________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૩૧૯
રહેવું ના જોઈએ. એ ‘ટચ’ના રહેવો જોઈએ. એમણે એમનાં જેવાં બ્રહ્મચારીના જ ટચમાં રહેવું જોઈએ. એટલે એમની એ વાત તો ખરી જ છે ને, કે બધા ભેગા થઈને રહે ?
પ્રશ્નકર્તા : પણ અબ્રહ્મચારીઓની સાથે જ રહીને જ્યારે બ્રહ્મચર્ય વ્રત પાળે તો જ ખરું છે ને ? એ જ એને ટેસ્ટ છે ને ?
દાદાશ્રી : નહીં. એવું અમારાથી ના કહેવાય અને એ કાયદો નથી. પ્રકૃતિનો કાયદો ના પાડે છે. એટલો બધો ટેસ્ટેડ માણસ, એ તો પછી ભગવાન જ કહેવાય ને ?
પ્રશ્નકર્તા : આ તો બધું ટોળું ભેગું થઈ જશે પછી.
છે. ‘વ્યવસ્થિત’નો નિયમ ખરો ને ? આગળ જે બ્રહ્મચર્યનું કાર્ય કરતો આવે કે પૈણી પણ જાય. એટલે આ
દાદાશ્રી : એમ ને એમ કંઈ થાય ? આની પાછળ ‘વ્યવસ્થિત’ આ ‘વ્યવસ્થિત’ કેવું છે કે રોજ અહીં ને ત્રણ દહાડામાં ‘વ્યવસ્થિત’ એવું ‘વ્યવસ્થિત’ છોડે એવું નથી. એટલે
હોય
મારી પાસે ચોગરદમનો હિસાબ છે. માટે એવો કશો ભો રાખશો નહીં. ‘વ્યવસ્થિત’ ઉપર છોડી દો ને ! ‘વ્યવસ્થિત’ની બહાર કશું નથી થવાનું. એટલું તો તમને ખાતરી થઈ છે ને ? ‘વ્યવસ્થિત’ ઉપર થોડી ઘણી તો ખાતરી થઈ છે ને ?
પ્રશ્નકર્તા : પૂરેપૂરી.
દાદાશ્રી : આપણા માર્ગમાં આ આશ્રમ જેવું કશાની જરૂર જ નહીં. પણ આ તો આ બ્રહ્મચારીઓ થયા છે, તેથી આમને જરૂર. બાકી આપણા જ્ઞાનમાં તો મકાનની ય જરૂર નહીં ને કશાયની જરૂર નહીં. જ્યાં હોય, ત્યાં સત્સંગ કરવાનો ને ના હોય તો બહાર બગીચામાં ઝાડ નીચે સત્સંગ
કરવાનો. પણ આ તો આ બ્રહ્મચર્યના પાળનાર થયા, એટલે આ પ્રશ્ન ઊભો થયો કે ‘બ્રહ્મચર્ય પાળવું' એ ઘરમાં રહીને કોઈ માણસ પાળી શકે નહીં. એ તો બ્રહ્મચારીઓનું જૂથ જુદું જ હોવું જોઈએ.
પ્રશ્નકર્તા : એમને વાતાવરણની જરૂર છે ?
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય દાદાશ્રી : હા, વાતાવરણની જ જરૂર છે. વાતાવરણથી જ બ્રહ્મચર્ય પાળી શકાય છે. અને અબ્રહ્મચર્યનું પણ મુખ્ય કારણ વાતાવરણ જ છે. બાકી આત્મા તેવો નથી, આ તો બધી વાતાવરણોની અસરો છે. એટલે બ્રહ્મચર્ય એ સાયકોલોજિકલ ઇફેક્ટ છે અને અબ્રહ્મચર્ય એ પણ સાયકોલોજિકલ ઇફેક્ટ છે. પણ અબ્રહ્મચર્યની સાયકોલોજિકલ ઇફેક્ટ બહુ કાળની ગાઢ થઈ ગયેલી છે, એટલે એને ખબર ના પડે કે આ સાયકોલોજિકલ ઇફેક્ટ છે.
૩૨૦
બ્રહ્મચર્ય વિતા ન જવાય મોક્ષે કદિ !
આજથી ચાલીસ વર્ષ પહેલાં, મને ના પૈણેલાં એક માણસ મળ્યા. એને સ્ત્રી મળેલી નહીં. પહેલાં એવો જમાનો હતો કે સ્ત્રી વગરના ય મળે. તે પછી મેં એને કહ્યું કે, ‘વિષયમાં સુખ ખરું ?’ ત્યારે કહે છે, ‘એનાં જેવું સુખ જ કોઈ જગ્યાએ નથી.’ અલ્યા, તને સ્ત્રી છે નહીં, તું શું કરવા આમાં સુખ માની બેઠો છું ? કોઈક દહાડો જમવાનું મળ્યું હોય, તેમાં એનો અભિપ્રાય રહ્યા કરે, એના કરતાં એ અભિપ્રાય જો ફરી જાય તો વાંધો નથી. એ અભિપ્રાય રહે એ ભયંકર ગુનો છે. આ વિષય તો ખરાબમાં ખરાબ વસ્તુ છે, એવો અભિપ્રાય નિરંતર રહે તો તમારો આજનો ગુનો થોડો ઘણો ચૌદ આની જેટલો માફ થાય. પણ જેને એવો અભિપ્રાય વર્તે છે કે આ વિષયમાં કશો વાંધો નથી, એ બિચારો માર્યો જ ગયો ! શાથી માર્યો જાય કે એને હજી અભિપ્રાય છે કે આમાં કશો વાંધો નથી.
આ બ્રહ્મચારી છોકરાઓ મને કહી જાય છે કે હજુ તો અમને આવાં મહીં ખરાબ વિચાર આવે છે ને આ બધું આવે છે. ત્યારે મેં કહ્યું કે આનું પ્રતિક્રમણ કરજો, પણ આનો બહુ અજંપો ના કરશો. કારણ કે ભગવાન તો શું કહે છે કે અબ્રહ્મચર્યનો અભિપ્રાય છે કે બ્રહ્મચર્યનો ? બ્રહ્મચર્ય પાળવું સારું છે કે નહીં ? ત્યારે કહે છે કે બ્રહ્મચર્ય અમને તો નહીં પોષાય, તો એને એક બાજુએ બેસાડે છે અને જે કહે છે કે અમને અબ્રહ્મચર્ય સહેજ પણ નહીં પોષાય, એને બીજી બાજુએ બેસાડે છે. એમ બે જ ભાગ પાડે છે. તમને બ્રહ્મચર્યનો અભિપ્રાય વર્તે છે એટલે તમે બ્રહ્મચર્ય વિભાગમાં બેઠા.