________________
૨૬૫
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
પ્રશ્નકર્તા : ખરાબ વિચાર તો મારે પણ આવે છે. દાદાશ્રી : હા, તે એનું દેવું છે. પ્રશ્નકર્તા : એ દેવું કેવી રીતે ભાંગવાનું ?
દાદાશ્રી : એ તો બ્રહ્મચર્ય વ્રત પાળશો એટલે સરપ્લસ આવી જાય. બ્રહ્મચર્ય બધી જ ખોટ ભાંગે, તમામ પ્રકારની ખોટ ભાંગે.
પ્રશ્નકર્તા : આમ પુષ્કળ વિચારો ખરાબ આવે તો ? એવી ઇચ્છા હોતી નથી, પણ સંજોગ ભેગા થાય કે વિચારો આવે ને કો'ક વખત સ્લિપ થઈ જવાય.
દાદાશ્રી : ઇચ્છા તો તમારે હોય નહીં, પણ ચીકણી માટીમાં જશો તો પછી શું થાય ? એની મેળે સ્લિપ થઈ જાય. એટલે આ બધું પાછલું દેવું છે કે, તે પાછાં લોચા વાળે છે. એ લોચા પૂરા કરવા પડશે ને ! ઇચ્છા તો અત્યારે ના જ હોય, પણ શું થાય ?
પ્રશ્નકર્તા : એ કાચું પડ્યું કહેવાતું હશે ?
દાદાશ્રી : એવું છે, કે બ્રહ્મચર્ય જેણે બગાડ્યું હોય, એનું બધું બગડ્યું.
પ્રશ્નકર્તા : બધાની જોડે રહેવાનું થાય તો જલદી જલદી ખોટ પૂરાઈ જશે ને ?
દાદાશ્રી : હા, જલદી બધી ખોટ પૂરી થઈ જશે. ખોટ પૂરી થઈ ગયા પછી તેજી આવે, નફો મળે. પછી તો વચનબળ હલે ઉત્પન્ન થાય, જેવું બોલે એવું થાય. અત્યારે તો મહેનત કરે છે છતાં મહેનત નકામી જાય, અહીં આવવું હોય તો ય મોડો પડે. અને મહીં પાછાં ટીમીડનેસ (ગભરામણ)ના વિચારો આવે, તે બધું કામ ગૂંચાઈ જાય. એટલે આ મનવચન-કાયાથી સારી રીતે બ્રહ્મચર્ય પાળેને, તો દહાડે દહાડે ખોટ બધી પૂરી થઈ જ જાય.
બ્રહ્મચર્ય સચવાય તો મોઢા પર કંઈક નૂર આવે. નૂર તો હોવું જ
૨૬૬
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય જોઈએ ને ? નહીં તો શી નાતના છે, તે જ ખબર ના પડેને ? બ્રહ્મચર્યથી નૂર આવે. કાળો-ગોરો જોવાનું નથી. ગમે તેવો કાળો હોય, પણ તેનામાં નૂર હોવું જોઈએ. નૂર વગરનાં માણસો શા કામનો ? બ્રહ્મચર્યનું તેજ તો સામી ભીંત ઉપર પડે ! ફોરેનવાળા જુએ તો આમ જોઈને ખુશ થઈ જાય કે ઇન્ડિયન બ્રહ્મચારી આવ્યા, એવું હોવું જોઈએ. કોઈ ધોળો હોય, કોઈ કાળો હોય, એ નહીં જોવાનું. બ્રહ્મચર્ય જોવાનું. માટે એવું કંઈક કરો કે બ્રહ્મચર્ય વ્રત દીપે !
પ્રશ્નકર્તા : એટલે શું કરવાનું ?
દાદાશ્રી : કરવાનું તો આપણામાં કશું હોતું જ નથી ને ! કરોમિ, કરોસિ ને કરોતિ તો આપણામાં કશું હોતું નથી, પણ વાતને સમજો હવે.
પ્રશ્નકર્તા : અત્યારે કરીએ છીએ, એમાં મૂળ કઈ વસ્તુ ઘટે છે ?
દાદાશ્રી : આ તમારી પહેલાંની ખોટો ખાધેલી. તે એ ખોટ પૂરી થાય એટલા માટે તમે જાગૃતિ રાખો કે ખોટ પૂરી થઈ જાય અને પછી સરપ્લસ વધે તો નફો દેખાય ! હું સોળ વર્ષનો હતો, તે ફળિયામાં આમ જતો હતું, તે આવતાં-જતાં ય લોકોને સંભળાય કે આ ભોંય ખખડે છે ! સોળ વર્ષનો હતો તો ય જમીન એટલી બધી ખખડે ! તમને અમે એવું કહીએ છીએ કે સમજ રાખો કે પાછલી ખોટ શી રીતે જાય ? ભૂલ તો ભાંગવી જ પડશે ને ? કે આવું ને આવું ચાલવા દેવાનું ?
જેને શુદ્ધાત્માનો વૈભવ જોવો હોય, તેને બ્રહ્મચર્યવ્રત અત્યંત હિતકારી છે. અમે પણ રિલેટિવમાં આ એક જ વ્રત માટે હેલ્પ કરીએ, બાકી અમે બીજામાં હાથ ઘાલીએ નહીં. આ જ્ઞાનમાં જો ખરું મદદ કરનારું હોય તો તે બ્રહ્મચર્ય જ છે. બ્રહ્મચર્ય પાળીશ તો દેવલોક ના ભોગવે એવું સુખ ભોગવીશ અને ના પળાય ને મહીં વચ્ચે લપસ્યો તો માર્યો જાય ! બ્રહ્મચર્ય વ્રત એ મહાન વ્રત છે અને એનાથી આત્માનો સ્પેશ્યલ અનુભવ થઈ જાય.
જાણો ગંભીરતા, બ્રહ્મચર્ય વ્રતતી ! બ્રહ્મચર્ય વ્રત બધાને કંઈ લેવાની જરૂર હોતી નથી. એ તો જેને