________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૩૫૯ તેણે જોયું કે એ પારસણ બીજા એક જણની જોડે ફરતી હતી, એટલે પેલાના મનમાં વહેમ પડ્યો કે “આ તો લફરું છે.' મારા પપ્પાજી કહેતા હતા, તે સાચી વાત છે. જ્યારથી એણે જાણ્યું કે “આ લફરું છે', ત્યારથી એ એની મેળે છૂટું પડી જાય. આ જ્ઞાન કેવું હશે ? કે લફરું જાણે ત્યારથી છૂટું પડતું જાય. કૉલેજમાં લોકો લફરાં વળગાડે એવાં હોય છે ને ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી: એ તને ખબર પડે ને, કે પેલાને અહીં લફરું છે ? બધી ખબર પડે. એટલે આપણે આ બાજુ એટલું શીખી જવું જોઈએ કે આપણી સેફસાઈડ શેમાં છે ? આ દાદાએ જે કહ્યું, એ સેફસાઈડ. આ બધા ‘દૂધિયા’ કાપો તો મહીંથી નર્યો કચરો નીકળે.
આ જાનવરોમાં લિમિટેડ બુદ્ધિ છે અને મન પણ લિમિટેડ છે. એટલે જાનવરોને આપણે શીખવાડવા ના જવું પડે કે તમે આ લફરાં ના વળગાડશો. કારણ કે જાનવરોને આસક્તિ જ ના હોય. આસક્તિ તો બુદ્ધિવાળાને હોય. જાનવરો બધું કુદરતી જીવન જીવે, નોર્મલ જીવન જીવે અને આ મનુષ્યો તો બુદ્ધિવાળા. એટલે આસક્તિ ઊભી કરે કે કેવી સરસ દેખાય છે ! મેચક્કર, મૂઆ એને છોલો તો ખરાં. મહીં છોલે ત્યારે શું નીકળે ?
એ આ સત્સંગમાં જ રહેવા જેવું છે. બીજે કશે ભાઈબંધી કરવા જેવી નથી. સત્યુગમાં ભાઈબંધી હતી, તે ઠેઠ સુધી, આખી જિંદગી સુધી ભાઈબંધી પાળે. અત્યારે તો દગા દે છે.
વૈરાગ લાવવા માટે લોકોએ પુસ્તકો લખ લખ ક્ય. એંસી ટકા પુસ્તકો વૈરાગ લાવવાનાં લખ્યાં, તો ય કોઈને વૈરાગ દેખાયો નહીં, વૈરાગ તો આ જ્ઞાની પુરુષ એક કલાક બોલેને તો ભવોભવ વૈરાગ યાદ રહે. આ જ્ઞાનથી વૈરાગ રહે કે ન રહે ?
પ્રશ્નકર્તા: હા, રહે. આજના સત્સંગથી ઘણો જ ફેર પડી ગયો. દાદાશ્રી : આ સત્સંગ ના હોય ત્યાં સુધી માણસ મૂંઝાયેલો રહે.
૩૬૦
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય આવું પઝલ ઊભું થાય ત્યાં શું કરવું, તે ખબર ના હોય. આ તો પઝલ ઊભું થાય, એટલે દાદાજીના શબ્દો યાદ આવે.
કૉલેજમાં તો ઘણાં રોગ ઉત્પન્ન થઈ જાય છે. નર્યા રોગ જ કૉલેજમાં ઊભા થાય છે. બધું જોખમ છે. આપણે આપણી મેળે જ ભણવું, કરવું, પણ આપણી સેફસાઈડ રાખવી. આપણે સેફસાઈડ રાખીને કામ લેવું, નહીં તો બધે લપસવાનાં સાધન છે. એક ફેરો લપસ્યા પછી ઠેકાણું ના પડે, દરિયામાં ઊંડો ઊતર્યો પછી ક્યારે પાર આવે ? બહેનો તો બધી કમળ જેવી કહેવાય અને પછી દુઃખ થાય, તે તો દાદાજીના નામ પર દુ:ખ થયું કહેવાય. તે દાદાજી ચેતવે નહીં ? અને દાદાજી પર આવો ભરોસો થયો તો ય દુઃખ આવ્યું ?! એટલે દાદાજી તો ચેતવે. દાદાજી બૉર્ડ મારે કે ‘બીવેર”. આ બૉર્ડ મારે છે ને, “બીવેર ઑફ થીઝ’, ‘ચોરો પાસુન સાવધ રહા ?” એવું આ ‘બીવેર'નું બૉર્ડ મારીએ છીએ.
અમે બધા આપ્તપુત્રોને કહ્યું કે તમારે પૈણવું હોય તો અમે તમને છોકરી દેખાડીશું, ફર્સ્ટ કલાસ છોકરી ને એમ તેમ. તો ય ના પાડે છે. એ તો છોકરાનાં માબાપ મને કહે નહીં કે તમારે લીધે આ છોકરાઓ કુંવારા રહે છે. હું કહું, ‘બરાબર છે.” પણ એમની રૂબરૂમાં કહું કે ‘પૈણો.” અમે એવું બોલીએ નહીં કે “આમ જ કરો.” એવું કોઈને કહીએ નહીં. પૈણવું-ના પૈણવું તારા કર્મના ઉદયને આધીન છે.
અમે ય પૈણી ને રાંડેલા જ છીએ ને ! માંડે એ રાંડે. પણતી વખતે વિચાર આવેલો મને કે આ માંડીએ છીએ પણ રાંડવું પડશે એક દહાડો. પૈણતી વખતે, ચોરી ઉપર જ વિચાર આવેલો. પંદર વર્ષની ઉંમરે. તે મેં પુસ્તકમાં જાહેર કરેલું તે લોકો હસે છે ! બળ્યું માંડીએ એટલે રાંડવું જ પડે ને ! એ બેમાંથી એક જણને તો રાંડવું પડે ને ! તું જાણતી ન્હોતી, પૈણે એ રાંડે, માંડે એ રાંડે ?
પ્રશ્નકર્તા : તે ઘડીએ, પૈણતી વખતે તો એમ જ હોય કે જન્મ જન્મ કા સાથ હો.
દાદાશ્રી : હા, પણ જે વૈરાગી મન થયા પછી આવું ખબર પડે