________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૨૭૩ કે, ‘ક્યારે ગામ પહોંચાશે, ક્યારે ગામ પહોંચાશે ?’ તો શું થાય ?! અલ્યા, તું ચાલે તો છે જ, હવે શું કરવા બોલ બોલ કરે છે ? ચાલવાનો આનંદ આવે તો જોવાનું મન થાય કે “આ આંબો, આ જાંબુડો’ એમ નિરાંતે બધું જોઈએ, પણ પેલું તો ‘ક્યારે પહોંચાશે, ક્યારે પહોંચાશે ?’ કર્યા કરે ને, પછી આનંદ ના રહે.
પ્રશ્નકર્તા : વ્રત લીધે બે-બે વર્ષ થયાં, તો ય પણ આમ બહાર એવું કંઈ પરિણામ જેવું નથી દેખાતું.
દાદાશ્રી : એ તો તમારે પાર વગરની ખોટો છે ને ! પ્રશ્નકર્તા : પણ તે કેટલી ખોટો ?
દાદાશ્રી : ખોટો બહુ જબરજસ્ત ! છતાં હવે તો જગત જીતી લેવાનું છે. આપણું પદ તો એની મેળે દહાડે દહાડે આવ્યા જ કરે છે.
પ્રશ્નકર્તા : ઘણી વાર એવું થાય કે ધીમે ધીમે ક્યારે પાર આવશે? આ મહિનો તો ગયો. એમાં કંઈ પ્રોગ્રેસ થયો નથી.
દાદાશ્રી : તારે પ્રોગ્રેસ ના જોવો, પણ નુકસાન થાય એવાં કોઈ સાધનો ઊભાં થઈ ગયાં છે કે નથી થયાં, તે જોવું. નફો તો નિરંતર થયા જ કરે છે. આત્માનો સ્વભાવ છે નફાનો ! પ્રોગ્રેસે ય આત્માનો સ્વભાવ છે. તમારે તો ફક્ત જાગૃતિ જ રાખવાની કે પડી ના જવાય. ને નીચે ગયું હોય, તેને સમું કરવા માટે ‘કુલ” “ફેસ'માં, મશીનરીઓ ને લશ્કર-બશ્કર બધું સાથે તૈયારી કરો ! આપણી સેફસાઈડ રહે, એ પ્રમાણે ચાલ્યા જ કરવું. આપણી ટ્રેન મોશનમાં રહ્યા જ કરે એવું રાખ્યા કરવાનું. આ વિષયના બોમ્બ એકલાં બહુ ભારે, એનો એક મિનિટ પણ વિશ્વાસ રખાય નહીં.