________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૨૫૩
દાદાશ્રી : આ ‘ઇન્દ્રિય' ટાઈટ થઈ જાય, પણ એને મનમાં કશું હોતું નથી. એટલે શરીરની અસર એટલી બધી નુકસાન કરે એવી વસ્તુ નથી હોતી, પણ આ તો લોકો ઊંધું માની લે છે. આ તો ઊંધી માન્યતા છે બધી. બાકી નાનાં બાળકો એ કંઈ વિષયને સમજતા નથી, એમના મનમાં વિષય જેવું હોતું પણ નથી. છતાં આ શરીરનું બળ છે. ખોરાક ને દૂધ એ બધું ખાય એટલે ઇન્દ્રિય ટાઈટ થઈ જાય છે. એથી કંઈ એ શરીરને નુકસાન કરે છે એવું માની લેવું, એ તો ખોટું છે. બધો મનનો જ રોગ હોય છે. મનનો રોગ જ્ઞાનથી જતો રહે એવો છે, તો પછી આપણને એમાં વાંધો ક્યાં આવે ?
પ્રશ્નકર્તા : હજી કંઈ બરોબર સમજાતું નથી. તો શરીરને તો કોઈ નિષ્પત્તિ જ નથી હોતી ?
દાદાશ્રી : હા, નિષ્પત્તિ જ નહીં.
પ્રશ્નકર્તા : તો પેલું શરીર એકદમ સૂકવી નાખવું અને એવું થાય કે શરીર સારું હોય તો નુકસાન થશે એવું માનવાની આમાં જરૂર નથી ?
દાદાશ્રી : એવું કંઈ એટલું બધું માનવાની જરૂર નથી અને એવું ગભરાઈને અત્યારે ખોરાક બહુ ના લો, તો તે પાછું શરીરને નુકસાન કરશે. એટલે એનો અર્થ કોઈએ ઊંધો ના લેવો જોઈએ કે દાદાએ ખોરાકની છૂટ આપી છે.
પ્રશ્નકર્તા : એટલે નોર્માલિટી ગોઠવીને લેવું એમ ?
દાદાશ્રી : નોર્માલિટી એટલે અમુક ઘી-તેલ એ બધું અમુક અમુક તો ઓછું જ કરો. કારણ કે એ બધાની શરીર પર અસર પડે છે.
આ સમજાયું ને ? ટાઈટ થવું એ શરીરનો સ્વભાવ જ છે. આમાં ઊંધું માની બેસે કે દોષ મનનો જ છે, મન છે તો આવું થાય છે. એટલે આવું માની બેસવાની ભૂલ થાય. પણ આમ ખુલાસો થાય પછી માની બેસવાની ભૂલ ના કરે. આ શરીરને અસર થઈ, એવું કંઈ થવાથી ‘ભૂખ’ લાગી એવું કેમ કહેવાય આપણે ? હું શું કહેવા માંગું છું એ સમજાય
૨૫૪
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
છે ? નાનાં છોકરાં, બધાને જોયેલાં ? એનો સ્ટડી નહીં કરેલો ? આ સાંભળ્યુંને ? હવે સ્ટડી કરજો એટલે આ ઊંધી માન્યતા ઊડી જાય.
પ્રશ્નકર્તા : વિષય મનથી ભોગવે અને શરીરથી ભોગવે, તો એ બેમાં કર્મ શેમાં વધારે બંધાય ? ગાંઠ શેમાં પડે ?
દાદાશ્રી : મનથી ભોગવે, તેમાં વધારે થાય.
પ્રશ્નકર્તા : જ્યારે સ્થૂળમાં ભોગવવાનું આવે, ત્યારે મનથી તો પહેલાં ભોગવાઈ જ ગયું હોય ને ?
દાદાશ્રી : મન ભોગવે કે ના પણ ભોગવે.
પ્રશ્નકર્તા : ખાલી મનથી ભોગવતો હોય ત્યારે ગાંઠ પડે, ને મન અને કાયા બન્ને સાથે હોય તો એનું કર્મ કેવું પડે ?
દાદાશ્રી : મન જ્યાં આવ્યું ત્યાં બધું બગડે અને કેટલાંક તો, મનદેહ અને ચિત્તથી ભોગવે છે એ બહુ ખરાબ.
પ્રશ્નકર્તા : ચિત્તથી ભોગવવું એટલે શું ?
દાદાશ્રી : ફિલ્મથી ભોગવવું, તરંગો ભોગવવાનું, તરંગી ભોગવટા કહેવાય એને !
પ્રશ્નકર્તા : મનનો જે વિષય ઊભો થાય છે અને શરીરનો જે વિષય ઊભો થાય છે, એ બેમાં જોખમદાર કયું ?
દાદાશ્રી : શરીરનો વિષય ઊભો થયો, તેને ગણકારી ના શકાય તો ચાલે. પણ મનનો વિષય ના થવો જોઈએ. આ લોકો બધા શરીરના વિષયથી છેતરાય છે. એમાં છેતરાવાનું કોઈ કારણ નથી. મનમાં ના રહેવું જોઈએ. વિષયની બાબતમાં મન ચોખ્ખું થઈ જવું જોઈએ, મન નિવૃત્ત થઈ જવું જોઈએ.
પ્રશ્નકર્તા : એટલે મૂળ બીજ તો મનથી જ પડે છે એમ ? દાદાશ્રી : મનમાં હશે તો જ એ વિષય છે, નહીં તો એ વિષય