________________
૨૫૬
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય પ્રશ્નકર્તા : હમણાં છેલ્લા થોડા વખતમાં બહુ બધી વખત પતન થયું હતું, ડિસ્ચાર્જ થયું હતું.
દાદાશ્રી : જેટલું તમારું કશામાં ચિત્ત ચોંટયું એટલું મહીં એની મેળે જ ડિસ્ચાર્જ થઈ ગયેલું હોય, તે પછી નીકળી જાય છે. મડદાલ થઈ જાય, એ નીકળી જાય. જે મડદાલ નથી થયું એ નીકળે નહીં.
પ્રશ્નકર્તા : ના, એનો મતલબ એ થાય છે કે હજી કશેક ચિત્ત ચોંટે
છે.
દાદાશ્રી : હં, ચોંટ્યું નથી. અહીં ચોંટતું હશે થોડું ઘણું, એનું ફળ છે. આ બધું ચોંટ્યા પછી ઉખાડી લ્યો, તમે આમ પ્રતિક્રમણ કરીને, થોડું ચોંટી જાયને ? એટલે ચોંટયું તો કાયદો એવો છે કે તરત છે તે પેલું મહીં છૂટું પડી જાય અને પછી મડદાલ થયું. એ તો મહીં રહે, તેના કરતાં નીકળી જાય તેનો વાંધો નહીં રાખવાનો.
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૨૫૫ નથી. ઇન્દ્રિય ટાઈટ થાય તો ય મન ના જાગે એવું છે. પણ આપણા લોકો તો શું કહે છે કે ઇન્દ્રિય ટાઈટ થાય પછી મનમાં આવે છે. એટલે આ લોકોએ ટાઈટનેસ ના આવે એટલા માટે શું કર્યું કે ખોરાક ઓછો કરો, ખોરાક બંધ કરો, દૂધ બંધ કરો કે જેથી ઇન્દ્રિયો નરમ પડે ને ટાઈટનેસ થાય નહીં, એટલે મનમાં થાય નહીં. એટલે આ લોકોની વાત ખોટી છે, એવું તમને સમજાય છે ? આ બધી વાત બહુ ઝીણી વાત કહું છું, સમજતાં જરા વાર લાગે એવી છે.
ઉલ્ટી થાય તેથી મરી જવાય ? બ્રહ્મચર્ય વ્રત લીધું હોય. કશુંક અવળું-હવળું થાય ત્યારે ગૂંચાય. એક છોકરો મુંઝાતો'તો, મેં કહ્યું, ‘કેમ ભઈ, મુંઝાઉ છું ?” તમને કહેતાં મને શરમ આવે છે. મેં કહ્યું, “શું શરમ આવે છે ? લખીને આપ બળ્યું.” મોઢે કહેતાં શરમ આવે તો લખીને આપ. ‘મહિનામાં બે-ત્રણ વખત મને ડિસ્ચાર્જ થઈ જાય છે.” કહે છે. “મેર ગાંડિયા, એમાં તો શું આટલો બધો ગભરાઉ છું ! તારી દાનત નથી ને ? તારી દાનત ખોટી છે ?” ત્યારે કહે, ‘બિલકુલ નહીં, બિલકુલ નહીં.’ ત્યારે મેં કહ્યું, ‘તારી દાનત ચોખ્ખી હોય તો બ્રહ્મચર્ય જ છે’ કહ્યું. ત્યારે કહે, ‘પણ આવું થાય ?” કહ્યું, ભઈ, એ ગલન હોય ? એ તો પૂરણ થયેલું ગલન થઈ જાય. એમાં તારી દાનત ના બગડવી જોઈએ. એવું રાખજે, એ સાચવવી. દાનત ના બગડવી જોઈએ કે આમાં સુખ છે. મહીં મુંઝાયને બિચારો ! તો ચોખ્ખું તરત કરી આપું.
પ્રશ્નકર્તા : એ દાનત જ મૂળ છે વાત ! ‘દાનત કેવી છે” એના ઉપર જ છે બધું આખું.
દાદાશ્રી : તમારી દાનત પછી કઈ બાજુ છે ? તમારી દાનત ખરાબ હોય અને વખતે ડિસ્ચાર્જ ના થાય તેથી કરીને તું બ્રહ્મચારી નહીં થઈ જઉં. ભગવાન બહુ પાકાં હતા, કોણ આવી સમજણ પાડે ? અને કુદરત તો એનાં નિયમમાં જ હોય ને. ઉલટી થઈ ગઈ એટલે મરી જઈશ એવું થઈ ગયું ? શરીર હોય તો ઉલટી ના થાય, તો શું થાય ? રોજ સુલટી થાય, પછી ઉલટી ના થાય પાછી ?
પ્રશ્નકર્તા: તો એવું સમજવાનું કે ચિત્ત જો ચોંટવાનું ઓછું થઈ જાય તો તમારો જે ગેપ છે ડિસ્ચાર્જ થવાનો એ વધતો જાય.
દાદાશ્રી : ના, એવું નહીં. ડિસ્ચાર્જનો ગેપ વધ્યો હોય તો પાછો ગેપ ઓછો ય થઈ જાય, થોડા દહાડા પછી. માણસ સંડાસ જઈ આવે ને ડિસ્ચાર્જ થાય, એમાં ફેર નથી.
પ્રશ્નકર્તા : તંદુરસ્ત માણસને ડિસ્ચાર્જ થાય, એની મેળે ઓટોમેટિક અમુક ટાઈમ થાય.
દાદાશ્રી : થાય. પુદ્ગલ સંડાસ ગયું, એને એવું કહે એટલે રાગે પડી જાય. આ શરીરમાંથી નીકળે, એ બધું સંડાસ જ કહેવાય. નાકે નીકળે, ગમે ત્યાંથી નીકળે સંડાસ જ કહેવાય.
પ્રશ્નકર્તા : તો આ ખોટ તો ગઈ કહેવાય ને ?
દાદાશ્રી : ખોટ તો ડિસ્ચાર્જ થતાં પહેલેથી જ ગઈ છે. અંદર છૂટું પડે ત્યારથી જ ગયેલી છે. હવે ખોટ ને નફાને શું કરવું છે ? આપણે