Book Title: Bhramcharya Purvardha
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 209
________________ ૩૫૭ સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય નિશ્ચય કર્યો છે, તે ભૂલાય નહીં ને ? થોડી વાર ભૂલી જઈએ, પણ લક્ષમાં જ હોય પાછું, એનું નામ નિશ્ચય કહેવાય. કોઈની જોડે આપણે ફ્રેન્ડશિપ પણ ના કરીએ, બહુ ઘાલ-મેલ ના રાખીએ. આ તો એક ફેરો લફરાં વળગ્યાં પછી લફરું છૂટું ના થાય. ‘જેનું નિદિધ્યાસન કરે, તેવો આત્મા થાય. જે જે અવસ્થા સ્થિત થયે, વ્યવસ્થિત ચિતરાય.” નિદિધ્યાસન એટલે કે “આ બહેન દેખાવડી છે કે આ ભાઈ દેખાવડો છે.” એવો વિચાર કર્યો, એ નિદિધ્યાસન થયું એટલી વાર. વિચાર કર્યો કે તરત જ નિદિધ્યાસન થાય. પછી એવો પોતે થઈ જાય. એટલે આપણે જોઈએ તો આ ડખો થાય ને ? એના કરતાં આંખ નીચે ઢાળી દેવી જોઈએ, આંખ માંડવી જ ના જોઈએ. આખું ય જગત ફસામણ છે. ફસાયા પછી તો છૂટકારો જ નથી. આખી જિંદગીઓની જિંદગી ખલાસ થાય, પણ એનો “એન્ડ જ નથી ! પૈણ્યા વગર તો ચાલે એમ નથી અને પૈણવાનું તો જાણે કે મળશે, પણ આ બીજાં લફરાં તો ઊભાં ના કરીએ. લફરામાં બહુ દુ:ખ છે. પૈણવામાં કંઈ એટલું બધું દુઃખ નથી. પૈણવાનું તો એક જાતનો વેપાર માંડ્યો કહેવાય. કેટલીક સ્ત્રીઓ નથી કહેતી કે વેપાર માંડ્યો ? તે વેપાર પાછો પૂરો થઈ જાય; એટલે પૈણવાનું તો એક જગ્યાએ હોય જ, હિસાબ લખેલો જ હોય, પણ બીજા લફરાંનો પાર ના આવે. આ જે બધી દાદાજીએ વાત કરી એ ભૂલાશે કે તને ? ઘેર જાય તો ય ના ભૂલાય ? પ્રશ્નકર્તા : મહીં ટેપ કરવાનો નિશ્ચય કર્યો છે. દાદાશ્રી : હા, બરાબર છે. અમે તો તમને નહીં ઠોકર ના વાગે એટલે સુધી બધું દેખાડીએ. પછી તમે જાણી-જોઈને અમારા શબ્દો ઓળંગો તો ઠોકર વાગે, પછી તો આ જ્ઞાન પણ જતું રહે, આ જ્ઞાન ઠેઠ મોક્ષે લઈ જાય એવું છે. આ સંસારમાં તે સુખ હોતું હશે ? સુખ તો આ આત્માની વાત કરીએ છીએ, એમાં આવે છે ને ? એમાં સુખ છે. ૩૫૮ સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય પૈણ્યા વગર તો છૂટકો જ નહીં ને ? એવું તું સમજે કે નહીં ? આપણાં માબાપ અને બધાં ભેગાં થઈને પૈણાવી જ દે. આપણી ઇચ્છા ના હોય તો ય પૈણાવી દે. આપણી શાથી ઇચ્છા ના હોય ? કે આપણે એક સેમ્પલ જોયું હોય, તે સેમ્પલ આના કરતાં જરા રૂપાળું દેખાતું હોય એટલે પેલું ગમે અને આ ના ગમે. અલ્યા, એ પણ સેમ્પલ છે અને આ પણ સેમ્પલ છે. બેઉને છોલે ત્યારે મહીં શું નીકળે ? તે પોતાને પેલા સેમ્પલમાં જ જીવ રહ્યા કરે કે પેલું કેવું સરસ હતું અને મારા ફાધર આ લાવ્યા, તે કેવું કદરૂપું ! પ્રશ્નકર્તા : શરીરની વાત જવા દઈએ. જો માણસનું મન સારું કેળવાયેલું હોય તો એમાં ફેર ના પડે ? દાદાશ્રી : એ કેળવાયેલું મન તો અમુક જ માણસનું હોય. બધાં લોકોનાં મન કેળવાયેલાં હોય નહીં ને ? આ બધા લોકો ફરે છે તેમના મન કશા કેળવાયેલાં નહીં, એ તો દગડુમન. તેથી અમે આ કેળવણી કરીએ. ત્યાર પછી ફસાય નહીં. નહીં તો કેળવણી ના હોય તો પછી ફસાઈ જાય. આ જગત તો શિકારી છે, શિકાર ખોળે છે. આખું જગતે ય શિકાર કરવા નીકળ્યું છે. લક્ષ્મીના, વિષયોના, બધાના જ્યાં ને ત્યાં શિકાર જ ખોળ ખોળ કરે છે. આ બહેનોની ઉંમર નાની ને આ જ્ઞાન ના મળે તો કેટલું બધું જોખમ છે ! એક ફેર ફસાયા પછી આમાંથી નીકળવું મહામુશ્કેલ છે. પછી તો લફરું વળગ્યું. હવે આ ફસામણ છે, લફરું છે એવું જાણી ગયા ને ? ‘લફરું જો જાણી કહ્યું, તો છૂટું પડતું જાય.” એનો શો અર્થ તમને સમજાયો ? એક ભાઈ કૉલેજમાં ભણતો હતો. તે પારસી લેડી જોડે ફરવા માંડ્યો. એ જૈન હતો એટલે એના બાપે શું કહ્યું, ‘આ તે લફરું ક્યાંથી વળગાડ્યું છે ?” એટલે છોકરો કહે કે, “મારી ફ્રેન્ડને તમે લફરું કહો છો ? તમે કેવા માણસ છો ?” આ છોકરો કહે છે, એનું કારણ ? જ્યાં સુધી તેને “આ લફરું છે” એ સમજણ પડી નથી, ‘આ ફ્રેન્ડ જ છે” એવું જાણવામાં આવે છે ત્યાં સુધી લફરું ભેગું થયા કરે. પણ એક દહાડો જ્યારે

Loading...

Page Navigation
1 ... 207 208 209 210 211 212 213 214 215 216 217