________________
ઉપર
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય મહીં ગંદવાડો છે ? દરેકનામાં ગંદવાડો હશે કે કેટલાંક ચોખ્ખા હશે, મીણ જેવાં ?
પ્રશ્નકર્તા : દરેકનામાં ગંદવાડો છે.
દાદાશ્રી : આ દાદાજીમાં હઉ ગંદવાડો છે. દાદાજી એટલે ‘દાદા ભગવાન' એ જુદા છે અને આ ‘એ. એમ. પટેલ’ જુદા છે. પટેલમાં ગંદવાડો જ હોય, ‘દાદા ભગવાન'માં ગંદવાડો ના હોય.
આ શરીરમાં આવો બધો ગંદવાડો છે એવી જાગૃતિ રહે, તો ગમે તેવાં રૂપાળા દેખાય તો ય મોહ ઉત્પન્ન થાય ખરો ?
પ્રશ્નકર્તા : ના થાય.
દાદાશ્રી : એ જાગૃતિ નથી, તેનો આ મોહ ઉત્પન્ન થાય છે અને એ મોહમાંથી પછી નય દુઃખો જ બધાં ઊભાં થાય છે. નહીં તો દુ:ખ તે હોતું હશે ? અને કોઈ કહેશે કે ત્યારે લગ્ન શું કામ કરો છો ? ત્યારે હું કહું કે લગ્ન તો કરવું પડે, ફરજિયાત કરવું પડે. આપણી ઇચ્છા ના હોય તો ય ચોરીમાં બેસાડી દે, તો શું થાય ? બેસાડે કે ના બેસાડે ?
[૧૮] દાદા આપે પુષ્ટિ, આપ્તપુત્રીઓને !
પ્રશ્નકર્તા : બેસાડે.
મોહ આવરે જાગૃતિને ! જગત જાણતું જ નથીને કે આ રેશમી ચાદરથી વીંટેલું છે બધું? પોતાને જે ગમતો નથી એ જ કચરો, આ રેશમી ચાદરથી વીંટેલો છે. એ તમને લાગે છે કે નથી લાગતું ? એટલું સમજે તો નર્યો વૈરાગ જ આવે ને ? એટલું ભાન નથી રહેતું. તેથી જ આ જગત આવું ચાલે છે. ને ? એવી કોઈને જાગૃતિ હશે આ બહેનોમાંથી ? કોઈ માણસ રૂપાળો દેખાતો હોય ને એને છોલે તો શું નીકળે ?
પ્રશ્નકર્તા : લોહી-માંસ ને એ બધું નીકળે.
દાદાશ્રી : માંસ-પરું એવું બધું ને ?! અને રૂપ ક્યાં ગયું પછી ? આવાં બધા વિચાર નથી કર્યા, તેને લીધે આ મોહ છે ને ?!
પ્રશ્નકર્તા : હા, એવું જ લાગે છે.
દાદાશ્રી : હા, જુઓને કેવી ફસામણ !!! વિચાર કરે તો ફસામણ જેવું નથી લાગતું, બહેન ?! બુદ્ધિથી વાત સાચી લાગે છે ને, કે આ બધો
દાદાશ્રી : બધા ભેગા થઈને બેસાડે ને ? ‘સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ’ બેસાડે, એમાં છૂટકો જ નહીં. એ ભોગવટો તો બધો ભોગવવો જ પડે. બાકી, ના પૈણવું હોય તો લફરું કોણ ઊભું કરે ? પૈણવું હોય તો કુદરતી છૂટકો જ નથી. નહીં તો વગર કામનું રાજીખુશીથી કોઈ લફરું ઊભું જ ના કરે ને ? કોઈ કરે ? આ વાતથી બધી બહેનોને સમજ પડે છે ને ?
કોઈ છોકરો સારાં કપડાં-બપડાં પહેરીને, નેકટાઈ-બેકટાઈ પહેરીને બહાર જતો હોય, તે મૂઆને કાપે તો શું નીકળે ? તું અમથો શું કામ નેકટાઈ પહેર પહેર કરે છે ? મોહવાળા લોકોને ભાન નથી. તે રૂપાળો જોઈને મૂંઝાઈ જાય બિચારા ! જ્યારે મને તો બધું ઉઘાડું આરપાર દેખાય. આ બધા માણસો કપડાં કાઢીને ફરે તો તને ખરાબ ના લાગે ?