________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૩૬૫ દાદાશ્રી : શાથી ? કે પૈણ્યા નથી એટલે. મૂળમાં ધણી જ નથી તો બીજ ક્યાંથી નાખવાનાં ? ને બીજ નથી નાખ્યાં તો છોડવો ઊગે જ શી રીતે ?
ધણી, ધણી જેવો હોય છે, તે ગમે ત્યાં જાય તો ય એક ક્ષણ પણ આપણને ના ભૂલે એવો હોય તો કામનું, પણ એવું કોઈ કાળે બને નહીં. તો પછી આ નંગોડ છાપ ધણીને શું કરવાના ? ખરો ધણી મળે તો એની જોડે એકાંત શૈયાશન આપણે છોડીએ. એની જોડે એકાંત લાગે. કારણ કે એની ચિત્તવૃત્તિઓ આપણી જોડે રહે, તો આપણી ચિત્તવૃત્તિઓ બીજા જોડે વાતો કરતા હોઈએ તો ય જ્યાં ધણી હોય ત્યાં જાય. એટલે થઈ ગયુંને એકનું એક ! એકાંત !!! અત્યારે એવું નથી મળતું ને ? તો બીજો બધો માલ તો સડેલો કહેવાય. એવું સડેલું શાક ખાવા કરતાં ના ખાધેલું સારું. આ સડેલું ખાવા જઈએ તો ઊલટીઓ થાય. આ પ્રેમ વગરનો સંસાર છે, ખાલી આસક્તિ જ છે. પહેલાં તો પ્રેમવાળી આસક્તિ હતી, પ્રેમ એટલે લગની લાગેલી હોય. આ તો લગની જ નથી લાગતી ને ? ટિક્ટિને ગમે તેટલો ગુંદર ચોંટાડીએ તો ય ટિકિટ ચોંટતી જ નથી, કાગળ જ એવો છે, તે પછી માણસ કંટાળી જાય ને !
એટલે આ કાળમાં માણસો પ્રેમભૂખ્યા નથી, વિષયભૂખ્યા છે. પ્રેમભૂખ્યો હોય તેને તો વિષય ના મળે તો ય ચાલે. એવા પ્રેમભૂખ્યા મળ્યા હોય તો તેનાં દર્શન કરીએ. આ તો વિષયભૂખ્યાં છે. વિષયભૂખ્યા એટલે શું કે સંડાસ. આ સંડાસ એ વિષયભુખે છે. એ નથી જવા મળતું તે ક્યું નથી લાગતી ? તે જોયેલી કોઈ જગ્યાએ ક્યૂ ? ક્યાં જોયેલી ?
પ્રશ્નકર્તા : અમારે ચાલીમાં તો લાઈનમાં જ ઊભા રહેવું પડે.
દાદાશ્રી : તે ચાલીમાં ય ધૂઓ લાગે છે ?! અમે અમદાવાદમાં પહેલાં ધૂઓ જોયેલી. તે મારે એક ફેરો ક્યૂમાં જઈને ઊભા રહેવાનું થયું. મેં કહ્યું, “મારે આ વખતે સંડાસ નથી જવું.” એના કરતાં બહેતર, આપણે એમ ને એમ બેસી રહીશું. આપણે આવું ક્યુમાં સંડાસ નથી જવું. જ્યાં સંડાસની આવડી બધી કિંમત વધી ગઈ !! કિંમત તો લૉજમાં વધી ગઈ હોય, પણ અહીં સંડાસની પણ કિંમત વધી ગઈ ?! ક્યૂમાં ઊભા રહેવાનું
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય મારે થયું ?! પેલા ભાઈ કહે કે ‘હમણે થોડીવાર પાંચેક મિનિટ ઊભું રહેવું પડશે.’ મેં કહ્યું, “ના, એક મિનિટે ય નહીં, ચાલો પાછો આવું છું. બંધકોષ થશે તો પરમ દહાડે ફાકી લઈશું. પણ આ ના પોષાય. આ શી રીત પોષાય ?!! ત્યાં ઊભા રહીને શાની રાહ જુઓ છો ?! આની પણ કિંમત ?! મને તો શરમ લાગે. હું તો જમવામાં ય ક્યું હોય તો ઊભો ના રહું. એના કરતાં તારી રોટલી તારે ઘેર રહેવા દે. થોડા ચણા ફાકી લઈશું. હા, મોક્ષ આપતો હોય તો ચાલોને, આપણે રાત-દહાડો યૂમાં ઊભા રહીએ.
એટલે આજના વિષયો સંડાસ સમાન થઈ ગયા છે. જેમ સંડાસ માટે ઊભો રહે છે ને ! તેવું આ વિષયો માટે લાઈનમાં ઊભા રહ્યા છે. સંડાસ થયું કે ભાગ્યો.
આને પ્રેમ કહેવાય જ કેમ ? પ્રેમ તો એનું નામ કે વિષય ના મળે તો ય રીસ ના ચઢે. આ તો જંગલીપણું કહેવાય. આના કરતાં બાવા થઈને મોક્ષે ચાલ્યા જવાનો વિચાર કરવો સારો. આપણે આપણું ગામ સારું ! આપણે ગામ સ્વતંત્ર તો રહી શકીએ. એવું તે કંઈ ફાવતું હશે ?
અમદાવાદના શેઠિયા મેં જોયેલા. ઑફિસમાં આમ બધા જે જે કરતા હોય અને એને ઘેર ધૂમાં ઊભા રહ્યા હોય, આ તો સ્વમાન જેવું ના રહ્યું ને ? આ તો સામાન્ય જનતા કહેવાય. અમારે તો કુદરતી રીતે જ ક્યૂ ભેગી નહીં થયેલી. ક્યૂ આપણને કંઈ શોભે?! મહીં ત્રિલોકનો નાથ છે ત્યાં !!!!
જો કદી લગનીવાળો પ્રેમ હોય તો સંસાર છે, નહીં તો પછી વિષય એ તો સંડાસ છે. એ પછી કુદરતી હાજતમાં ગયું. એને હાજતમંદ કહે છે ને ? જેમ સીતા ને રામચંદ્રજી પૈણેલા જ હતાં ને ? સીતાને લઈ ગયા તો ય રામનું ચિત્ત સીતામાં ને સીતામાં જ હતું ને સીતાનું ચિત્ત ત્યાં રામમાં હતું. વિષય તો ચૌદ વર્ષ જોયો પણ નહોતો, છતાં ચિત્ત એમનામાં હતું. એનું નામ લગ્ન કહેવાય. બાકી, આ તો હાજતમંદો કહેવાય. કુદરતી હાજત !
પૈણ્યા એટલે જાણવું કે એક જાજરું આવી ગયું આપણી પાસે !