________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૩૫૫ રહેવું જોઈએ કે આ છોલે તો શું દેખાય ? આ આંખનો સ્વભાવ છે ખેંચાઈ જવું. એવી રૂપાળી મૂર્તિ દેખેને, તો આંખને આકર્ષણ થાય. આ આકર્ષણ શી રીતે થયું ? ત્યારે કહે કે પૂર્વભવનો હિસાબ છે, આપણે આકર્ષણ ના કરવું હોય તો ય થયા કરે. આકર્ષણ એ ડિસ્ચાર્જ થતી વસ્તુ છે. એટલે
જ્યાં આકર્ષણ થાય ત્યાં આગળ આપણે જ્ઞાન હાજર કરવું કે દાદાજીએ કહ્યું છે કે ચામડી છોલે તો શું નીકળે ? એટલે વૈરાગ આવે ને પછી મન તૂટી જાય, નહીં તો આકર્ષણ જોડે મન એડજસ્ટ થયું તો ખલાસ કરી નાખે. લફરાં જ વળગી જાય. લફરાં વળગે એટલે પછી છુટે નહીં, સાત-સાત અવતાર સુધી ના છૂટે, એવું વેર બાંધે. પણ આપણે તો મોક્ષે જવું છે. મોક્ષે જવાવાળાને આવા લફરાવાળો વેપાર પોષાય જ નહીં. જે માલ આપણને જોઈતો નથી, બધી હલવાઈવાળાની દુકાનો હોય પણ આપણને કશું લેવું ના હોય, તો આપણે એને જો જો કરીએ છીએ ?
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : એવી રીતે સ્ત્રીએ પુરુષોને જોવા ના જોઈએ અને પુરુષ સ્ત્રીઓને જોવી ના જોઈએ. કારણ કે એ આપણા કામની નથી. દાદાજી કહેતા હતા કે આ જ કચરો છે, પછી એમાં શું જોવાનું રહ્યું ?
એક ફેરો એક મોટા સંત અગાસીમાં બેઠા બેઠા પુસ્તક વાંચતા હતા. કોઈ સામા મકાનની બારીમાં એક બહેન ઊભી હશે, તે એમણે એને જોઈ. એટલે એમની આંખ ખેંચાઈ અને એ તો વિચારશીલ માણસ, એટલે મનમાં થયું કે આ કેમ થાય છે ? આમ ના થવું જોઈએ. પછી પાછું વાંચવા માંડ્યું, પણ પાછી આંખ ખેંચાઈ. એટલે એમને થયું કે આ તો બહુ ખોટું કહેવાય. એટલે તરત ત્યાંથી ઊઠીને રસોડામાં ગયા અને રસોડામાં જઈને લાલ મરચું વાટેલું હતું તે આંખમાં નાખ્યું. આ એમણે સારું કર્યું ? એ આંખનો દોષ છે ? કોનો દોષ છે ?
પ્રશ્નકર્તા : મનનો દોષ છે.
દાદાશ્રી : ના, અજ્ઞાનતાનો દોષ છે. અજ્ઞાન છે તેથી ને ? હવે આંખમાં મરચું નાખ્યું તેવું એમના કોઈ શિષ્યો શીખ્યા નહીં. શિષ્યો
૩૫૬
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય જાણતા હતા કે ગુરુ મહારાજ ઈમોશનલ થઈ ગયા હશે ને મરચું નાખ્યું હશે, આપણે ના નંખાય, બાપ ! આંખમાં મરચું નાખે ફાયદો શો થાય ?
એનાં કરતાં મારી વાત યાદ રહી હોય તો મોહ જ ઉત્પન્ન ના થાય ને ? અને ખરેખર એમ જ છે. આ કંઈ ગમ્યું છે ?
પ્રશ્નકર્તા : આંખ ખેંચાય, પણ વિકારી ભાવ ના હોય તો ?
દાદાશ્રી : તો વાંધો નહીં. વિકારી ભાવ તો આપણામાં ના હોય, પણ સામાનામાં હોય ત્યારે શું થાય ? માટે ખેંચાણમાં ફસાવું નહીં. આંખ ખેંચાય ત્યાંથી છેટા રહેવું. બીજે બધે જ્યાં સીધી આંખો હોય ત્યાં બધો વહેવાર કરવો. આંખ ખેંચાય ત્યાં જોખમ છે, લાલ વાવટો છે. આપણામાં વિકારી ભાવ ના હોય, પણ પેલા સામાનું શું થાય ? બધે ખેંચાણ નથી થતું ને ?
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : એટલે ખેંચાણના કાયદા છે કે અમુક જગ્યાએ જ ખેંચાણ હોય, કંઈ બધે ખેંચાણ ના હોય. હવે આ ખેંચાણ શી રીતે થાય છે, તે તમને કહીં દઉં.
આ ભવમાં ખેંચાણ ના થતું હોય, છતાં કોઈ ભઈને દેખ્યો, તે આપણા મનમાં એવું થાય કે, “ઓહોહો, આ ભઈ કેટલો રૂપાળો છે, દેખાવડો છે.’ એવું આપણને થયું કે તેની સાથે જ આવતાં ભવની ગાંઠ પડી ગઈ. એનાથી આવતાં ભવે ખેંચાણ થાય. શેનું રૂપ ? આ છોલે તો શું નીકળે ? રૂપ કોનું નામ કહેવાય કે છોલે તો ય ખરાબ ના નીકળે. આ રૂપ તો જોવા જેવું નથી. આ હીરાનું રૂપ બરોબર છે. એને છોલીએ તો કશું ય ના થાય, એમાં ગંદવાડો નહીં ને ?! સોનાનું, ચાંદીનું રૂપ બરોબર છે. આ મનુષ્યના તો ગુણો હોય છે, પણ તે કેવા ગુણો હોય ? સંસારી ગુણો. સંસારી ગુણો વખાણવા જાય પછી આકર્ષણ થાય. એટલે આ ધાર્મિક ગુણો, જ્ઞાનના ગુણો વખાણે, તે વાત જુદી છે. બાકી વખાણવા જેવું જગત નથી, એક શુદ્ધાત્મા એકલો જ સમજવા જેવો છે..
નિશ્ચય એનું નામ કહેવાય કે ભૂલાય નહીં. આપણે શુદ્ધાત્માનો