________________
૩૧૪
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૩૧૩ દાદાશ્રી : હાથ ઝાલે એટલે ! આપણે એકલાં હોઈએ ને હાથ ઝાલે ત્યારે ફટાકા ના મારે તો જાણવું કે ચારિત્રબળ આવ્યું. આ તો ફટાક, ફટાક, ફટાક...
ત થાય દબાણ બ્રહ્મચર્યમાં.... આ બધા છોકરાઓ બ્રહ્મચારી રહેવાના. મેં તેમને કહ્યું કે પૈણો. ત્યારે છોકરાઓ કહે છે કે, “ના, અમારે બ્રહ્મચારી રહેવું છે.' હવે, અમારાથી એમને પૈણવા માટે દબાણ પણ ના કરાય. કારણ કે એમણે પૂર્વે ભાવના ભાવેલી હોય. દબાણ કરવું તે ય ગુનો છે અને પૈણતો હોય તેને ના પૈણવાનું કહે તે ય ગુનો છે.
પ્રશ્નકર્તા : તમને એવું લાગે કે આને પૈણવાની જરૂર છે. તો તમે એને કહો ?
દાદાશ્રી : ખુશીથી. હું તો એને કહ્યું કે તું બે પૈણ.
પ્રશ્નકર્તા : ના, એમ નહીં. તમને જ્ઞાનદ્રષ્ટિથી દેખાય ? તમે જુઓ કે આને પૈણવાની જરૂર છે એવું ?
દાદાશ્રી : ના, જ્ઞાનદ્રષ્ટિથી હું કશું જોઉં નહીં. એવો વખત હું બગાડું નહીં અને જ્ઞાનદ્રષ્ટિ એવી વાપરવા જેવી પણ નથી. એનો અર્થ શું થયો કે ભવિષ્ય જોવાની ટેવ પડી અને ભવિષ્ય જોવાની જેને ટેવ પડે, એ તો બાવો કહેવાય. પછી અહીં પણ લોક પૂછવા આવે કે મારે છોકરાને ઘેર છોકરો થશે કે નહીં થાય ? એટલે એ ભાંજગડમાં અમે પડીએ નહીં. મને તો લોક પૂછવા આવે તો હું કહું કે ભવિષ્યનું તો હું જાણતો જ નથી. ‘કાલે મારું જ શું થશે ?” એ હું જાણતો નથી ને !
રાજા-રાણીતા છૂટાછેડા, પૈણતાં પહેલાં ! એક ભઈ આવેલો કહે છે, ‘હું પૈણીશ નહીં.” પછી બે-ત્રણ વર્ષ બ્રહ્મચર્ય પાળ્યું. પછી એક દા'ડો છોડીને લઈ આયો. ત્યારે કહે, ‘દાદાજી, અમારે બેના લગ્ન થાય એવી આ તમે વિધિ કરી આપો.’ ‘અલ્યા,
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય બ્રહ્મચર્ય લેવાનું હતું. આ શું કરું છું તું ?” ત્યારે એ લોકોએ શું કહ્યું?
પ્રશ્નકર્તા : દાદાજીના બોલતાંની સાથે જ તે જ ક્ષણે કહે છે, “તમે કહો તો આજથી છૂટા.”
દાદાશ્રી: તમે ફરી હવે બેઉની બ્રહ્મચર્યની વિધિ કરી આપો.' કહે છે. ‘લે, અલ્યા, મૂઆ પૈણ ચડેલું ઊતરી શી રીતે ગયું ?” કે દા'ડાનું પૈણ ચડેલું હોય. આપણે ચા પીવાનો વિચાર કરીને ગયા હોય તો ય ચાનો વિચાર એકદમ બંધ ના થઈ જાય અને આ તો કહે છે, “અમને બ્રહ્મચર્યની વિધિ કરી આપો.’ ‘બેઉ ખરાં ફૂટી ગયા.' મેં કહ્યું, ‘હવે નથી પૈણવું ? અલ્યા, પૈણોને ! મને વાંધો નથી. મારે શો વાંધો હોય ?” તમે તો પહેલાં ના કહી ગયેલા. એટલે તમને ચેતવું કે ‘ભાઈ, ના કહેતો હતો, વળી પાછો વેપાર શું કરવા માંડે છે ?” પણ છતાં અમે વાંધો કશો ના કરીએ. કો'કની છોડીને ભાગ્ય ખીલ્યું હોય બિચારીનું, એણે છે તે પીપળા પૂજ્યા હોય. આવો ભણેલો ધણી ક્યાંથી મળે ? કેટલાંય પીપળા પૂજ્યા હોય !
પ્રશ્નકર્તા : અહીં તો આખું છૂટવાનું વિજ્ઞાન શીખવાનું છે અને પછી પેલું ફરી ફસામણમાં તો જવાય જ નહીં ને ! એ તો આ આખો પરિચય કેળવીને પેલામાંથી કાયમની મુક્તિ મળે એવી આરાધના અહીં માંગીએ છીએ.
દાદાશ્રી : આ બધું સમજી ગયેલાં છે લોકો. બહુ પાકાં થઈ ગયા છે, હોં ! હું તો નાણું-તપાસી જોઉં, કાચા છે કે નહીં ?! નથી નીકળતા કાચા. આ ય કાચો નહીં પડતો. ‘કાચો છે', ખબર પડે તો, તરત અહીં આગળ પેલા જૈનની છોડી હોય તો વળગાડી દઈએ !
પ્રશ્નકર્તા : અહીં તો વિષયનું તો ખરું, એ બાજુ તો જવા જેવું જ નથી. પણ બીજા કંઈ દોષો થતા હોય મોક્ષમાર્ગને બાધક, ત્યાંથી ભૂલેચૂકે એ દોષોમાં સ્લીપ ના થવાય, એ આખું મજબૂત કરી લેવાનું છે.
દાદાશ્રી : ત્યાં તો દોષ ચાલે જ નહીં ને ! પોપાબાઈનું કંઈ રાજ એવું છે ?! તમારા જેવા મોટી ઉંમરનાને સેફસાઈડ થઈ ગઈ. કારણ કે તમને કોઈ હરકત કરનારું રહ્યું નહીં ને ! આમને તો હજુ કેટલાં જોખમો આવશે ?!