________________
૩૦૬
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય આવડવું જોઈએ ! એક જ વારમાં સહેજ ભૂલ હોય, તો પંખાને દબાવ દબાવ કરો તો ય પંખો ના ફરે. માટે ફયુઝ બદલી લો ! તારમાં તો બહુ બગડી જવાનું નથી, કો'ક ફેરો સડી જાય છે, પણ ફયુઝ બદલવો પડે. આ તો કામ કાઢી લેવા જેવો અવસર આવ્યો છે.
આ પતંગનો દોર તમને હાથમાં સોંપ્યો ! હવે પતંગ ગુલાંટ ખાય તો આમ દોર ખેંચજો. આ તો પતંગનો દોર હાથમાં નહોતો, ત્યાં સુધી પતંગ ગુલાંટ ખાય તો આપણે શું કરવાના હતા ? આ તો હવે પતંગનો દોર હાથમાં આવ્યો પછી વાંધો નહીં.