________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૩૦૯ એટલે એમને નીંદવું પડતું નથી. એટલે ઊંઘમાં ય બ્રહ્મચર્ય ચાલ્યા કરે છે.
તૂર ઝળકે બ્રહ્મચર્યનું ! સાચું બ્રહ્મચર્ય તો એનું નામ કહેવાય કે મોઢા પર જબરજસ્ત નૂર હોય. બ્રહ્મચારી પુરુષ તો કેવો હોય ? આ છોકરાઓમાં ક્યાં તેજ દેખાય છે? કારણ કે આ બધા “ઓવર ડ્રાફટવાળા’ છે. એટલે જેટલી બેન્કોએ ધીરેલું એટલું બધું ય લઈને આવેલા છે. તે અત્યારે જે બ્રહ્મચર્ય પાળે છે, તે ઊલટું બેન્કોમાં ભરી ભરીને થાકે છે. હજુ તો બેન્કોમાં ‘પાર વેલ્યુ” નથી થઈ. “પાર વેલ્યુ થયા પછી મોઢાં પર લાઈટ આવશે. એ લાઈટ આવતાં આવતાં તો ઘણો ટાઈમ લેશે. છતાં ય આમને ચોવીસે ય કલાક જાગૃતિ રહે છે. કારણ કે આત્મા પ્રાપ્ત થયો છે, એટલે આત્માની જાગૃતિવાળા છે. પાછું આ બ્રહ્મચર્ય માટેની પણ જાગૃતિ જોઈએ. વખતે આત્માની બાબતમાં જાગૃતિ ના હોય અને જરા ઝોકું આવી જાય તો ચાલે, પણ બ્રહ્મચર્ય માટે તો જરા ય ઝોકું ખાય તો ચાલે જ નહીં ને ! ચોગરદમ સાપ પેસી ગયેલા દીઠા, તેમને ઊંઘ આવે નહીં. જેમણે નથી જોયા, તે ઊંઘી જાય. સાપ જોઈ લીધા પછી શી રીતે ઊંઘે ?
- આ છોકરાઓ દીક્ષા લેવાની ભાવનાવાળા છે. પોતાનો મોક્ષ તો મહીં થઈ ગયેલો હોય. એટલે એ તો ખોળવાની ઇચ્છા જ ના હોય ને ?! પોતાનો મોક્ષ થયો હોય તો જગતકલ્યાણ કરવાની ભાવના થાય, નહીં તો પોતાનું જ કલ્યાણ ના થયું હોય, ત્યાં જગતકલ્યાણ કરવાની ભાવના શી રીતે થાય ? એટલે આ બ્રહ્મચારીઓ બધા શું કહે છે કે, ‘અમારું તો કલ્યાણ થઈ ગયું, હવે અમારે જગતનું કલ્યાણ કરવું છે, તો અમારે શું કરવું જોઈએ ?” ત્યારે મેં એમને કહ્યું, ‘હવે પૈણી લો. ત્યારે એ કહે છે કે, “ના, અમારે પૈણવું તો છે જ નહીં. જગતનું કલ્યાણ કરવા માટે પૈણવાથી વચ્ચે હરકત થાય એવું છે.' ત્યારે મેં તેમને કહ્યું કે, ‘તો તું બ્રહ્મચર્ય પાળ, તો તું જગતનું કલ્યાણ કરી શકીશ.”
બેમાં કયું ઊંચું? પ્રશ્નકર્તા : આવડાં છોકરા બ્રહ્મચર્યમાં શું સમજી શકે ? બ્રહ્મચર્ય
૩૧૦
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય તો અમુક ઉંમર પછી આવે ને ?
દાદાશ્રી : ના, આ લોકો તો બ્રહ્મચર્યનું ખરું સમજી ગયા છે ! એવું છે ને, કે આ તો આપણને એવું લાગે છે, પણ તેર વર્ષ પછી એ બ્રહ્મચર્યનું સમજતો થાય. કારણ કે તેર વર્ષનો થાય, ત્યારથી ઈમોશનલ થયા વગર રહે જ નહીં. પછી એ મોશનમાં રહી શકે નહીં.
પ્રશ્નકર્તા: હવે બે પ્રકારનાં બ્રહ્મચર્ય છે. એક, અપરિણિત બ્રહ્મચર્ય દશા ને બીજો પરણીને પાળતો હોય, તેમાં ઊંચું કર્યું?
દાદાશ્રી : પરણીને પાળે તે ઊંચું કહેવાય. પણ પરણીને પાળવું મુશ્કેલ છે. આપણે ત્યાં કેટલાંક પરણીને બ્રહ્મચર્ય પાળે છે, પણ તે ચાલીસ વર્ષ પછીના છે.
પ્રશ્નકર્તા : તો પછી પરણ્યા વગરનું બ્રહ્મચર્ય પળાય છે, તે ‘અનટેસ્ટેડ’ થયું ના કહેવાય ?
દાદાશ્રી : ના. એ ‘અનટેસ્ટેડ’ નથી. એને પોતાને જ પૈણવામાં રુચિ ના હોય, તેને કોઈ શું કરી શકે ? પૈણવામાં જ રુચિ ના હોય, તેને આપણાથી જબરજસ્તી કેમ કરાય ? જબરજસ્તી કરાય ખરી ? હું તો દરેકને શું કહું છું કે તમે બે પૈણો, મોક્ષને માટે તમને વાંધો આવશે નહીં. મારું જ્ઞાન આપેલું છે, તે જ્ઞાન જ તને મોક્ષે લઈ જાય એવું છે, પણ ખાલી અમારી આજ્ઞા પાળજે.
આ પૈણવું એ તો જોખમ જ છે ને ! પણ છેલ્લાં અવતારમાં છેલ્લાં દસ-પંદર વર્ષ સુધી જુદું રહેવું પડે; ત્યારે આ લોકો પહેલેથી રહે છે, આમાં શું ખોટું કરે છે ?! જેનાથી પહેલેથી જુદું ના રહેવાય, તેના માટે આ રસ્તો છે કે પૈણો. બીજું શું થાય ? અને એવો કાયદો હોય જ નહીં કે પૈણેલાનો મોક્ષ ના થાય અને ના પહેલાનો મોક્ષ થાય. ઊલટું આ ચારિત્રવાળાનો મોક્ષ થાય. પૈણેલાને ય છેવટે દસ-પંદર વર્ષ છોડવું પડશે. બધાંથી મુક્ત થવું પડશે. મહાવીર સ્વામી પણ છેલ્લાં બેંતાલીસ વર્ષ મુક્ત થયા હતા ને ! આ સંસારમાં સ્ત્રી સાથે તો પાર વગરની ઉપાધિ છે. જોડું થયું કે ઉપાધિ વધે. બેનાં મન શી રીતે એક થાય ? કેટલી વાર મન એક થાય ?