીં એટલે એનું પ્રતિક્રમણ કરે, પણ તો ય એ વધારે ને વધારે દેખાયા કરે.
દાદાશ્રી : એ દેખાય એટલે પ્રતિક્રમણ થાય અને પ્રતિક્રમણ થાય એટલે પછી છે તે ધીમે ધીમે ઓછું થતું જાય. ગાંઠ મોટી હોય તો એકદમ ઓછું ના થાય.
પ્રશ્નકર્તા : આપણને એનું મોઢું દેખાય, ને આપણને એના માટે આડા વિચાર આવે તો એ ખરાબ ના કહેવાય ?
દાદાશ્રી : આપણે સ્ટ્રોંગ (દ્રઢ) છીએ પછી આડા વિચાર આવે તેને જુઓ કે આને માટે ખરાબ વિચાર હજુ આવે છે. આપણે સ્ટ્રોંગ છીએ તો કોઈ નામ ના લે. આ તો માલ ભર્યો છે તે આવે છે, નહીં તો ના ભર્યો હોય તો બીજા કોઈ છોકરાનો ના આવે. આ આટલાં બધા છોકરાઓ છે, કંઈ બધાને માટે આવે છે ? જે માલ ભર્યો છે, તે આવે છે. તું ઓળખું કે નહીં, આ ભરેલો માલ ?! અમુક જોયા હોય, ને તેની પર દ્રષ્ટિ પડી હોય તો જ આવે.
અમે તો બધાંને કહીએ કે પૈણો. પછી તમે ના પૈણો તે તમારી વાત. ના પૈણીને પછી ચારિત્ર બગડે તેના કરતાં પૈણવું સારું. લોકનિંદ્ય થાય એ બધું નકામું. એના કરતાં મેરેજ કરેલાં સારાં, નહીં તો પછી હરૈયા ઢોર જેવું કહેવાય.
પ્રશ્નકર્તા : લોકનિંદ્ય થાય એ તો બહારની વાત રહી, પણ પોતાનું બગડે ને ?
દાદાશ્રી : એટલે પોતાનું તો બગડે જ, પણ પાછું લોકનિંદ્ય થાય ત્યાં સુધીનું બગાડે. એ કંઈ થોડું ઘણું બગાડે નહીં. લપસ્યો એટલે પછી વાર જ ના લાગે ને ? જો બ્રહ્મચર્ય સચવાય તો ભગવાન થવાનો કીમિયો છે એમાં ! જ્ઞાની બધી કળા દેખાડે, બધા રસ્તા દેખાડે, પણ એ પોતે સ્ટ્રોંગ
૩૬૪
રહેવો જોઈએ.
પ્રશ્નકર્તા : પોતે સ્ટ્રોંગ રહે, પણ પછી આગળ વાંધો ના આવે ? દાદાશ્રી : ના, કશું ના થાય. જ્ઞાની પુરુષની કૃપા જોડે રહે ને ! પોતે સ્ટ્રોંગ રહ્યો તો જ્ઞાની પુરુષની કૃપા રહ્યા કરે, વચનબળ રહ્યા કરે, એટલે બધું કામ થયા કરે. પોતે કાચો પડ્યો એટલે બધું બગડી જાય. ‘શું થશે, હવે શું થશે' એવું થયું તો બગડ્યું. ‘કશું જ થાય નહીં.’ કહ્યું કે બધું જતું રહે. શંકા પડી એટલે લપસ્યો.
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
અમારી વિધિ તો તમને બહારથી નુકસાન ના થવા દે. પણ જેને જાતે જ બગાડવું હોય તેને શું થાય ? એટલે નિશ્ચય કરી નાખું તો રાગે ચાલે બધું.
પ્રશ્નકર્તા : નિશ્ચય એ તો બરોબર છે. પણ કચાશ ક્યાં થાય છે કે આજ્ઞા છે, જ્ઞાન છે પણ પુરુષાર્થમાં કચાશ આવે છે.
દાદાશ્રી : એ તો બધું કરી આપીએ અમે. એ બધો સાંધો અમે મેળવી આપીએ. તારી ઈચ્છા હોય તો અમે બધો સાંધો મેળવી આપીએ.
આ છોકરાઓને સાંધો મેળવી આપ્યો, તે જરા ય વિચાર ના આવે. એવું કરી આપીએ અમે. પણ તારુ નક્કી થઈ જાય પછી અમને કહેવું. જુઓને, પેલી બેન કહેતી'તી, પૈણીને છેવટે ?!
પ્રશ્નકર્તા : મારે આપ્તપુત્રી થવું છે, પણ આ બધા જે મારા ભાવ પહેલાં થઈ ગયા હોય લગ્ન કરવાનાં, નોકરી કરવાનાં. તે મારે પાછાં પૂરા કરવા પડે કે ધોવાઈ જાય બધાં ?
દાદાશ્રી : થઈ ગયા હોય, તેનો વાંધો નહીં. થઈ ગયા હોય, તેનો રસ્તા અમે કરી આપીએ. પણ હવે ના હોવાં જોઈએ અને જોબ કરવામાં ય વાંધો નથી. પણ બ્રહ્મચર્ય એકલું જ આપ્તપુત્રી માટે જરૂરી છે.
તમે પૈણ્યા નથી એટલે તમને કોઈ પૂછે કે તમારે કેટલાં છોકરાં
છે ?
પ્રશ્નકર્તા : ના.