________________
૨૬૦
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય ના કરે તો. એટલે આપણે કહીએ છીએ કે વિચાર આવે કે તરત ઉખેડીને ફેંકી દેવો. એક ક્ષણવાર વિચાર રખાય નહીં, પ્રતિક્રમણ કરીને તરત ફેંકી
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૨૫૯ આકર્ષણ થયું એટલે વિચાર આવે. કોઈ વખત એવું પણ બને કે આકર્ષણ થયા વગર વિચાર આવે. વિષયનો વિચાર આવ્યો એટલે મનમાં એકદમ મંથન થાય અને સહેજ પણ મંથન થાય એટલે પછી એ અલન થઈ જ જાય, તરત જ, ઓન ધી મોમેન્ટ, માટે આપણે છોડવો ઊગતાં પહેલાં જ ઉખાડી નાખવો જોઈએ. બીજું બધું ચાલે, પણ આ છોડવો બહુ વસમો હોય. જે સ્પર્શ નુકસાનકર્તા હોય, જે માણસનો સંગ નુકસાનકર્તા હોય ત્યાંથી દૂર રહેવું જોઈએ. તેથી તો શાસ્ત્રકારોએ એટલું બધું ગોઠવેલું કે આમ સ્ત્રી જ્યાં બેઠી હોય ત્યાં એ જગ્યા ઉપર બેસો નહીં, જો બ્રહ્મચર્ય પાળવું હોય તો, અને જો સંસારી રહેવું હોય તો ત્યાં તમે તમારે બેસજો, રહેજો.
બ્રહ્મચર્ય પાળવું હોય તો ‘જ્ઞાની પુરુષ' પાસે સમજી લેવું જોઈએ. પહેલું એ જ્ઞાન જાણી લેવું પડે અને એ જ્ઞાન સમજમાં આવવું જોઈએ. બ્રહ્મચર્ય તો, મન બિલકુલ ડગે નહીં, ત્યારે એ બ્રહ્મચર્ય મગજમાં ઘૂસે અને પછી એની વાણી-વર્તન બધું ફેરફાર થઈ જાય !!! નહીં તો ત્યાં સુધી પુદ્ગલસાર ધોવાયા જ કરે બધો. આ જે ખોરાક ખાધો ને, તે સાર બધો પછી ઊડી જાય.
પ્રશ્નકર્તા: મન કેળવવા માટે અમુક વખત તો જવાનો જ ને ?
દાદાશ્રી : મનને કેળવવા માટે તો આ કેટલો વખત ગયો? અનાદિ કાળથી કરે છે આ બધું.
પ્રશ્નકર્તા : હા, પણ તમે કહો છો તે પ્રકારનું મન કેળવતાં અમુક વખત તો જવાનો ને ? એકદમ કેળવાઈ જાય મન ?
દાદાશ્રી : થોડો વખત લે, છ-બાર મહિના લે.
પ્રશ્નકર્તા : એટલે પહેલાં આકર્ષણ થાય અને પછી વિચાર આવે એવો કશો નિયમ નથી. એમનો એમ પણ વિચાર આવે ?
દાદાશ્રી : એમ ને એમ પણ વિચાર આવે. પ્રશ્નકર્તા : પછી વિચાર આવે, પછી મંથન ચાલુ થાય ? દાદાશ્રી : વિચાર આવે કે મંથન શરૂ થઈ જાય, પણ જો પ્રતિક્રમણ
પ્રશ્નકર્તા : અને જેને બહુ જ સ્પીડિલી વિચારો આવે તો ?
દાદાશ્રી : બહુ જ સ્પીડિલીમાં તો પેલાને સમજણ જ ના પડે. કારણ કે મહીં મંથન થઈ ગયું હોય, પછી મંથનથી સાર બધો મરી જાય, પછી એ અંદર મરેલું પડી રહેશે. પછી બધું ભેગું થાય ત્યાર પછી બહાર નીકળે. ત્યારે એને તો એમ જ થાય કે આજે મને ડિસ્ચાર્જ થઈ ગયું. ડિસ્ચાર્જ તો મહીં થતું હતું જ, મહીં થઈ જ રહ્યું હતું. એ ટીપે ટીપે ડિસ્ચાર્જ થયા કરે.
પ્રશ્નકર્તા : બહુ પહેલાં વાત નીકળેલી ત્યારે આપ બોલેલા કે મહીં તન્મયાકાર થાય, તે વખતે જ પરમાણુનું અલન થાય છે.
દાદાશ્રી : બસ, તન્મયાકાર એટલે જ મંથન, એટલું જો સમજે તો તો બ્રહ્મચર્યનું બહુ મોટામાં મોટું સાયન્સ સમજી જાય. વિચાર આવ્યો ને તન્મયાકાર થયો કે મહીં અલન થઈ જાય છે, પણ આ લોકોને સમજણ ના પડે, ગતાગમ નહીં. ભાન જ તે ઘડીએ ના રહે ને ! છતાં આ પ્રતિક્રમણ કરે છે તે ચાલે.
પ્રશ્નકર્તા : એટલે વિચાર આવે ત્યાંથી જ ચેતી જવાનું? દાદાશ્રી : વિચાર આવ્યો ને જો પ્રતિક્રમણ ના કર્યું તો ખલાસ. પ્રશ્નકર્તા : તો ખરેખર તો વિચાર જ ના આવવો જોઈએ ને ?
દાદાશ્રી : વિચાર તો આવ્યા વગર રહે નહીં. મહીં ભરેલો માલ છે એટલે વિચાર તો આવે, પણ પ્રતિક્રમણ એનો ઉપાય છે. વિચાર ના આવવો જોઈએ એવું બને તો ગુનો છે.
પ્રશ્નકર્તા : ત્યાં સુધીની સ્ટેજ આવવી જોઈએ એમ ?
દાદાશ્રી : હા, પણ એ વિચાર ના આવવો, એ તો ઘણે કાળે ડેવલપ થતો થતો આગળ આવે છે. પ્રતિક્રમણ કરતો કરતો આગળ જાય, એટલે