________________
૨૭૬
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય ચૂક્યાનું ફળ તો એને તરત જ મળી જાય છે. એને દુઃખ તો થાય છે ને ? નહીં તો એ શોખની ખાતર કરતો હોય તો, એને આનંદ થાય.
પ્રશ્નકર્તા : આ વિષયની બાબતમાં પોતાનું ડહાપણ કેટલું ચાલે? દાદાશ્રી : જ્ઞાન મળ્યું હોય તો બધું ય ડહાપણ ચાલે.
પ્રશ્નકર્તા : જ્ઞાન મળ્યું હોય તો ય કેટલેક અંશે પ્રકૃતિ ભાગ તો ભજવે ને ?
દાદાશ્રી : ના. જ્ઞાનથી પ્રકૃતિ નિર્મળ થાય. વિષયમાં પોતાનું સહમતપણું ના હોય તો નિર્મળ થાય.
પ્રશ્નકર્તા વિષયમાં સહમતપણું નથી હોતું તો ય ખેંચાય છે.
દાદાશ્રી : એ ખેંચાય. એ ખેંચાય તે ય બધું જાણવું જોઈએ. અને સ્ટ્રોંગ નિશ્ચય કોઈ દહાડો કર્યો નથી.
પ્રશ્નકર્તા : કાયમ ચૂકાય નહીં એવું જોઈએ.
દાદાશ્રી : આપણો તો નિશ્ચય હોવો જોઈએ કે આમ આ અમારો નિશ્ચય છે. પછી કુદરત કરે, તે આપણા હાથના ખેલ નથી. એ સાયન્ટિફિક સરકમસ્ટેન્સિયલ એવિડન્સ છે, એમાં કોઈનું ય ના ચાલે.
પ્રશ્નકર્તા : એનો અર્થ તો એ થયો કે એવાં સંજોગો જ મારે ના ઊભા થાય. પણ એ કેમ બને ?
દાદાશ્રી : એવું બને જ નહીં ને ! જગત છે, સંસાર છે, ત્યાં સુધી એવું બની ના શકે. એવું બને ક્યારે ? કે તમે જેમ જેમ આગળ જતાં જશો એમ એવા સંજોગો ઓછા થતાં જશે, તેમ તેમ એ જગ્યાએ ભૂમિકા એની મેળે જ આવશે. જ્ઞાનીની ભૂમિકા એવી હોય, હે...ય... ને સેફસાઈડ હોય !! એમના સંજોગો બધા પાંસરા હોય.
પ્રશ્નકર્તા : એમનું વ્યવસ્થિત એવી રીતે ઘડાયું હોય ? દાદાશ્રી : હા, એવું ઘડાયું હોય. પણ તે એકદમ આમ ના બની
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૨૭૭ શકે. તમારા તો હજી ઘણાં માઈલો જશે, ત્યારે એ રોડ આવશે. બધે ય કંઈ ખેંચાણ થાય નહીં. તારે કેટલી જગ્યાએ ખેંચાણ થાય ? ‘સોમાંથી એંસી જગ્યાએ ખેંચાણ થાય ?
પૂર્વે ચૂકેલાં, તેનાં ફળ આ ! પ્રશ્નકર્તા : એ કેવું છે કે આમ દ્રષ્ટિ પડી કે અંદર ઊભું થાય, પછી દ્રષ્ટિ ના ગઈ તો કશું ય નહીં. પણ એક વખત આમ જોવાય તો અંદર પેલાં ચંચળ પરિણામ ઊભાં થાય.
દાદાશ્રી : દ્રષ્ટિ, એ વસ્તુ “આપણાથી જુદી છે. તો પછી દ્રષ્ટિ પડે, તેમાં આપણને શું થયું ? પણ આપણે મહીં ચોંટવા ફરીએ, ત્યારે દ્રષ્ટિ શું કરે બિચારી ?! આ હોળીને જો પૂજવા જઈએ છીએ, તો ત્યાં આપણી આંખ દાઝે ખરી ? એટલે હોળીને જોવાથી કંઈ આંખ દાઝતી નથી. કારણ કે આપણે ખાલી એને જોઈએ જ છીએ. એવી રીતે આ જગતમાં કોઈ જગ્યાએ આકર્ષણ થાય એવું જ નથી, પણ પોતાની મહીં જ જો વાંકું છે તો આકર્ષણ થાય !
પ્રશ્નકર્તા: બે જાતની દ્રષ્ટિ છે; એમાં એક દ્રષ્ટિ એવી છે કે આપણે જોઈએ કે ચામડીની નીચે લોહી-માંસ-હાડકાં છે, એમાં આકર્ષણ શું ? અને બીજી દ્રષ્ટિ એ કે એનામાં શુદ્ધાત્મા છે અને મારામાં શુદ્ધાત્મા છે. એ બેમાં કઈ દ્રષ્ટિ ઊંચી ગણાય ?
દાદાશ્રી : એ તો બેઉ દ્રષ્ટિ રાખવી પડે. એ શુદ્ધાત્મા છે, એ દ્રષ્ટિ તો આપણને છે જ. અને પેલી બીજી દ્રષ્ટિ તો જરા જો આકર્ષણ થાય તો જેમ છે એમ રાખવી જોઈએ, નહીં તો મોહ થઈ જાય.
પ્રશ્નકર્તા : હા, બરાબર છે. હું પણ શુદ્ધાત્મા ને એ પણ શુદ્ધાત્મા એવું હોય, તો બીજું જે આકર્ષણ છે તે રહેતું નથી.
દાદાશ્રી : ના રહે, પણ એટલી બધી જાગૃતિ ના રહે. જ્યારે આકર્ષણ થાય ત્યારે શુદ્ધાત્મા ભૂલી જાય. શુદ્ધાત્મા ભૂલે તો જ એને આકર્ષણ થાય, નહીં તો આકર્ષણ થાય નહીં. તેથી તો અમે તમને એવું