________________
૨૩૨
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય પડે. કંઈ પણ મોઢામાં હાલવું જોઈએ. એટલે આવું ગમે ત્યારે ખાવ, એ તો બહુ ખોટું કહેવાય. વચ્ચે ના ખવાય પછી. ખાધા પછી કશું જ નાખવું ના જોઈએ.
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૨૩૧ જમવું. પેલા બે લાડવા ખાતા હોય તો તમારે એટલા ટાઈમમાં એક લાડવો ખાવો. એટલે ટાઈમ સરખો જ લે, પણ ખવાય ઓછું. મેં ખાધું એવું રહે અને ઊણોદરીનો લાભ મળે. બહુ ટાઈમ ચાવે તો લાભ બહુ સારો રહે.
પ્રશ્નકર્તા : આ ઊણોદરી કરીએ છીએ, તો જમી લીધા પછી બેત્રણ કલાકમાં મહીં ખાવાની ઇચ્છા થયા કરે છે. પછી એવું થાય અંદર કશુંક નાખીએ, જે મળે એ.
દાદાશ્રી : તે એકલો પડે કે ફાકી મારે પછી. એ જ જોવાનું છે ને (!) અહીં ગમે તેટલું પડ્યું હોય તો ય પણ એકલો પડે તો ય અડે નહીં, એવું હોવું જોઈએ ! ટાઈમે જ ખાવાનું. એ સિવાય બીજું કંઈ પણ વચ્ચે અડવાનું ના હોય. ટાઈમ વગર જે ખાય છે, એનો અર્થ જ નહીં ને ! એ બધું મિનિંગલેસ છે. એનાથી તો જીભ પણ બહેલાય, પછી શું રહ્યું ? નાદારી નીકળે ! અમારે તો બધી વસ્તુ આમ પડી હોય તો પણ અમે અડીએ નહીં, કશું ના અડીએ ! આ તો અડ્યા ને મોઢામાં નાખ્યું એટલે પછી ઓટોમેટિક ચાલુ થઈ જશે, જો અડશો ને તો ય ! તમારે તો એટલું નક્કી કરવાનું કે આપણે અડવું નથી, તો ગાડું રાગે ચાલે. નહીં તો પુદ્ગલનો સ્વભાવ એવો છે કે આમ જમવા બેસાડે ને, તો ભાતને જરા મોડું થયું હોય તો લોક દાળમાં હાથ ઘાલે, શાકમાં હાથ ઘાલે ને ખા, ખા કર્યા કરે. જાણે મોટી ઘંટી હોય ને, તેમ મહીં નાખ, નાખ કરે. અલ્યા, ભાત આવતાં સુધી બેસી રહેને છાનોમાનો, પણ બેસાય નહીં ને ! દાળમાં હાથ ઘાલે ને ના હોય તો છેવટે ચટણી જરા જીભે ચોપડ ચોપડ કરશે. મોટા મિલવાળા હ ! આ પુદ્ગલનો સ્વભાવ બળ્યો એવો છે ! એમાં આ લોકોનો કંઈ દોષ નથી. હું હઉ દાળમાં હાથ ઘાલ, ઘાલ કરુંને !
પ્રશ્નકર્તા : એટલે આપણે એમાં નક્કી જ કરવાનું એમ ?
દાદાશ્રી : એમાં જો અડ્યા તો પછી એ વધતું જાય. એટલે આપણે નક્કી કરી નાખીએ કે આટલું જ પ્રમાણ આખા દિવસમાં લેવું. તો પછી ગાડું નિયમમાં ચાલે અને વચ્ચેનો આટલો વખત મોઢામાં કશું મૂકવું જ નહીં. આ લોકો બધા પાન શા હારું ચાવતા હશે ? મોઢામાં કંઈક મૂકવું એવી ટેવ, તે પછી પાન ચાવે. કંઈ પણ મોઢામાં ઘાલે ત્યારે એને મજા
ઊણોદરી એટલે આપણને પ્રમાણ સમજાય કે આજે ભૂખ બહુ લાગી છે એટલે ત્રણ લાડુ ખવાઈ જશે. એટલે એક લાડુ ઓછો કરી નાખવો. કોક વખત બે લાડુ ખવાશે એવું માલુમ પડે તો તે ઘડીએ સવા લાડવો ખાવો. પ્રમાણ આપણને સમજાય તેનાથી આપણે ઓછું કરી નાખવું, ઊણું કરી નાંખવું. નહીં તો આખો દિવસ ડોઝીંગ રહેશે. મૂળ તો, જગતના લોકો, એક તો ઉઘાડી આંખે ઊંધે છે અને પછી આ પાછું ડોઝીંગ થાય. જાગૃતિ અને આને, આ બેને મેળ શી રીતે ખાય ? માટે ઊણોદરી જેવું કોઈ તપ નથી. ભગવાને બહુ સુંદરમાં સુંદર રસ્તો બતાવ્યો છે કે ઊણું રાખજો. કોઈ આઠ લાડવા ખાતો હોય તો એણે પાંચ લાડવા ખાવા જોઈએ. રોજ એક લાડવો ખાતો હોય તો એ કહેશે, ‘હું તો એક જ લાડવો ખાઉં છું.' તો ય ના ચાલે. એણે પોણો લાડવો ખાવાનો. એટલે વીતરાગોએ બહુ ડહાપણપૂર્વક એક એક વાક્ય કહેલું કે જે જગતને હિતકારી થઈ પડે !
આહાર જાગૃતિએ રક્ષી લેવાં વ્રત ! પ્રશ્નકર્તા : ખોરાક અને જ્ઞાનને શું લેવાદેવા ?
દાદાશ્રી : ખોરાક ઓછો હોય તો જાગૃતિ રહે, નહીં તો જાગૃતિ રહે જ નહીં ને !
પ્રશ્નકર્તા : ખોરાકથી જ્ઞાનને કેટલો બાધ આવે ?
દાદાશ્રી : બહુ બાધ આવે. ખોરાક બહુ બાધક છે. કારણ કે આ ખોરાક જે પેટમાં જાય છે, તેનો પછી દારૂ થાય છે ને આખો દહાડો પછી દારૂનો કેફ, મેણો ને મેણો ચર્ચા કરે છે. નહીં તો આ પાંચ આજ્ઞાઓ મેં આપી છે, તેની જાગૃતિ કેમ ના રહે ? એમાં શું બહુ મોટી વાત છે ? અને જાગૃતિ પણ બધાને આપેલી જ છે ને ?! પણ આ ખોરાકની બહુ અસર થાય છે. આપણે હવે ખોરાકનો ત્યાગ કરવાનો કહ્યો નથી. એની મેળે જો ત્યાગ થઈ જાય તો ખરું. જેને સંયમ લેવો છે, સંયમ એટલે કે