________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય એકેએક અંગ ત્યાગવાળું છે, એકેએક અંગ પવિત્ર છે. એટલે પછી એના હિસાબે બધું ખેંચાઈ આવવાનું. આ ખેંચાણ શાનું છે ? સરખે સરખાનું.
પ્રશ્નકર્તા: કેવી રીતે ?
દાદાશ્રી : ગુણો મળતા આવે ને, તેથી ! કારણ કે લોહચુંબક પિત્તળને ના ખેંચે ! આ તો મગજ કામ ના કરે એવું સુંદર બ્રહ્મચર્ય આ લોકો પાળે છે. પણ આ દાદાનું વચનબળ એટલું સુંદર છે કે જે આવું સુંદર કામ કરી રહ્યું છે. જો કે આમને દોરવણી બહુ આપવી પડે છે. હજુ તો જરા ડફડાવવા પડે છે.
આમને વસ્તુ એઝેક્ટનેસમાં આવી જાય, પણ ત્યારે વ્યવહાર કશું સમજતા જ નથી ને ! એટલે આમને હવે અમે વ્યવહાર શીખવાડ શીખવાડ કરીએ. વ્યવહાર ના હોય તો કોઈ કશું બાપો ય સાંભળે નહીં. વ્યવહારમાં પાસ ના થાય તો, એ વ્યવહાર અને ગૂંચવી નાખે. કોઈનું કલ્યાણ કરવું હોય તો ય ના થાય. પોતાનું તો કલ્યાણ થઈ જાય, પણ બીજા કોઈનું કલ્યાણ ના કરી શકે. એ તો વ્યવહાર હોય તો જ બીજાનું કલ્યાણ કરી શકે. એમની શી ભાવના છે કે હવે અમારે જગતકલ્યાણમાં પડવું છે. એટલે એમને વ્યવહાર મુખ્ય જોઈશે.
વ્યવહાર તો કેવો હોવો જોઈએ કે જ્ઞાની પુરુષ આમ ત્રાડ પાડે તો મહાત્મામાં જે રોગ હોય ને, તે ત્રાડની સાથે જ નીકળી જાય. એવી કહેવત છે ને, કે સિંહ ત્રાડ પાડે ત્યારે શિયાળ ને એવાં બીજાં હિંસક પશુઓએ માંસાહાર કર્યું હોય, તે બધાની ઊલટી થઈ જાય ! એવી રીતે જ્ઞાની પુરુષનો એક શબ્દ સાંભળતાની સાથે બધું ઊલટી થઈ જાય, એવો વ્યવહાર. આમ માથે ટાપલી મારે ને હાથ અડાડે તો ય શું નું શું કરી નાખે, એનું નામ વ્યવહાર ! વ્યવહાર એટલે શું કે એમના હાથ-પગ બધે અડે, તો ય કામ થઈ જાય. પણ એ તો જ્ઞાનીની સિદ્ધિ કહેવાય.
આ તો આપણું જ્ઞાન છે તે ચાલે, નહીં તો ગાડું જ ચાલે નહીં ને ! અટકી જ જાય ગાડું. આ જ્ઞાન એકદમ જાગૃતિ આપે ને પાપો ભસ્મીભૂત કરી નાખે છે.
૩૩૮
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય નિશ્ચય સહ વચનબળતો પાવર ! પ્રશ્નકર્તા : આ બધા યુવાનોને દાદાએ જે બ્રહ્મચર્યની શક્તિનું પ્રદાન કર્યું છે. તો ભવિષ્યમાં એમને જ્યારે પૂર્વજન્મના સંસ્કારોને લીધે કામ-વિકારો જાગશે, ત્યારે એ લોકો કઈ રીતે એ સંયોગોમાં અડગ રહી શકશે ? એમને શું કરવાનું રહેશે, એ બધું ફોડ પાડો. બધાને લાભ થશે.
- દાદાશ્રી : આ ‘જ્ઞાન’ આપણું એવું છે કે સર્વ વિકારોનો નાશ થાય છે. અમે વ્રતની વિધિ કરીએ છીએ, ત્યારે અમારું વચનબળ કામ કરે છે. એનો નિશ્ચય ડગવો ના જોઈએ.
પ્રશ્નકર્તા ઃ આમનું જે નિશ્ચયબળ છે, તે ‘વ્યવસ્થિત'ના હાથમાં છે કે એમના પોતાના હાથમાં છે ?
દાદાશ્રી : “વ્યવસ્થિત' જોવાનું નહીં. ‘વ્યવસ્થિત' એનું નામ જ કહેવાય કે તમારું નિશ્ચયબળ અને અમારું વચનબળ, એ બે ભેગું થયું કે એની મેળે ‘વ્યવસ્થિત’ ચેન્જ થાય. જ્ઞાનીનું વચનબળ એકલું જ વ્યવસ્થિત’ને ચેન્જ કરે એવું છે. એ સંસારમાં જવા માટે આડી દીવાલ જેવું છે. એક ફેર આડી દીવાલ નાખી આપે કે ફરી સંસારમાં જઈ શકે જ નહીં.
પ્રશ્નકર્તા : આપે કહ્યું ને, કે તમારો નિશ્ચય ને અમારું વચનબળ. એ બેમાં તારો નિશ્ચય ના તૂટે તો, અમારું વચનબળ કામ કર્યા કરે. પણ જો એ લોકોનો નિશ્ચય તૂટે તો ? - દાદાશ્રી : એવું કશું તૂટતું જ નથી. એવું બને જ નહીં અને એ તો અહીંથી નીચે ગબડી પડીએ તો મરી જ જઈએ ને ? એમાં એવો વિચાર કરીએ છીએ કે આમ પડીએ તો શું થાય ?
પ્રશ્નકર્તા : જો કોઈનું નિશ્ચયબળ તૂટ્યું, તો એ ‘વ્યવસ્થિત’ કહેવાય ? એને શું કહેવું ?
દાદાશ્રી : ‘પોતાનો પુરુષાર્થ મંદ છે' એમ કહેવાય. પ્રશ્નકર્તા : આમાં ‘વ્યવસ્થિત’ ના આવે ?