________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૨૨૫ બાબતમાં જોઈએ.
રાત્રે બે વાગે તમને કોઈ ઊઠાવી જાય અને પછી સ્મશાનમાં જઈને તમને મૂકી દે તો તમારી શી દશા થાય ? એક બાજુ ચિતા સળગતી હોય, બીજી બાજુ હાડકાંમાંથી ફોસ્ફરસના ભડકા થતા હોય, તો તે ઘડીએ તમને મહીં શું થાય ?
પ્રશ્નકર્તા : એવું વિચારેલું જ નહીં ને ! દાદાશ્રી : એવું વિચાર્યું જ નથી ?
પ્રશ્નકર્તા: અમારે વસ્તુની સમજ નથી એટલે અનુભવ થતો નથી. અનુભવ નિરંતર રહેતો નથી એવો ?
દાદાશ્રી : આ તમને તો સમજણ જ નહીં ને ! આ તો તમને નહીં ઠંડક એની મેળે રહે ત્યાં સુધી જ બરાબર રહે, પણ એ તો ઊડી જતાં વાર જ નહીં લાગે ને ! આ છોકરાઓને કશી સમજણ જ નહીં ને ! એમને કોઈ કહે કે, “બાબા, લે આ બિસ્કિટ', તો પેલો બિસ્કિટ આપીને હીરો પડાવી લે. એટલે આમની સમજણ કેવી ? વસ્તુની કિંમત જ નહીં ને ! પણ આ છોકરાઓ પુણ્યશાળી ખરાં, પણ બાળક કહેવાય. આ બધા વ્રત લેનારા બધા ય બાળક કહેવાય. સહેજ દુ:ખ આવે તો આ બધું ય ભેલાડી દે ! આ તો ગમે તેવા દુઃખને ગણકારે નહીં ત્યારે આ વ્રત રહે. મારી આજ્ઞામાં ચોખ્ખો રહે ત્યારે આ વ્રત રહે !
પ્રશ્નકર્તા : આપ તિતિક્ષા ગુણ કહેતા હતા કે ગમે તે અવસ્થામાં દુ:ખ સહન કરવાનું, એવું ?
દાદાશ્રી : આ લોકોએ કશું ય દુઃખ જોયું જ નથી. દુઃખ જોવાનું હોય, તે પહેલાં તો આ લોકોનો આત્મા ઊડી જાય ! છતાં પણ આમ કરતાં કરતાં આ છોકરાઓ પોષાઈ જાય ને દસ-વીસ વર્ષ થઈ જાય તો પછી એને ગેડ બેસી જાય બધી ને મૂળિયાં નાખી દે. બાકી, આ તો બધા પોમલા માણસો કહેવાય.
પ્રશ્નકર્તા : આમ તો બધા સ્ટ્રોંગ લાગે છે.
૨૨૬
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય દાદાશ્રી : કોણ આ ? ના, એ તો એવું લાગે તમને. પણ આ તો બધા પોમલા ! આ તો તરત બધું ય છોડી દે. સ્ટ્રોંગ તો, ગમે તે થાય, મરવાનો થાય તો ય આત્મા મારો ને દાદાની આજ્ઞા છોડું નહીં, એનું નામ સ્ટ્રોંગ કહેવાય. જે આવવું હોય તે આવો, કહીએ ! હવે આ છોકરાઓનું બધાનું ગજું જ શું ? તિતિક્ષા નામનો ગુણ આમનો કેળવાયેલો જ નથી ને ?!
પ્રશ્નકર્તા: આપને પગે ફ્રેકચર થયું હતું, જોન્ડિસ થયો હતો, આવા બધા કષ્ટો સામટાં આવ્યાં, એક જ જગ્યાએ, એક જ પોઝીશનમાં ચાર મહિના બેસી રહેવાનું, તો આ બધું ટેસ્ટ એક્ઝામિનેશન કહેવાય ને ?!
દાદાશ્રી : આ તો કષ્ટ જ ન હતું, આને કષ્ટ ના કહેવાય. પ્રશ્નકર્તા : તમને ના લાગે.
દાદાશ્રી : ના, બીજાને ય કષ્ટ ના ગણાય. આને કંઈ કષ્ટ ગણાતું હશે ? અરે, કષ્ટ તો તમે જોયાં નથી. આ બ્રહ્મચારીજી પથરા ઉપર ઊભા રહીને તપ કરતા હતા, તે એમને જોયા હોય તો તમને એમ મનમાં થાય કે આવું એક દહાડો ય આપણાથી નહીં થાય. મને હઉ થતું ને, કે આ પ્રભુશ્રીના શિષ્ય બ્રહ્મચારીજી આવું કરે તો પ્રભુશ્રી કેટલું કરતા હશે ? અને કૃપાળુદેવ તો વળી કેવું ય કરતા હશે !!! લોક એમના પરથી મચ્છરાં ઊડાડી જાય ને કંઈક ઓઢાડી જાય તો એ પોતે ઓઢવાનું કાઢી નાખે અને નિરાંતે મચ્છરાં કડવા દે ! એક આત્મા જ પ્રાપ્ત કરવો છે, એવો ધ્યેય લઈને બેઠેલા. હવે આમને આ પુણ્યથી મફતમાં પ્રાપ્ત થઈ ગયું છે, બાકી તિતિક્ષા હોવી જોઈએ.
પ્રશ્નકર્તા : એ લોકોએ ક્રમિક માર્ગ હતો એટલે ત્યાગ કર્યો હતો. આપણા અક્રમ માર્ગમાં તિતિક્ષા કરવી હોય તો શું કરવાનું ?
દાદાશ્રી : આપણે અહીં ત્યાગ કરવાની જરૂર નથી. આત્મા પ્રાપ્ત કરેલાને એવા સંજોગો કો'ક વખત ઉત્પન્ન થાય છે. તે વખતે જો એ સ્ટ્રોંગ રહ્યો તો રહ્યો, નહીં તો ફફડી ઉઠે. માટે પહેલેથી તૈયારી રાખવી જોઈએ.
પ્રશ્નકર્તા : આ છોકરાઓ અત્યારે જે સુખના સરાઉન્ડીંગમાં જીવે