________________
૨૮૦
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય આકર્ષણ થાય એવું છે જ નહીં. પણ પુદ્ગલનો સ્વભાવ શાને કરીને રહેતો હોય, એવું હોય જ નહીંને કોઈ માણસને ! પુદ્ગલનો સ્વભાવ અમને તો જ્ઞાન કરીને રહે.
પ્રશ્નકર્તા : પુદ્ગલનો સ્વભાવ શાને કરીને રહે તો આકર્ષણ ના રહે, એ ના સમજાયું.
દાદાશ્રી : એટલે શું કે કોઈ સ્ત્રી કે પુરુષ ગમે તેવાં કપડાં પહેર્યાં હોય તો કપડા રહિત દેખાય, તે જ્ઞાન કરીને ફર્સ્ટ દર્શન. બીજું, સેકન્ડ દર્શન એટલે શરીર પરથી ચામડી ખસી જાય તેવું દેખાય અને થર્ડ દર્શન એટલે બધું જ અંદરનું દેખાડે એવું દેખાય. પછી આકર્ષણ રહે ખરું ? એવું તને રહે છે ?
પ્રશ્નકર્તા એવો અભ્યાસ દહાડે દહાડે વધતો જાય છે. દાદાશ્રી : ત્યારે સારું. એવો અભ્યાસ કરે, તે સારું કહેવાય.
આમ દ્રષ્ટિ નિર્મળ કરાય ! કોઈ સ્ત્રી ઊભેલી હોય તેને જોઈ, પણ તરત દ્રષ્ટિ પાછી ખેંચી લીધી. છતાં તે પછી દ્રષ્ટિ તો પાછી ત્યાં ને ત્યાં જ જતી રહે, આમ દ્રષ્ટિ
ત્યાં જ ખેંચાયા કરે એ ‘ફાઈલ’ કહેવાય. એટલે આટલી જ ભૂલ આ કાળમાં સમજવાની છે. પાછલી જે ફાઈલ ઊભી થઈ હોય, જરાક નાની અમથી પણ ‘ફાઈલ', કે જે આપણને આકર્ષણ કરે એવી હોય, એવી આપણને ખબર પડે કે આ ‘ફાઈલ” છે; ત્યાં આગળ ચેતતા રહેવું. હવે ચેતીને બીજું શું કરવાનું? જેને શુદ્ધાત્મા જોતાં આવડ્યો છે, એણે એના શુદ્ધાત્મા જો જો કરવાના. એનાથી એ આખું ય બધું ઊડી જાય.
પ્રશ્નકર્તા : સાથે સાથે પ્રતિક્રમણ ને પ્રખ્યાખ્યાન રાખવાનું ને ? દાદાશ્રી : હા, એ તો કરવું જ પડે ને !
પ્રશ્નકર્તા : આકર્ષણની ફાઈલ એ કંઈ ‘કન્ટીન્યુઅસ’ નથી રહેતી. પણ આ આકર્ષણ ઊભું થાય, જેમ અહીં લોહચુંબક હોય ને આ ટાંકણીનું
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૨૮૧ અહીંથી પસાર થવું ને ખેંચાઈ જાય, પણ તરત ખબર પડી કે ખેંચાઈ ગયું એટલે પાછું તરત ખેંચી લઈએ.
દાદાશ્રી : જે ખબર પડે છે એ આ ‘જ્ઞાનને લઈને ખબર પડે છે, નહીં તો બીજો તો બેભાન થઈ જાય. આ ‘જ્ઞાનને લઈને ખબર પડે છે એટલે પછી આપણે એનું પ્રતિક્રમણ કરવું પડે. પછી આપણે નિર્મળ દ્રષ્ટિ દેખાડવી જોઈએ. આપણામાં રોગ હોય તો જ સામો માણસ આપણો રોગ પકડે ને ? અને આપણી નિર્મળ દ્રષ્ટિ દેખે તો ? દ્રષ્ટિ નિર્મળ કરવી, એ આવડે કે ના આવડે ?
પ્રશ્નકર્તા : વધારે ફોડ પાડો કે કેવી રીતે દ્રષ્ટિ નિર્મળ કરવી ?
દાદાશ્રી : ‘હું શુદ્ધાત્મા છું' એ જાગૃતિમાં આવી જાય, પછી દ્રષ્ટિ નિર્મળ થઈ જાય. ના થઈ હોય તો શબ્દથી પાંચ-દસ વખત બોલીએ કે, ‘હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું' તો ય પાછું આવી જાય અથવા ‘દાદા ભગવાન જેવો નિર્વિકારી છું, નિર્વિકારી છું' એમ બોલીએ તો ય પાછું આવી જાય. એનો ઉપયોગ કરવો પડે, બીજું કશું નહીં. આ તો વિજ્ઞાન છે, તરત ફળ આપે અને જરાક જો ગાફેલ રહ્યો તો બીજી બાજુ ઉડાડી મારે એવું છે !
બીજી કોઈ વસ્તુ નડે એવી નથી. સ્ત્રી આપણને અડી અને પછી મહીં આપણો ભાવ બદલાયો ત્યાં જાગૃતિ રાખવી. કારણ કે સ્ત્રી જાતિના પરમાણુ જ એવા છે કે સામાના ભાવ બદલાઈ જ જાય. આ તો અમે હાથ મૂકીએ તો એને વિચાર આવ્યો હોય તે ય ઊલટો બદલાઈ જાય, એનાં એવાં ખરાબ વિચાર ઊડી જાય !
વિષયની યોજના સિવાય બીજી બધી યોજનાઓ વખતે ભાંગફોડ કરે તો ચલાવી લેવાશે. કારણ કે બીજી બધી મિશ્રચેતન જોડેની યોજનાઓ નથી; જયારે આ વિષયની યોજના એ મિશ્રચેતન જોડેની યોજના છે. આપણે છોડી દઈએ તો ય સામો દાવો માંડે તો શું થાય ? માટે અહીં ચેતતા રહેવાનું કહ્યું. બીજામાં ગાફેલ રહ્યા તો ચાલશે. ગાફેલનું ફળ એ કે જાગૃતિ જરા ઓછી રહેશે. પણ આ વિષય તો બહુ મોટામાં મોટું જોખમ,