________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૨૬૧ પછી એને પૂર્ણાહુતિ થાય ને ! પ્રતિક્રમણ કરવા માંડ્યા એટલે પછી પાંચ અવતારે - દસ અવતારે ય પૂર્ણાહુતિ થઈ જાય ને ! એક અવતારમાં તો ખલાસ ના પણ થાય.
પ્રશ્નકર્તા : જે વિચાર આવે છે એ ભરેલો માલ છે? દાદાશ્રી : એ બધો ભરેલો માલ જ ને ! વિચાર એની મેળે આવે છે.
પ્રશ્નકર્તા : અમુક વખતે એવું પણ બને છે કે વિચાર પણ ચાલુ રહે ને પ્રતિક્રમણ પણ ચાલતું હોય, બન્ને ય ક્રિયા સાથે ચાલતી હોય.
દાદાશ્રી : એનો વાંધો નહીં. ભલેને વિચારો ચાલુ હોય, જોડે પ્રતિક્રમણ ચાલુ રહે તો પછી તેનો વાંધો નહીં.
પ્રશ્નકર્તા : આ તો ગજબનું સાયન્સ બહાર પડ્યું છે દાદા !
દાદાશ્રી : પણ લોકોને સમજાય નહીં ને ! આ તો બધા વાંચે એટલું જ, છતાં આટલું વાંચે તો પણ સારું છે, જવાબદારી સમજે તો પણ બહુ થઈ ગયું ! જોખમદારી સમજાય તો પણ બહુ થઈ ગયું. આ તો જાણે કે વિચાર આવ્યો, તો એમાં શું બગડી ગયું ? પણ એ તો બેભાનપણું કહેવાય. છતાં બહુ વિચારશીલ હોય, બ્રિલિયન્ટ હોય, એને તો સારું. સમજાય અને એ વાતને પકડી પણ શકે, એને હેલ્પ પણ કરે. આ તો લોકો જાણતા નથી કે આ વિચાર આવ્યો, તો શું થશે ? આ તો કહેશે કે વિચાર આવ્યો માટે શું બગડી ગયું ? લોકોને ખ્યાલ ના હોય તે વિચારને અને ડિસ્ચાર્જને એ બન્નેને લિંક કેવી રીતે છે. વિચાર જો એમ ને એમ ના આવે, તો બહાર જોવાથી પણ વિચાર ઊભો થાય.
પ્રશ્નકર્તા : ઘણી વાર એકલા હોઈએ તો પણ વિચાર એની મેળે અંદરથી છૂટવા માંડે.
દાદાશ્રી : એકલા જેવું કશું હોતું નથી, પણ ટાઈમિંગ થાય ત્યારે ટાઈમ બતાડી જ દે.
આ બધી ઝીણી વાત કહેવાય, અમુક અમુક વિચારશીલને જ સમજ
૨૬૨
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય પડે અને નહીં સમજાય તો માર ખાશે. કુદરતને ઘેર કંઈ ઓછો વાંધો છે ?!
પ્રશ્નકર્તા : ધારો કે એ વિચારધારા એને પાંચ-દસ મિનિટ ચાલી તો ? અને પછી તરત જ એનું પ્રતિક્રમણ કરે તો ?
દાદાશ્રી : એનો વાંધો નહીં. પણ વિચારધારાનાં થોડાક જ ટાઈમ સુધીમાં કરવું જોઈએ. એકદમ ટાઈમ પણ ના જવા દેવો જોઈએ, નહીં તો પછી મંથન થઈ જાય.
પ્રશ્નકર્તા : એટલે એક વિચાર આવ્યો કે તરત જ ?
દાદાશ્રી : તરત જ, એટલે કે એ આગળ ને પ્રતિક્રમણ એની પાછળ, એના જેવું. જેમ આગળ એક માણસની પાછળ બીજો માણસ જતો હોય એવું. તે આગળ આ વિચાર હોય ને પાછળ આ પ્રતિક્રમણ હોવું જોઈએ.
પ્રશ્નકર્તા : એટલે એક સેકન્ડની પણ વાર ના લાગવી જોઈએ?
દાદાશ્રી : સેકન્ડની વાર લાગી હોય તો ચાલી જાય. કારણ કે આ પ્રતિક્રમણમાં બહુ જોર હોય છે. એટલે એ વિચાર શરૂ થતાં જ એને હડહડાટ ઉડાડી દેવાય. પ્રતિક્રમણનું તો બહુ જોશ હોય છે. અતિક્રમણનાં જોશ કરતાં ય પ્રતિક્રમણનું બહુ જોશ હોય છે.
ઝેર પીધું હોય, તે ઘૂંટડો ગળામાંથી નીચે ઊતરે એ પહેલાં ઊલટી કરી નાંખે તો કશું નહીં, પણ ઘૂંટડો નીચે ઊતર્યો પછી અસર થયા વગર રહે નહીં. અરે, પછી તો ઊલટીઓ કરાવે તો પણ થોડું રહી જાય. એવું આ વિષય સંબંધી છે ! જેને બ્રહ્મચર્ય પાળવું હોય એને વિષય સંબંધી વિચાર આવે તો એ જોયું કે તરત જ પ્રતિક્રમણ કરવું જોઈએ. એમાં સહેજ જો અટક્યો અને મહીં મંથન થયું કે મંથન થયા પછી અલન થયા કરે. કોઈપણ રસ્તે, ‘એની-વે’ અલન થાય જ.
આપણો માર્ગ જ બધો બહુ ઊંચો છે ને ? પ્રતિક્રમણનો માર્ગ જ આખો ઊંચો છે. અરધો કલાક ઊંધું ચાલતું હોય ને જો જાગૃત થયો તો.