________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૨૫૭ તો આત્મા મજબૂત રહે છે કે નહીં ? એટલું જ જોવું.
આ શરીરમાંથી જે નીકળે, એ બધો સંડાસનો માલ. સંડાસનો માલ થાય ત્યારે બહાર નીકળે. ત્યાં સુધી બહાર નીકળે નહીં. આ શરીરનો માલ હોય ને ત્યાં સુધી બહાર નીકળે નહીં.
વિચાર : મંથન : આલત ! સંડાસનો માલ નીકળી જાય વખતે, રહે નહીં. હમણે કોઈ વિષયનો વિચાર આવ્યો, તરત તન્મયાકાર થયો એટલે મહીં માલ ખરીને નીચે ગયો. એટલે પછી ભેગો થઈને નીકળી જાય હડહડાટ. પણ વિચાર આવે ને તરત ઉખાડી નાખે તો મહીં ખરે નહીં પછી, ઉર્ધ્વગામી થાય. નહીં તો વિચાર આવતાંની સાથે ખરી પડે નીચે. એટલું બધું મહીં વિજ્ઞાન છે આખું !!
પ્રશ્નકર્તા : વિચાર આવતાંની સાથે જ.
દાદાશ્રી : ઓન ધી મોમેન્ટ. બહાર ના નીકળે પણ મહીં અંદર પડી ગયું જુદું એ. બહાર નીકળવા લાયક થઈ ગયું એ શરીરનો માલ રહ્યો નહીં.
પ્રશ્નકર્તા : એટલે પ્રતિક્રમણ થાય તો પાછું ઉર્ધ્વગમન થાય ?
દાદાશ્રી : વિચાર આવે ને, વિચારમાં તન્મયાકાર ના થાય, વિચારને જોયા કરે તો ઉર્ધ્વગમન થાય. વિચાર આવે ને તન્મયાકાર થાય, એટલે પછી છૂટું પડી ગયું તરત.
પ્રશ્નકર્તા છૂટું પડી ગયું પછી પ્રતિક્રમણ કરે તો પાછું ઊંચે આવશે કે ઉર્ધ્વગમન ના થાય ?
દાદાશ્રી : પ્રતિક્રમણ કરે તો શું થાય ? કે તમે એનાથી જુદા છો એવો અભિપ્રાય દેખાડે છે કે અમારે એમાં લેવાદેવા નથી.
પ્રશ્નકર્તા : વીર્યનું ઉર્ધ્વગમન અને ડિસ્ચાર્જ સાથે કોઈ રિલેશન ખરું ?
દાદાશ્રી : ડિસ્ચાર્જ થયું એટલે ઉર્ધ્વગમનનું અધોગમન થઈ ગયું.
૨૫૮
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય પ્રશ્નકર્તા : એનો મતલબ વીર્યનું ઉર્ધ્વગમન થાય એટલે ડિસ્ચાર્જ બંધ થઈ જાયને ધીરે ધીરે !
દાદાશ્રી : ના. એવો કંઈ નિયમ નથી. ડિસ્ચાર્જ પણ થાય, ડિસ્ચાર્જનું તો એની જોખમદારી નથી ગણાતી. જાણી બુઝીને ડિસ્ચાર્જ થાય
ત્યારે જોખમદારી. અત્યારમાં છે તે અમથું અંદર ખોરાકનું દબાણ આવે કે બીજું દબાણ આવે તો ય થઈ જાય. જાણી-જોઈને ના હોવું જોઈએ.
બનતાં સુધી ડિસ્ચાર્જ ના થાય એવું ચેતીને રહેવું. વિષયનો વિચાર જ ના આવે અને આવે તો ફેંકી દેવાનું, અંકુર ફૂટતાં જ ફેંકી દેવાનું ત્યારે વીર્ય છે જે પુદ્ગલનો એક્સટ્રેક્ટ છે, તે ઉપર ચઢે છે. તે ઊર્ધ્વરેતા થાય. પછી વાણી-બાણી બધું ક્લીયર રહે. આમ જાગૃતિ બહુ સારી રહે, તારાથી રહેવારોને હું કહું છું તેમ ?
- ભરેલો માલ એ તો નીકળ્યા વગર રહેવાનું નહીં. વિચાર આવ્યો તેને પોષણ આપ્યું, તો વીર્ય મડદાલ થઈ ગયું. એટલે કોઈ પણ રસ્તે ડિસ્ચાર્જ થઈ જાય છે અને જો ટક્યું મહીં, વિષયનો વિચાર જ ના આવ્યો તો ઊર્ધ્વગામી થાય. વાણી-બાણી બધામાં મજબૂત થઈને આવે. નહીં તો વિષયને અમે સંડાસ કહેલું જ છે. બધું ઊભું થાય છે તે સંડાસ થવા માટે જ થાય છે. બ્રહ્મચર્ય પાળે તેને બધું આવે. પોતાને વાણીમાં, બુદ્ધિમાં, સમજણમાં બધામાં આવે, પ્રગટ થાય. નહીં તો વાણી બોલે તો ખીલે નહીં, ઉગેય નહીં ને. એ ઉર્ધ્વગમન થાય તો પછી આ બધી વાણી ફર્સ્ટકલાસ થઈ જાય ને બધી શક્તિઓ ઊભી થાય પછી. આવરણો તૂટી જાય બધા.
પ્રશ્નકર્તા : એટલે ઉખેડીને ફેંકી દેવો એટલે જોવાનો ખાલી વિચારને ?
દાદાશ્રી : જોવાનો જ. જોવાનો તો ઊંચી વાત, આ તો વિચાર ઉગે ને તન્મયાકાર થઈ જાય તો એને ફેંકી દેવાના. પણ જોવાનું બને તો પછી ફેંકવાનું ના હોય ને !
પ્રશ્નકર્તા : આ વધારે સરળ પડે. દાદાશ્રી : વિષયનો વિચાર તો ક્યારે આવે ? આમ જોયું અને