________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૩૪૫ દાદાશ્રી : હા, કરે. એ તો બહુ સંસ્કાર લઈને આવેલો હોય, આજુબાજુનાં ઘરનાં માણસો સારા સંસ્કારી હોય. પૂર્વના સંસ્કારો હોય ત્યારે ઘરનાં માણસો સારાં મળી આવે. એનું મન એવું નહીં સરસ મજબૂત હોય ને ચોગરદમથી બધા ય સંજોગો બાઝેલા હોય. આ કંઈ એમ ને એમ ગમ્યું ઓછું છે ? એક માણસ કરોડ રૂપિયા કમાઈને લાવ્યો તો ય તે ગમ્યું નથી હોતું, તો આ ય કંઈ ગમ્યું છે ?!.
વિષય તૂટે, સામાવાળિયા થયેથી ! પ્રશ્નકર્તા રવિવારના ઉપવાસને અને બ્રહ્મચારીઓને શું ‘કનેકશન’ છે ? રવિવારનો ઉપવાસ એમને શાથી કરવાનો ?
દાદાશ્રી : એ તો કહેવાથી કરે છે. દાદાને સાતેય વાર જોડે કંઈ લેવાદેવા નથી, રાગ-દ્વેષ નથી. એ તો અમારા મોઢામાંથી નીકળી જાય એ વાર સારો અને કો'ક વખતે કોઈ જમાડનારાના મનમાં એમ થાય કે મારે ત્યાં સારું સારું જમવાનું બનાવ્યું છે ને આવા સંત પુરુષો જમવાના રહી જાય છે, જમતા નથી. ત્યારે અમારે આ લોકોને કહેવું પડે કે આજે જમજો. એક ટાઈમ જમવાની અમે આજ્ઞા કરીએ, એટલે પેલા ઘરવાળાને દુ:ખ થાય નહીં. હા, બીજી વખત જમો તો તે ના ચાલે. આપણે કંઈ આ શરીરને બહુ કષ્ટ નહીં આપવાનું, નોર્માલિટીમાં રાખવાનું છે. તેથી દેહ તેજદાર થાય, ભભકાદાર થાય.
પ્રશ્નકર્તા : શરીર જરા પુષ્ટ બને એવું રાખવાનું ખરું ?
દાદાશ્રી : ના, પુષ્ટ નહીં. પણ તેજદાર હોવું જોઈએ, જે ‘સ્ટાન્ડર્ડ વજન હોય તેટલું રાખવું.
આ રવિવારનો ઉપવાસ શેને માટે કરે છે ? વિષયનો સામો થયો છે. વિષય મારા ભણી આવે જ નહીં, એટલા માટે વિષયનો સામાવાળિયો થયો ત્યારથી જ નિર્વિષયી થયો. આ હું આમને વિષયના સામાવાળિયા જ કરું છું. કારણ કે આમનાથી એમ વિષય છૂટે એવો નથી, આ તો બધાં ચીભડાં કહેવાય, આ તો દુષમકાળનાં ખદબદતાં ચીભડાં કહેવાય. આમનાથી કશું છૂટે નહીં, તેથી તો પછી બીજા રસ્તા કરવાં પડે ને ?
૩૪૬
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય હવે તને, તું પોતે ‘વિષયનો સામોવાળિયો છું’ એવું લાગે છે ને ? પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : આપણે વિષયના સામાવાળિયા થઈએ, તો શું રહે આપણી પાસે ?
પ્રશ્નકર્તા : બ્રહ્મચર્ય રહે.
દાદાશ્રી : સંયમ ધારણ કરવો એ તો બહુ મોટી વસ્તુ છે. આ તો ‘જ્ઞાની'ની આજ્ઞાથી સંયમ ધારણ થશે. નહીં તો આ માર્ગ વ્યવહાર સંયમનો નથી, આ તો જ્ઞાન માર્ગ છે. આ તો અમે આજ્ઞા આપીને સંયમ કરાવીએ છીએ. સંયમ આજ્ઞાથી થાય. આજ્ઞામાં વર્તે એટલે સંયમ થાય.
પ્રશ્નકર્તા : આ બધાને આત્માનો આનંદ ને ઉલ્લાસ એટલાં બધા વધારી આપો કે બીજે સુખ ખોળવા જ જવું ન પડે.
દાદાશ્રી : એ તો ખૂબ વધારી આપ્યાં છે, પણ હજુ તો આ લોકોને અંદરખાને અભિપ્રાય રહે છે કે આ વિષયમાં ઠીક છે, આ સારું છે. તે આ અભિપ્રાય બધા હું તોડું છું. એક અક્ષરનો ય અભિપ્રાય ના રખાય.
પ્રશ્નકર્તા : બધાને એવો અભિપ્રાય ઓછો હોય ?
દાદાશ્રી : એવો તો કો'ક જ હોય. તે ય પાંસરા ના મળે. મન તો બગડેલાં હોય એમનાં ય, દેહ બગડેલો ના હોય, તો ય પાંસરા તો ના જ કહેવાય ને ?!
પ્રશ્નકર્તા : આપણા આખા મન-વચન-કાયા-ચિત્ત-બુદ્ધિ-અહંકાર બધે આત્માનો ઉલ્લાસ કેમ વ્યાપી જતો નથી પૂરેપૂરો ?
દાદાશ્રી : હા, વ્યાપી જાય છે, પણ ભોગવે છે ક્યાં ? હજુ તો પેલી પાછલી ખોટો છે. પાછલું જે પૂરણ કરેલું, તે ગલન થાય છે, તેમાં એકાકાર થઈ જાય છે. જલેબી તમારે ખાવી હોય તેટલી ખાવ, બાકીની બીજી જલેબી તમે નાખી દો, તો જલેબી તમારી ઉપર કંઈ દાવો માંડે ?
પ્રશ્નકર્તા : પણ વિષય કેવી રીતે દાવો માંડે ?