________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૩૬૯ દાદાશ્રી : ના, અહીં વાર લાગે જ નહીં. અહીંયા એ વાર લગાડ્યા સિવાયનું જ છે.
પ્રશ્નકર્તા : અહીંયાએ વાર લગાડ્યા સિવાય ?
દાદાશ્રી : હા. એ તાત્કાલિક એવું તાત્કાલિક આ. અહીં વાર લગાડેલું હોય તો એનો નિશ્ચય ફરે જ નહીં ને ! ના ફરે કોઈ દહાડો, મારી નાખે તો ય ના ફરે.
પ્રશ્નકર્તા : અમારે બધાને આ બરાબર સમજપૂર્વકનો નિશ્ચય સ્ટ્રોંગ કરવો હોય, તો સમજ તો પૂરેપૂરી તો અમે લાવ્યા જ નથી ને ! તો પછીએ સ્ટ્રોંગનેસ કેવી રીતે આવે ?
૩90
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય આવ્યા પછી કામ થાય. આજ્ઞા વગરે ય આમ તો મોક્ષ બે-ચાર અવતારમાં થવાનો છે, પણ પહેલું આજ્ઞામાં આવે ત્યારે એક અવતારી થઈ જાય ! આ જ્ઞાનમાં આવ્યા પછી અમારી આજ્ઞામાં આવવું પડે. હજુ કંઈ તમને બધાંને એવી બ્રહ્મચર્યની આજ્ઞા અપાઈ નથી ને ? એ અમે જલ્દી આપતાં ય નથી. કારણ કે બધાને પાળતાં આવડે નહીં, ફાવે નહીં. એ તો મન બહુ મજબૂત જોઈએ.
આજે સત્સંગમાં સાડી પહેરી છે, તે કેવું ડહાપણવાળું દેખાય છે. કાલે લગનમાં જવાની હતી ત્યારે સાડી પહેરેલી, તે કોઈ જુએ તો કહેતા કે અફલાતૂન દેખાય છે. આવું લોકોને આશ્ચર્ય લાગે એવું ના પહેરીએ. સાદું પહેરીએ, એની કિંમત કહેવાય. પેલું તો મોહી કહેવાય. સાદું ને પદ્ધતિસરનું જેને કહેવાય, તેવું પહેરીએ. હું ય નવાં કપડાં પહેરું છું ને ? પણ તે પદ્ધતિસરનું કહેવાય. પેલાં કપડાં તો પહેરેલાં હોય તો લોક જાણે કે આ મૂછિત છે. તું આવાં કપડાં પહેરું તો લોક જાણે કે આ સત્સંગમાં ગઈ જ નહીં હોય, માટે સિમ્પલ સાડી સારી. સાડીના આધારે દેહ કે દેહના આધારે સાડી ? સિમ્પલ સાડી જ પ્રભાવશાળી કહેવાય. છોકરાંઓ પણ અફલાતૂન કપડાં પહેરે છે ને? તમારે મોક્ષે જવું છે કે આમ લાલ-પીળી સાડીઓ પહેરવી છે, તે ફરી સંસારમાં પેસવું છે ? આ લાલ, પીળી, વાદળી સાડી આપણને ના હોય, એ તો બધી મોહવાળી ચીજ કહેવાય. જ્યારે ત્યારે તો મોહ છોડવો જ પડશે ને ?! કંઈ સાડી એકલીને છોડી દેવાની છે ? જ્યારે ત્યારે દેહને ય છોડવો જ પડશે ને ?
દાદાશ્રી : તારો ધ્યેય હોય તો બધું આવે. પ્રશ્નકર્તા : એટલે જેને સ્ટ્રોંગ કરવો છે, એનો થશે જ?
દાદાશ્રી : ના. ધ્યેય નક્કી કર્યો હોય ને તો સ્ટ્રોંગ રહે તો પછી થઈ જાય આ ધ્યેય નથી એને ધ્યેય નથી કશોય.
પ્રશ્નકર્તા આપે દાદા એકવાર કીધેલું કે નિશ્ચય મજબૂત કરવો હોય તો નિશ્ચયની વિરુદ્ધનો એક પણ વિચાર આવવો ના જોઈએ.
દાદાશ્રી : હા. અને એ ધ્યેયને કંઈ પણ નુકસાન કરતું આવે તો એને ખસેડી નાખવું.
આવી ‘સમજ' કોણ પાડે ?! આ બહેનનો તો નિશ્ચય છે કે “એક અવતારમાં જ મોક્ષે જવું છે. હવે અહીં પોષાય નહીં, એટલે એક જ અવતારી થવું છે.’ તો પછી એમને બધાં સાધનો મળી આવ્યાં, બ્રહ્મચર્યની આજ્ઞા પણ મળી ગઈ !
પ્રશ્નકર્તા ઃ અમે પણ એક જ અવતારી થશું ?
દાદાશ્રી : તારે હજ વાર લાગશે. હમણાં તો થોડું અમારા કહ્યા પ્રમાણે ચાલવા દે. એક અવતારી તો આજ્ઞામાં આવ્યા પછી, આ જ્ઞાનમાં
એટલે આમાં સાચું સુખ જ નથી. આ તો બધું કલ્પિત સુખ કહેવાય. વિષયોમાં ય કલ્પિત સુખ છે અને બીજી વસ્તુઓમાં ય કલ્પિત સુખ છે. સાચું સુખ આત્મામાં છે. સનાતન સુખ, એ ક્યારેય જાય નહીં. આ અમારે ક્યારે સુખ જતું જ નથી ને ! જો તારે બ્રહ્મચર્ય પાળવું હોય તો આટલું ચેતવાનું કે પરપુરુષનો વિચાર પણ ના આવવો જોઈએ. ને વિચાર આવ્યો ત્યાંથી ધોઈ નાખવું જોઈએ.
પ્રશ્નકર્તા : આપે કહેલું મિશ્રચેતનથી ચેતજે. દાદાશ્રી : બસ, એ મિશ્રચેતનથી જે ચેત્યો, એનું કલ્યાણ થઈ