Book Title: Bhramcharya Purvardha
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 181
________________ સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય ૩૦૩ ૩૦૨ સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય નાદાર થઈ ગયો છે, હવે ફરી નાદાર ના થઈશ ! તમને કહ્યું છેને, ફાઈલ નંબર વન, ફર્સ્ટ નેબર છે. તો આપણે આજ્ઞામાં રહેવું એ જ ધર્મ છે. દાદા' કહેતાં જ દાદા હાજર !!! પ્રશ્નકર્તા : આપની હાજરીમાં આ બધું એકદમ ચોખ્ખું થઈ જાય એવા બધાંને આર્શીવાદ આપજો. દાદાશ્રી : આશીર્વાદ અમે એવાં આપીએ છીએ. પણ આ તો ચોખ્ખું કરે તો ને ! પ્રશ્નકર્તા : ચોખ્ખું કરી નાખીશું. આપણે તો આપણું કામ કાઢી લેવાનું છે. આની પૂર્ણાહુતિ માટે જ શરીર ઘસી નાખવાનું છે ! જો આ કર્મો ખપાવેલાં હોત ને આ જ્ઞાન મળે તો એક કલાકમાં જ એનું કામ પૂર્ણ થઈ જાય. પણ આ તો કર્મ ખપાવેલાં નથી, રસ્તે જતાંને જ્ઞાન આપ્યું છે ! એટલે મહીં કર્મના ઉદય ફરે છે ત્યારે બુદ્ધિનું અજવાળું ફેરવી દે છે, તે ઘડીએ ગૂંચાય. હવે ગૂંચાય ત્યારે ‘દાદા’ ‘દાદા' કર્યા કરવું ને કહીએ, ‘આ લશ્કર ગૂંચવવા આવ્યું છે.' કારણ કે હજુ એવાં ગૂંચવનારા મહીં બેઠા છે, માટે ચેતતા રહેજો. ને તે વખતે ‘જ્ઞાની પુરુષ'નો આશરો જબરજસ્ત રાખજો. મુશ્કેલી તો કઈ ઘડીએ આવે, તે કહેવાય નહીં ! પણ તે ઘડીએ ‘દાદા'ની સહાય માગજો, સાંકળ ખેંચજો તો ‘દાદા’ હાજર થઈ જશે ! હવે તો એક પળ ગુમાવવા જેવી નથી. આવો અવસર ફરી ફરી નહીં આવે, એટલે કામ કાઢી લેવું જોઈએ. એટલે અહીં જો જાગૃતિ રાખી તો બધાં કર્મો ભસ્મીભૂત પામશે ને એક અવતારી થઈને મોક્ષે ચાલ્યો જઈશ. મોક્ષ તો સરળ છે, સહજ છે, સુગમ છે. ધ્યેયીતે ધરે હાથ દાદા સદા ! હું તમને હેલ્પ કરું છું, બાકી ડિસીઝન તમારે લેવાનું. તમારે બધાંએ ફાધર-મધર અને છોકરાંઓએ સમાધાનકારક થઈને ડિસીઝન લેવાનું. તમારે બધાંને સમાધાનકારક આવે એવું તમે ડિસીઝન લો, પછી અમે હેલ્પ કરીએ. તમે જે લાઈનમાં હો, એ લાઈનમાં હેલ્પ કરીએ. એક પૈણ્યા હોય તો ય અમને વાંધો નથી અને ના પૈણો તો ય વાંધો નથી. પણ તમારું બધાનું ડિસીઝન સમાધાનપૂર્વકનું હોવું જોઈએ. નહીં તો પછી બધાંની અમારા તરફની બૂમ આવે અને જે માણસને અમારા માટે બૂમ આવે, તો એ માણસને અમારા માટે અભાવ આવે તો એનું અવળું થાય. એટલાં માટે હું આ કશામાં પડતો નથી. સામાનું અવળું થાય, એમાં જવાબદારી મારી છે. મારા પર સહેજ અભાવ આવે તો એને શું થાય ? એટલે અમે અમુક કાયદેસર જ રાખીએ. કાયદેસરની બહાર અમે પડીએ નહીં. કાયદાની બહાર અમે ચાલીએ નહીં. એનાં જે લૉ એ લૉ, એમાં જ રહેવું પડે. મન-વચન-કાયા, ભાવકર્મ-દ્રવ્યકર્મ-નોકર્મ; બધું દાદાને અર્પણ કરીને ‘હું અનંત શક્તિવાળો છું, હું અનંત બ્રહ્મચર્ય શક્તિવાળો છું” એવું બધું આપણે બોલાય. કારણ કે આ વિષયમાંથી પાર નીકળવું, આ ઉંમર પસાર કરવી એ બધું બહુ વહયું છે. દાદા તો, તમારે આમ જવું હોય તો આમ મદદ કરે અને આમ પૈણવું હોય તો પૈણવામાં મદદ કરે. દાદાને કશું આમાં લેવાદેવા નહીં. તમે તમારે નક્કી કરો ! તમારામાં શું માલ ભરેલો હોય એ ? હું ક્યાં ઊંડો ઊતરું અને મને એવો ટાઈમે ય ના હોય. એટલે તમારી દુકાનનો માલ તમારે જાણવાનો. એટલે બધાંએ પોતાની મેળે સમજી લેવાનું. હું શું કહું છું કે પૈણજો, તો ય આપણો કંઈ મોક્ષ જાય એવો નથી. ના પૈણવું હોય તો આ નિશ્ચય મજબૂત કરો અને આમાં સ્ટ્રોંગ રહો. બેમાંથી એક તરફની એક્ઝક્ટનેસ ઉપર આવી જવું જોઈએ. નહીં તો બાકી બધી તો અથડામણ થશે. વિચારો આવે, તે વિચારો બધા જોવાં. વિચાર તો ખરાં-ખોટાં આવે જ ! જે ભર્યા છે એ આવે, ને આવે છે તો એ એટલાં જતાં રહે, ચોખું કરીને જાય છે. એટલે વિચાર ખરાબ આવે તો ગભરાવું નહીં. આ પહેલાં તો બ્રહ્મચર્ય નહોતું, જ્ઞાન નહોતું ત્યારે દરેક ખરાબ વિચાર જોડે તન્મયાકાર થઈને તે પ્રમાણે કરતો હતો ને ? અત્યારે તન્મયાકાર થાય નહીં અને ખરાબ વિચાર આવે એટલું જ. પણ તે આપણે જોવા ને જાણવા. ખરાબ ને સારું-ખોટું ભગવાનને ત્યાં નથી. એ બધું ડિસ્ચાર્જ થયા કરે છે.

Loading...

Page Navigation
1 ... 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217