Book Title: Bhramcharya Purvardha
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 207
________________ સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય ૫૫૩ પ્રશ્નકર્તા : બહુ ખરાબ લાગે. દાદાશ્રી: એટલે આ કપડાંને લીધે સારાં દેખાય છે. કપડાં વગેરેય પછી સારાં દેખાય ? આ કપડાં વગર તો ગાયો, ભેંસો, બકરીઓ, કૂતરાંઓ બધાં જ સારાં દેખાય, પણ માણસો સારાં ન દેખાય. હવે આવું જ્ઞાન જ કોઈ આપે નહીં ને ? આવી વિગતવાર સમજણ જ કોઈ પાડે નહીં ને ? પછી મોહ જ ઉત્પન્ન થાય ને !! દાદાજી તો કહેતા હતા કે આ તો બધું આવો ગંદવાડો છે, પછી મોહ શેનો ઉત્પન્ન થાય ? કોઈ બહેન કે ભાઈ ગમે તેવા પટિયા પાડીને ફરતો હોય, તો આપણને શું એમાં ? મહીં ચીરે ત્યારે શું નીકળે એમાંથી ? આ જેમ દૂધી છોલીએ છીએ, તેમ એને છોલીએ ત્યારે શું થાય ? મહીં કચરો દેખાય ને ? કો'કને અહીં પરુ થયું હોય તે આપણને કહે કે લો, આ ધોઈ આપો. તો તે તને ગમે ? એને તો અડવાનું જ ના ગમે ને ? અને કોઈ ભાઈબંધ હોય અને પરું ના થયેલું હોય તો તને આમ હાથ અડાડવાનું ગમે ને ? પણ આ તો મહીં કચરો જ માલ ભરેલો છે. એને તો હાથે ય અડાડાય નહીં. મોહ કરવા જેવું જગત છે જ ક્યાં? પણ એવું વિચાર્યું જ નથી ! કોઈએ કહ્યું નથી !! માબાપ પણ શરમના માર્યા કહે નહીં. પોતે ફસાયેલાં, તે બધાને ફસાવ્યા કરે. આ દાદાજી ફસાયા નથી એટલે બધાંને ઉઘાડું કહી દે, કે “જો, આ રસ્તે ફસાશો. આ રસ્તા નથી સારા. આ તો ભયંકર માર્ગ છે.' દાદાજી આમ લાલ વાવટો ધરે કે ‘ભઈ, આ પુલ પડવાનો થયો છે.’ પછી ગાડીને આગળ ના જવા દો ને ? પ૫૪ સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય આ બેનને ય મનમાં ભાવના થાય કે આ બધા ય વ્રત લે છે ને હું લઉં, તો હું ના પાડું એને. છ મહિને-બાર મહિને જ્યારે સંજોગ બેસે ત્યારે પૈણી જા. અમે આશીર્વાદ આપીશું અને પછી તારો લાભ થાય એવો રસ્તો કરી આપીશ. અને સારો લાભ થશે. આ મૂંઝવણ થઈ, તે મૂંઝવણ કોઈ છોડી આપશે નહીં. હું તો છોકરીઓને ના પાડું. જ્ઞાનમાં રહેતી હોય તો ય ના પાડું. પ્રશ્નકર્તા : હા, એમાં દેખાદેખી કરવા જેવું નથી. દાદાશ્રી : પુરુષને તો નભાવી લેવાય. કારણ કે પુરુષને તો બીજો ભય નહીં ને, આને તો બીજા ભય ના હોય તો કો'ક સળી કરે. પૈણવાતો આધાર નિશ્ચય પર ! પ્રશ્નકર્તા: ના પૈણવાનો અમે નિશ્ચય કરીએ, તો પછી ‘વ્યવસ્થિત’ એવું આવે? દાદાશ્રી : ના પૈણવાનો જબરજસ્ત નિશ્ચય હોય તો પૈણવાનું ના આવે. તે પણ નિશ્ચય પાછો બીજે દહાડે ભૂલી જઈએ એવો ના હોવો જોઈએ. નિશ્ચય કોનું નામ કહેવાય કે નિરંતર યાદ રહ્યા કરે. નિશ્ચય ભૂલી, ગયા એટલે પછી પૈણવાનું આવશે એ વાત નક્કી છે. નિશ્ચય ભૂલાયો નહીં, તો પૈણવાનું નહીં આવે એની હું ગેરન્ટી લખી આપું. કારણ કે જે ગામ આપણે જવું છે એ તો ભૂલાવું ના જોઈએ ને ? આપણે બોમ્બે સેન્ટ્રલ જવું હોય તો પછી એ ભૂલી જઈએ તો ચાલે ? એ તો યાદ રહેવું જોઈએ ને ? એમ આપણે ‘નથી પૈણવું” એવો જે નિશ્ચય કર્યો છે, એ નિશ્ચય ભૂલાય નહીં, એટલે એને પૈણવાનું આવે જ નહીં. પેલા બધા પૈણાવા ફરે, છોકરો ખોળી લાવે, તોય કુદરત તાલ ખાવા ના દે. બાકી આ સંસાર તો નર્યો દુ:ખનો સમુદ્ર જ છે, એનો પાર ના આવે. દોષ, આંખતો કે અજ્ઞાતતાતો ?! હવે આ જ્ઞાન બધું હાજર રહેશે ને ? એ તો આપણને હાજર જ હજી નાની ઉંમર તમારી, તેમાં એક ફેર જ ફસાયા પછી છટકવું બહુ જ મુશ્કેલ છે. માટે પહેલેથી ચેતીને ચાલવું. બહાર તો જગત જોવા જેવું જ નથી. ફ્રેન્ડશિપ કરવા જેવું જગત જ નથી. એવું મને લાગ્યું ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : પૈણવા જેવું ય જગત નથી, પણ પૈણવાનું તો આપણે છૂટકો જ નથી. એ આપણા હાથમાં જ નહીં ને ! આપણે ના પૈણવું હોય તો ય મારી રડાવી કરીને ચોરીમાં બેસાડે. એ તો ફરજિયાત છે, દંડ છે એક જાતનો. એ તો ભોગવ્યા વગર છૂટકો જ ના થાય, એ ‘વ્યવસ્થિત’ છે.

Loading...

Page Navigation
1 ... 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217