Book Title: Bhramcharya Purvardha
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 189
________________ સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય ૩૧૭ કેળવાયા વગર તો ત્યાં આગળ બધું ખોટું કહેવાય. માર ખાધા વગર ત્યાં આગળ જાય તો લોચો પડી જાય. ખૂબ માર ખાધો હોય, પદ્ધતિસરનો કેળવાયેલો હોય ને પછી ત્યાં જાય તો વાંધો નહીં. એટલે આજે અમે છોકરાઓને આ બ્રહ્મચર્યસંબંધીનું જ્ઞાન આપીએ છીએ કે જેથી અત્યારથી એમની લાઈફ બગડી ના જાય અને બગડેલી હોય, તેને સુધારવી કેવી રીતે અને સુધરેલી બગડે નહીં અને એની કેવી રીતે રક્ષા કરવી, એટલું અમે એમને શીખવાડીએ. અમે તો બધાને કહીએ છીએ કે પૈણો. બાકી પૈણવું કે ના પૈણવું એ એમના હાથની વાત નથી કે મારા હાથની વાત નથી કે તમારા હાથની વાત નથી. આ તો બ્રહ્મચર્ય ઝાલી પડ્યા છે, એટલે કંઈ એમના હાથમાં સત્તા છે? કાલે સવારે શું પાછું મન ફરી જાય તો પૈણી બેસે અને ગમે તેટલું કરે, તો ય ‘વ્યવસ્થિત’ના આગળ કોઈ પહોંચી વળ્યું નથી. પણ જે અત્યારે ઇચ્છા થાય છે ને, એમાં કો'કને દેખાદેખીથી ઇચ્છા થાય છે ને કો'કને સાચી ઇચ્છા પણ હોય. પણ ‘વ્યવસ્થિત’ જે કરે, તેને પછી કોઈ ઉપાય જ નથી ને ? તે અમે કોઈની જવાબદારી લેતાં નથી. અમે કોઈની જવાબદારી લઈએ નહીં. અમે તો એમને માર્ગ દેખાડીએ. જે રસ્તે ચાલવું હોય તે માર્ગ આપીએ. બાકી અમે વચનબળ આપીએ છીએ, પણ એમનું મહીં ઠેકાણું ના હોય તો તેને આપણે શું કરીએ ? આ વાણીના તો અમે માલિક નથી, એ રેકર્ડમાંથી માલ હતો તેટલી જ વાણી નીકળે. એમાં અમારે કંઈ લેવાદેવા નથી અને આમાં અમારે કંઈ પડી પણ નથી. ૩૧૮ સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય કરશો નહીં. એટલે હું આમને ચેતવ ચેતવ કરું છું કે ‘ભાઈ, જો આમાં નકલી થઈ જશો તો અમે અડીશું નહીં, અમે એક્સેપ્ટ પણ નહીં કરીએ, અસલીને એક્સેપ્ટ કરીશું.’ નકલી હશે તો જોખમદારી પછી એની. અમે તો અસલી લાગે તો જ કંઈક પાછળ જોખમદારી લઈએ. પણ આ અમારે જરૂર જ ક્યાં છે ? અમે તો મોક્ષનો માર્ગ દેખાડવા આવ્યા છીએ. અમે એને આત્મજ્ઞાન આપ્યું અને કહ્યું, આજ્ઞા પાળજો. એટલે અમારી જવાબદારીનો ત્યાં એન્ડ થાય છે. પ્રશ્નકર્તા : એ નકલ કરે છે કે અસલ છે, એ કેવી રીતે પરખાય ? એ પોતે પારખી શકતો નથી, તેથી તો આપને કહે છે કે અમારું પારખણ કરી આપો. દાદાશ્રી : હું એમાં ક્યાં હાથ ઘાલું ? અમારે હાથ ના ઘલાય. અમારે તો બીજી બહુ જાતના ઉપયોગ રાખવા પડે. અમારે તો એટલાં બધા બીજા ઉપયોગ હોય છે કે આવી બાબતોમાં હું ઉપયોગ રાખવા જાઉં તો આનો પાર જ ના આવે ને ! અમે તો એનું અહિત ના થાય એવી ઠેઠ સુધી એની પાછળ અમારી હેલ્પ હોય જ. અમારે તો ચોગરદમના ચીપિયા હોય જ. એને મહીં માલ એવો ભરેલો હોય તો મારાથી એમે ય ના કહેવાય કે તું પણ. તો બન્નેનું બગડે. બેનું નહીં, ઘરના બધાંનું બગડે. એટલે અમને તો એટ-એ-ટાઈમ બધી જાતના વિચાર આવે ને ? બાકી આ બધાનો મારે ક્યારે પાર આવે ! મારે તો તમને મોક્ષે લઈ જવાનો રસ્તો દેખાડવાનો. અમે તો બીજી બાજુનું હેલ્પ કરવા ય તૈયાર છીએ. તે અસલ થશે, ત્યારે મને ખબર પડશે. બે-પાંચ વર્ષ પછી એ ય ખબર પડશે ને ? હજુ અત્યારે તો ‘ઑન ટ્રાયલ’ મૂકેલું છે. હા, અસલી થશે પછી મને ખબર પડશે. મને તો કોઈ સહેજ જ મહીં કાચો પડે તો માલમ પડી જાય છે અને જગત કંઈ છોડવાનું છે ? પોતાની પ્રકૃતિ કંઈ છોડે ? એટલે આપણે “ઑન ટ્રાયલ’ જોઈએ છીએ. અક્રમમાં આવી આશ્રમની જરૂર ! બાકી જેને બ્રહ્મચર્ય વ્રત જ લેવું હોય તો, એણે અબ્રહ્મચારીના સાથે અમારાથી તો એને ય ના કહેવાય કે ‘ભાઈ તું ના પણ.' એવું દબાણ ના થાય. અમે એટલું કહીએ કે ‘તું પણ. કારણ કે ‘એ શું માલ ભરી લાવ્યો છે ?’ એને એ પોતે જાણતો હોય, એને આ બાજુનું ખેંચાણ મહીં અંદર રહ્યા કરતું હોય. કારણ કે ‘કમિંગ ઇવર્સ કાઢુ ધર શેડોઝ બીફોર.” એટલે પોતાને ખબર પડી જાય કે “એના શેડોઝ શું છે ?” એટલે અમે કશું દબાણ ના કરીએ. હવે આમાં ભાંજગડ ક્યાં આવે છે કે આમાં નકલો થાય તો. એ ય એમને કહું છું કે નકલી થશો તો માર ખાઈ જશો, નકલીપણું આમાં

Loading...

Page Navigation
1 ... 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217