________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૩૩૩ એમ લાગતું હોય કે કેમનું થશે, પણ આ વિજ્ઞાન કલાકમાં તો શું નું શું કરી નાખે !!! જેવો જ્ઞાની પર તમને ભાવ આવે, તેવું તેના પરિણામનું પ્રમાણ વધતું જાય. એટલે આ છોકરાઓને મેં કહ્યું કે તમારું એક્સેપ્ટ કરીએ પણ તમારે લાલબત્તી રાખવાની. કારણ કે એમને હજી જવાનીની શરૂઆત થઈ નથી. અત્યારે એમને મારી પર જેટલું લક્ષ રહે છે, એટલું લક્ષ જવાનીમાં રહે ને જવાની પસાર થઈ જાય તો એમને વાંધો નહીં આવે. પણ જો લક્ષ બદલાયું તો વાંધો આવ્યો સમજજો. પછી તો પાડી હઉ નાખે. એટલે એમને આ લાલબત્તીઓ ધરીએ. કૃપાપાત્ર થઈ ગયેલાં હોય તો વિષય જીતી જાય, છતાં ય લાલબત્તી ધરવી પડે. લાલબત્તી ધરીએ નહીં તો એ લોકો ગાડી વહેતી મૂકી દે અને આ કર્મ તો તીર્થંકરોને ય નચાવ્યા, તો આમનું તો શું ગજું ?
આ છોકરાઓને હું કહું છું કે તમે આ જાગૃતિમાં રહો છો, પણ તમારે હજુ રીજ પોઈન્ટ આવવાનું છે. તમારે તો હજુ જવાની પણ ખીલી નથી. એટલે બહુ મુશ્કેલીઓ આવશે. છતાં આરપાર નીકળી જવાય એવો રસ્તો મેં દેખાડ્યો છે અને એ રસ્તે જ જાય તો આરપાર નીકળી પણ જાય, આવું વિઝન તો કોઈને ય ના હોય. કારણ કે આ બાજુનું, આ શરીરનું વિચાર્યું જ ના હોય ને ? આ તો બસ, ‘હું જ છું.' તેથી તો પોતાના દોષ કોઈને નહીં દેખાતા. જ્યાં ધૂળ દોષ જ નથી દેખાતા ત્યાં, વિષય સામે જાગૃતિ તો, કેવી સૂક્ષ્મમાં સૂક્ષ્મ જોઈએ ?! એ શી રીતે આવે ? એટલે કોઈએ આ કેક્યુલેશનમાં જ લીધું નથી ને !
આ આપણો સત્સંગ, આ વાતો, ક્યારેય પણ સાંભળવામાં ના આવે એવી વસ્તુ છે. આ તો બુદ્ધિની પારનો સત્સંગ કહેવાય. બધે તો બુદ્ધિનો સત્સંગ હોય.
..આનંદની અનુભૂતિ ત્યાં ! ‘અક્રમ વિજ્ઞાનમાં મેં કશો ફેરફાર કર્યો નથી. પણ ‘અક્રમ વિજ્ઞાનને માણસો પહોંચી શક્યા નહીં, અનાદિથી પેલામાં જ ટેવાયેલા લોકો. નહીં તો ઠેઠનું કામ થાય એવું આ વિજ્ઞાન છે. અક્રમ વિજ્ઞાનને
૩૩૪
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય ક્યારે પહોંચી વળે ? કે વિષય ઉપર વૈરાગવાળો માણસ હોય અને તેને અક્રમ વિજ્ઞાન’ મળે, પછી તો એનું કલ્યાણ જ થઈ ગયું ને ?! વિષય જ જેને ગમતા નથી, એ ઊંચી સ્થિતિ કહેવાય છે. જૈનોમાં ય જે ઊંચી સ્થિતિએ પહોંચેલા માણસો હોય, તે જ વૈરાગ લે છે. એમને તો નાનપણથી જ કશું ગમે નહીં. એમને તો વિષયની વાત સાંભળતાં જ અરેરાટી છૂટી જાય. ડેવલપ કુટુંબની વીસ-વીસ વર્ષની છોકરીઓ હોય છે, વીસ-વીસ વર્ષના છોકરાઓ હોય છે, એમને વિષયની વાત કરીએ છીએ તો, તેમને તો અરેરાટી છૂટી જાય છે. આ બ્રહ્મચર્ય વ્રત લીધા પછી એ આનંદ એમને જતો ય નથી, પાર વગરના આનંદમાં રહે. કારણ કે મૂળ વિષય કે જેના આધારે જગત ઊભું રહ્યું છે, જેના આધારે ધ્યાન ફ્રેકચર થઈ જાય છે, તે આધાર જ એમને નથી રહેતો. એક જ ફેરો અબ્રહ્મચર્યનો ભાવ ઉત્પન્ન થાય, તે ત્રણ-ત્રણ દહાડા સુધી ધ્યાન ના થવા દે. પછી શી રીતે આત્માનું મૂલ્ય સમજાય ? અને આ બ્રહ્મચર્ય વ્રતવાળાને તો આ જ્ઞાન છે એટલે આત્માનો આનંદ તો પામ્યા, પણ એ આનંદ આ વ્રતને લઈને ટકી રહ્યો છે. પછી એ આનંદ ખસતો જ નથી. આ લોકો બારબાર મહિનાનું વ્રત લઈને પછી આ અનુભવ કરી જાય છે. પાછાં મને આવીને શું કહી જાય છે કે દાદા, અમે જે આનંદ ભોગવી રહ્યા છીએ, એ અજાયબ આનંદ છે. એક ક્ષણ પણ કશું થતું નથી. કહેવું પડે !! આટલી બધી બ્રહ્મચર્યની લાગવગ છે, એવી તો મને ય ખબર નહીં.
પ્રશ્નકર્તા : આપની પાસે પણ એ જ હતું ને ?
દાદાશ્રી : ના, પણ તે મને આટલી ખબર નહીં કે આ લાગવગ આટલી બધી છે. હું જાણું નહીં કે આ છોકરાને આટલો બધો આનંદ વર્તે અને તે પણ બ્રહ્મચર્યને લઈને !!! કારણ કે જ્ઞાન તો બધાને આપેલું છે અને આત્માનો આનંદ પણ ઊભો થયેલો છે, પણ હવે એ આનંદને કોણ સ્પર્શ થવા નથી દેતું ? વિષયભાવ, પાશવતા.
પ્રશ્નકર્તા : આ બહારવાળાઓ જે બ્રહ્મચર્ય પાળે, એમને આવો આનંદ થાય નહીં ને ?
દાદાશ્રી : એમને આત્માનો આનંદ ના થાય. એમને તો પૌગલિક