________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૨૪૫ દાદાશ્રી : એ પેલા વિષય કરે, તેનાં કરતાં આ ડિસ્ચાર્જ બહુ સારું. પેલું બે જણને બગાડે, કૂતરા જેવું તો ન શોભે !
વીર્યશક્તિનું ઊર્ધ્વગમત ક્યારે ? પ્રશ્નકર્તા : વીર્યનું ગલન થાય છે એ પુદ્ગલ સ્વભાવમાં હોય કે કોઈ જગ્યાએ આપણી લીકેજ હોય છે એટલે થાય છે ?
દાદાશ્રી : આપણે જોઈએ અને આપણી દ્રષ્ટિ બગડી, એટલે વીર્યનો અમુક ભાગ છે તે ‘એક્ઝોસ્ટ’ થઈ ગયો કહેવાય.
પ્રશ્નકર્તા : એ તો વિચારોથી પણ થઈ જાય છે.
દાદાશ્રી : વિચારોથી પણ ‘એક્ઝોસ્ટ' થાય, દ્રષ્ટિથી પણ ‘એકઝોસ્ટ થાય. તે ‘એકઝોસ્ટ' થયેલો માલ પછી ડિસ્ચાર્જ થયા કરે.
પ્રશ્નકર્તા : પણ આ જે બ્રહ્મચારીઓ છે તેમને તો કંઈ એવા સંજોગો ના હોય, તેઓ સ્ત્રીઓથી દૂર રહે છે, ફોટા રાખતા નથી, કેલેન્ડર રાખતા નથી, છતાં એમને ડિસ્ચાર્જ થઈ જાય છે. તો એમનું સ્વાભાવિક ડિસ્ચાર્જ ના કહેવાય ?
દાદાશ્રી : તો પણ એમને મનમાં આ બધું દેખાય છે. બીજું, એ ખોરાક બહુ ખાતો હોય અને એનું વીર્ય બહુ બનતું હોય, પછી એ પ્રવાહ વહી જાય એવું ય બને.
પ્રશ્નકર્તા : રાત્રે વધારે ખવાય તો ખલાસ....
દાદાશ્રી : રાત્રે વધારે ખવાય જ નહીં, ખાવું હોય તો બપોરે ખાવું. રાત્રે જો વધારે ખવાય તો તો વીર્યનું અલન થયા વગર રહે જ નહીં. વીર્યનું અલન કોને ના થાય ? જેનું વીર્ય બહુ મજબૂત થઈ ગયું હોય, બહુ ઘટ્ટ થઈ ગયેલું હોય, તેને ના થાય. આ તો બધાં પાતળાં થઈ ગયેલાં વીર્ય કહેવાય.
પ્રશ્નકર્તા : મનોબળથી પણ એને અટકાવી શકાય ને ?
૨૪૬
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય દાદાશ્રી : મનોબળ તો બહુ કામ કરે ! મનોબળ જ કામ કરે ને ! પણ તે જ્ઞાનપૂર્વકનું હોવું જોઈએ. એમ ને એમ મનોબળ રહે નહીં ને !
પ્રશ્નકર્તા: સ્વપ્નમાં ડિસ્ચાર્જ જે થાય છે, એ પાછલી ખોટ છે ?
દાદાશ્રી : એનો કોઈ સવાલ નથી. આ પાછલી ખોટો સ્વપ્નાવસ્થામાં બધી જતી રહે. સ્વપ્નાવસ્થા માટે આપણે ગુનેગાર ગણતા નથી. આપણે જાગૃત અવસ્થાને ગુનેગાર ગણીએ છીએ, ઉઘાડી આંખે જાગૃત અવસ્થા ! છતાં પણ સ્વપ્નાં આવે. માટે એને બિલકુલ કાઢી નાખવા જેવું નથી, ત્યાં ચેતતા રહેવું. સ્વપ્નાવસ્થા પછી સવારમાં પસ્તાવો કરવો પડે, એનું પ્રતિક્રમણ કરવું પડે કે આવું ના હો. આપણી પાંચ આજ્ઞા પાળે તો એમાં કોઈ દહાડો વિષય-વિકાર થાય એવું છે જ નહીં.
જોખમો હષ્ટપુષ્ટ શરીરમાં આ વાંચ, આમાં શું લખ્યું છે ? પ્રશ્નકર્તા : મૈથુન સંજ્ઞા ચાર પ્રકારે જાગૃત થાય. (૧) વેદ મોહનીયના ઉદયથી. (૨) હાડ, માંસ, લોહી વગેરેથી શરીર પુષ્ટ થવાથી. (૩) સ્ત્રી નજરે જોવાથી. (૪) સ્ત્રીનું ચિંતવન કરવાથી ! વેદ મોહનીય ઉદયથી એટલે ?
દાદાશ્રી : સ્ત્રીને સ્ત્રીવેદ હોય, પુરુષને પુરુષવેદ હોય, એ વેદ જ્યારે ઉદયમાં આવે ત્યારે તે બૂમ પડાવડાવે.
તમારે અહીં ક્યાં આગળ ખાસ ચેતવા જેવું છે કે ‘લોહી-માંસથી શરીર હૃષ્ટપુષ્ટ થવાથી’, ત્યાં ચેતવાનું છે. તમે કહો છો કે અમારે ડિસ્ચાર્જ થાય છે, તે આ કારણ નડે છે. એક બાજુ શીખંડ, ભજિયાં, જલેબીઓ બધું ઠોકો છો અને પછી વીર્ય આંતરવા જાવ છો, તે કેમ બને ? શરીરને તો પોષણ પૂરતો જ ખોરાક આપવો અને તે ય પાછો ભારે માલ