________________
૩૪૦
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૩૩૯ દાદાશ્રી : અજ્ઞાની માણસને માટે ‘વ્યવસ્થિત’ છે એમ કહેવાય અને જ્ઞાની તો પોતે પુરુષ થયો છે, એ હવે પુરુષાર્થ સહિત છે !
પ્રશ્નકર્તા : પોતાનો નિશ્ચય એટલે આપણે જો એમ કહીએ કે આપણે જ બધું કરી શકીએ એમ છે, તો પછી અહંકાર ના થઈ ગયો કહેવાય ? તો પછી આ પુરુષાર્થ કહેવાય કે અહંકાર જોડાયેલો કહેવાય ?
દાદાશ્રી : ના.
પ્રશ્નકર્તા ઃ તો એ શું કહેવાય ?
દાદાશ્રી : કશું કહેવાય નહીં. નિશ્ચય એટલે નિશ્ચય !! અને તે આપણે પોતે ક્યાં કરવાનો છે, એ આત્માને કરવાનું નથી. આ પ્રજ્ઞા કહે છે કે ચંદ્રેશ, તમે નિશ્ચય બરોબર સ્ટ્રોંગ રાખો. એવું છે ને, કે જ્યારથી આ લોકોએ આ વ્રત લીધું, ત્યારથી એમની દ્રષ્ટિ એ બાજુ જતી જ નથી.. નહીં તો અમુક ઉંમરે તો સો-સો વખત દ્રષ્ટિ બગડ્યા કરે.
પ્રશ્નકર્તા: આ પાછલી જે ખોટો છે, તે નિશ્ચયના આધારે ઉડાડી શકાય ?
દાદાશ્રી : હા, બધી જ ખોટો ઉડાડી શકાય. નિશ્ચય બધું જ કામ કરે.
ત્યારે એમને મોહનું વાતાવરણ લગભગ ઊડી જાય. નહીં તો નર્યા મોહના વાતાવરણમાં જ્યારે “રીજ પોઈન્ટ’ પર આવે, ત્યારે એને સડસડાટ ઉડાડી મૂકે. એટલે અમુક પાંત્રીસ વર્ષ સુધી તો એનું રક્ષણ કરવું પડે. આ તો છોકરાઓના સંસ્કાર સારા, પાછું આ જ્ઞાનના પ્રતાપે એટલું શુદ્ધિકરણ થઈ ગયું છે, એટલા માટે આ બ્રહ્મચર્ય વ્રત આપીએ છીએ. કારણ કે જેટલી પવિત્રતા જળવાય એટલું તો પાંસરું રહે !!
પ્રશ્નકર્તા : “રીજ પોઈન્ટ' પર જો એમને ઊડી જવાનું થાય, તો પછી જ્ઞાનનું બીજ રહે કે પછી બીજ પણ ચાલ્યું જાય ?
દાદાશ્રી : જ્ઞાનનું બીજ પણ ઊડી જાય. પણ નકામું ના જાય, બીજા ભવમાં પાછું “હેલ્પ” કરે, એટલે “હેલ્પ' તો કરે જ. અને આ ભવમાં જ જો ત્રણ-ચાર વખત પાછું “જ્ઞાન” લે અને પાછો પાંત્રીસ વર્ષની ઉંમરે ફરી જ્ઞાન લઈ લે તો પાછું રાગે પડે ય ખરું. અમારા નામથી અને વચનબળથી બે-ત્રણ વર્ષ રહ્યું તો એટલું ચોખ્ખું તો રહેશે અને જ્યારે પૈણવાનું આવે ત્યારે જોઈ લેવાશે, પણ એ પહેલાં બગડી તો ના જાય. અત્યારનો જમાનો વિચિત્ર છે. એટલા માટે અમે આ બધા છોકરાઓને આ બ્રહ્મચર્ય વ્રત આપી દઈએ છીએ અને એ દબાણથી અને અમારા વચનબળથી એટલો તો ચોખ્ખો રહે. પછી પૈણાવે તો ય એને ચોખ્ખું રહે ને ? નહીં તો આ તો માણસ ગૂંચાઈ જાય એવો વિચિત્ર જમાનો છે. કેટલાંકે તો સજોડે બ્રહ્મચર્ય વ્રત લીધું છે અને જ્ઞાને ય લીધું છે. એટલે એમનો આનંદ ઓર જ ને ?
અમે બ્રહ્મચર્ય વ્રત આપીએ છીએ, પણ સ્ટેબિલિટી આવ્યા પછી આપીએ. પછી તમારા કર્મના ઉદય પેલા આવે તો પણ અમારું વચનબળ કામ કરે, પણ તમારી ચોકસાઈમાં ખામી ના આવવી જોઈએ.
પ્રશ્નકર્તા : એના કર્મના ઉદયમાં ભોગ હોય, તો એ પછી એમાં જોડાય કે ના જોડાય ? અધવચ્ચે કર્મનો ઉદય આવી જાય તો શું કરે?
ઉદય ભારે આવે, ત્યારે તે આપણને હલાવી નાખે. હવે ભારે ઉદયનો અર્થ શો ? કે આપણે સ્ટ્રોંગ રૂમમાં બેઠા હોઈએ અને બહાર કોક બૂમાબૂમ કરતો હોય. પછી ભલેને પાંચ લાખ માણસો બુમો પાડતા હોય કે ‘હમ માર ડાલેંગે' તેવું બહારથી જ બૂમો પાડતા હોય, તો આપણને શું કરવાના છે ? એ કોને બૂમો પાડે. એવી રીતે જો આમાં ય સ્થિરતા હોય તો કશું થાય એવું નથી, પણ સ્થિરતા ડગે કે પાછું પેલું ચોંટી પડે. એટલે ગમે તેવા કર્મો આવી પડે ત્યારે સ્થિરતાપૂર્વક “આ મારું ના હોય, હું શુદ્ધાત્મા છું’ એમ કરીને સ્ટ્રોંગ રહેવું પડે. પછી પાછું આવે ખરું ને થોડી વાર ગૂંચવે. પણ આપણી સ્થિરતા હોય તો કશું થાય નહીં.
આ છોકરાઓને, અમારે બે-પાંચ વખત વિધિ કરી આપવી પડે,
- દાદાશ્રી : ના. જ્ઞાનીઓનું વચનબળ શું કહેવાય છે, કે ભયંકર કર્મોને તોડી નાખે. પોતાનો નિશ્ચય જો ના ડગે તો ભયંકર કર્મોને તોડી