Book Title: Bhramcharya Purvardha
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 191
________________ સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય ૩૨૧ હવે તમને સંસારી બધા વિચાર આવે, પણ ત્યારે ભગવાન શું કહે છે કે તને શું ગમે છે ? ત્યારે કહે કે બ્રહ્મચર્ય. એટલે હવે તમે બ્રહ્મચર્ય વિભાગમાં બેઠા છો. પણ ફરી બ્રહ્મચર્યનો અભિપ્રાય ના બદલાવો જોઈએ. એટલે બ્રહ્મચર્યની વિરુદ્ધ થવાનો વિચાર આવે ત્યાં સુધી ના પહોંચશો. એટલા માટે એ વિચારો ઉપર કંટ્રોલ રાખો. એટલે મુખ્ય તો અભિપ્રાય તમારો ના બદલાવો જોઈએ. હું શું કહેવા માંગું છું, એ તમને સમજ પડી ને ? પ્રશ્નકર્તા : હા. ઊગતું અને આથમતું, એ બે ભેદ પડી ગયા પછી વાંધો નહીં. પછી વિચારોનો સંઘર્ષ થાય નહીં. દાદાશ્રી : હવે આવું કોઈ શીખવાડે જ નહીં ને ! આ હું મહત્વની વાત કહું છું. આમાં સંઘર્ષણ થાય નહીં અને કામ નીકળી જાય. મત બગડે ત્યાં.... પ્રશ્નકર્તા : આપનું ‘જ્ઞાન’ લીધા પછી બ્રહ્મચર્ય લે તો સારું ને ? દાદાશ્રી : આ બધા છોકરાઓ અહીં બેસી રહે છે, તે સ્વરૂપ જ્ઞાન'માં ય ખરા ને બ્રહ્મચર્યમાં ય ખરા. બધી રીતે એમને સુખ રહે છે. ‘જ્ઞાન’ સાથે બ્રહ્મચર્ય હોય, એની તો વાત જ જુદી કહેવાય ને !!! એટલે બ્રહ્મચર્ય કેવું જોઈએ ? મન-વચન-કાયાનું હોવું જોઈએ. મનમાં વિષય સંબંધી વિચાર સરખો ય ના આવવો જોઈએ ને જરાક વિચાર આવે તો તરત જ પ્રતિક્રમણ કરી લે. આ છોકરાઓ બધા મન-વચન-કાયાનું સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળે છે. વિચાર તો આવે જ માણસને. વિચાર આવે છે એ ‘ડિસ્ચાર્જ’ થયા કરે છે. માટે પોતાની ઇચ્છા વિરુદ્ધ આવે છે, પણ વિચારથી ડાઘ પડ્યો, તે અમે સાબુ આપેલો હોય તેનાથી ધોઈ નાખે. પ્રશ્નકર્તા : વારંવાર ડાઘ ધૂએ તો કપડું ફાટી જાય ને ? દાદાશ્રી : ના, એ અમારો સાબુ જ એવો હોય કે કપડું ફાટી ના જાય. દોષ થયો કે તેની સાથે ‘શૂટ ઓન સાઈટ' હોય !!! પ્રશ્નકર્તા : ઘણાં લોકો બ્રહ્મચર્ય વ્રતની આજ્ઞા લે છે, પણ મન બગડતું હોય તો એનો અર્થ જ નહીં ને ? સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય દાદાશ્રી : મન બગડે એટલે બધું બગડ્યું. છતાં આ બધા બહુ સરસ કરે છે. જેટલી આજ્ઞા પાળી એટલું તો મન બગડતું અટક્યું. આ જ્ઞાન એવું છે કે એનાથી કંઈક સૂક્ષ્મ બ્રહ્મચર્ય પાળી શકાય એવું છે. કારણ કે મન સુખ ખોળે છે ને ? આ જ્ઞાન સુખવાળું છે. એટલે આ છોકરાઓ મઝા કરે છે ને બધા ? આમને શું થાય કે જુવાની છે અને ખોરાક ખાય, તે ખોરાકની અસર થાય કે ના થાય ? લગ્ન કરેલાં હોય તો એને ‘ઈફેક્ટ’ થાય, એનો વાંધો નહીં. પણ લગ્ન કરેલું નહીં, તેને શું થાય ? એટલે આ લોકો ડરતાં ડરતાં બધું ખાય. શું કહે કે અમને ‘ડિસ્ચાર્જ’ થઈ જાય છે. અલ્યા, છોને ‘ડિસ્ચાર્જ’ થઈ જાય. આ તો પાછી મહીં અસર થઈ જાય કે ડિસ્ચાર્જ થઈ ગયું. પણ તે કર્યું નથી ને ? આપણે કરવું ના જોઈએ. એટલે મેં કહ્યું, એ બુદ્ધિપૂર્વકનું નથી એટલે વાંધો નથી. બુદ્ધિપૂર્વકનું હોય તો વાંધો છે. ૩૨૨ પ્રશ્નકર્તા : બુદ્ધિપૂર્વકનું એટલે કેવું ? દાદાશ્રી : બુદ્ધિપૂર્વકનું એટલે પોતે ઇચ્છાપૂર્વક કરે તેવું. જ્યારે આ તો રાત્રે સ્વપ્નામાં થઈ જાય એનાં ગુનેગાર જ નહીં, એમ એમને કહી દીધું. કારણ કે મૂંઝાયા કરે, વગર કામના. તારી ઇચ્છા નથી ને ? એ આપણે કરવું ના જોઈએ. હવે એ થઈ જાય છે, એનો વાંધો નહીં. તારું બુદ્ધિપૂર્વક નથી ને ? ત્યારે કહે, ‘ના.’ અને સ્વપ્ન એ દુનિયા જ જુદી છે. એ જુદી દુનિયાની વાત છે. સ્વપ્નાતા ભોગતો પૂર્વાપર સંબંધ ?! પ્રશ્નકર્તા : ઊંઘમાં જે અટપટા ભોગ ભાસે છે, એમાં કંઈ સત્યતા ખરી ? દાદાશ્રી : ખરું ને ! પૂર્વ ભવે ભોગવેલું, તેના સંસ્કાર દેખાય અત્યારે ! પૂર્વ ભવે, અનંત અવતારમાં જે ભોગ ભોગવ્યા હોય ને, તે સંસ્કારો બધા અત્યારે આ સ્વપ્નામાં દેખાય. પ્રશ્નકર્તા : પણ આ તો પૂર્વાપર સંબંધ સિવાય દેખાય છે ને ? દાદાશ્રી : પૂર્વાપર સંબંધ છે જ.

Loading...

Page Navigation
1 ... 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217