________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૨૯૫ ઘાલીએ ? નહીં તો એવું જો જેલમાં ઘાલી દેવાના થાય તો, અમારે કેટલાં જણને જેલમાં ઘાલી દેવા પડે ? બધાંને ઘાલી દેવાં પડે.
[૧૬] લપસતારાંઓને, ઊઠાડી દોડાવે....
માથે રાખો જ્ઞાતીને, ઠેઠ સુધી પંદર વર્ષ જેલમાં ઘાલ્યા હોય તો શું કરીશ ? ‘દાદાની જેલમાં જ છું', કહીએ. કંઈ શૂરાતન રાખને ! શૂરાતન ! એક અવતાર. મોક્ષે જવું છે આ તો. બાકી બધે ભાંગફોડો આની આ જ ચાલી છે ને ! ‘આમાં શું સુખ છે' અને આ એક વાડ તું ઓળંગીશ, આ મારા કહ્યા પ્રમાણે, પછી છૂટો થઈ જઈશ. એક જ વાડ ઓળંગવાની જરૂર છે. દાદા હાજર રહે છે કે નહીં રહેતા તને ? તારે પછી દાદા હાજર રહે છે, પછી આપણને શું દુ:ખ ? બળ્યા, આમાં તે ક્યાં એવાં સુખ હતા, આટલું બધું પકડાઈ ગયો છું ! દાદા તો બધી રીતે રક્ષા કરે એવાં છે આ, આ આમનો મૂળ આડાઈનો સ્વભાવ છે ને, તે છૂટતો નથી ને ! સ્વપ્નામાં આવે, ત્યારથી કલ્યાણ થઈ ગયું. સ્વપ્નામાં એમ ને એમ તો કોઈ વસ્તુ આવે કે ! એટલે આ દુનિયાનું જે થવાનું હોય તે થાય, પણ આ દાદાને છોડવાનાં નહીં અને દાદાની આજ્ઞા આ એક પાળી દેવાની અને વશ થઈ જશે બધું. અને નહીં તો તારે પૈણવું હો તો કહેને, વાંધો નહીં. કરી આપીશ પછી રસ્તો.
આશામાં ના રહેવાય, તેથી અમે કંઈ ઓછા જેલમાં કોઈને
- તમારે તો ‘લપસી પડવું નથી’, એવું નક્કી કરવાનું ને લપસી પડ્યા તો પછી મારે માફ કરવાનું. તમારું મહીં વખતે બગડવા માંડે કે તરત મને જણાવો. એટલે એનો કંઈક ઉકેલ આવે ! કંઈ એકદમ ઓછું સુધરી જ જવાનું છે ? બગડવાનો સંભવ ખરો ! આ દરેક નવા મકાન બાંધે, તો એમાં ડિફેક્ટ નીકળે કે ના નીકળે ? મારા જેવાંને કશું કામ કરવાનું હોય નહીં, એટલે ભૂલ કાઢવાની હોય કશી ? જે બધાં કંઈક કામ કરે એમની ભૂલ નીકળે. ખરાબમાં ખરાબ કામ થઈ ગયું હોય તો આપણે ‘દાદાજીને કહી દઈએ, તો મન જાણે કે, ‘આ તો ભોળો છે, તે બધું કહી દે છે. માટે હવે ફરી આપણે કરવું નથી. આની જોડે આપણને પોષાય નહીં.’ એટલે મન પછી છટકબારી ખોળે નહીં. પહેલાં તો હું જે થયું હોય તે “ઓપન’ કરી દેતો. એટલે મનને શું થાય મહીં ? મૂંઝાયા કરે, અને નક્કી કરે કે ફરી આપણે આવું કરવું નથી.
પ્રશ્નકર્તા: ‘આ તો આપણી જ આબરૂ બહાર પડે છે' તેમ કહીને પછી મન ચૂપ થઈ જાય.
દાદાશ્રી : હા, મન સમજી જાય કે આ તો ‘આપણી આબરૂ ઉઘાડી કરી નાખે છે'. બહારના લોકો તો, એવું જાણે કે પોતાની આબરૂ જાય છે; જ્યારે આપણે જાણીએ કે આ તો મનની આબરૂ જાય છે ! જે કરે, એની આબરૂ જાય. ‘આપણી’ શાની આબરૂ જાય ? આવું કહી દઈએ તો મન ટાટું પડી જાય કે ના પડી જાય ? હંમેશાં અમારી આપેલી આજ્ઞામાં જ રહેવું સારું. પોતાના લેવલ ઉપર લીધું, તે સ્વછંદ ઉપર લઈ જાય છે. આ સ્વચ્છેદે જ લોકોને પાડી નાખેલા ને ! તેથી જ આ અમે આજ્ઞા આપીએ છીએ ને ?! સ્વછંદ એ મોટામાં મોટો રોગ કહેવાય કે ‘હવે મને કંઈ જ વાંધા જેવું નથી.’ એ જ વિષ છે !
જાણો ગુતાતા ફળને પ્રથમ ! પ્રશ્નકર્તા: ‘આ કાર્ય ખોટું છે, એ નથી કરવા જેવું.’ એ આપણને