________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૨૩૩ બ્રહ્મચર્ય પાળવું છે તે ખોરાક વધારે લે તો તેને પોતાને અવળી ‘ઈફેક્ટ’ થાય. પછી એને એ અવળી ‘ઈફેક્ટ’નાં રીઝલ્ટ ભોગવવાં પડે. જેને બ્રહ્મચર્ય પાળવું છે, તેણે ખ્યાલ રાખવો કે અમુક ખોરાકથી ઉત્તેજના વધી જાય છે. તે ખોરાક ઓછો કરી નાખવો. ચરબીવાળા ખોરાક જેવા કે ઘીતેલ ના લેવાય, દૂધે ય જરા ઓછું લેવું, પણ દાળ-ભાત-શાક-રોટલી એ બધું નિરાંતે ખાવ અને તે ખોરાકનું પ્રમાણ ઓછું રાખવું. દબાણપૂર્વક ખાવું નહીં. એટલે ખોરાક કેટલો લેવો જોઈએ કે આમ મેણો ના ચઢે અને રાતે ત્રણ-ચાર કલાક જ ઊંઘ આવે એટલો ખોરાક લેવો જોઈએ.
પ્રશ્નકર્તા : આ સાયન્ટિસ્ટો કહે છે કે છ કલાકની ઊંઘ હોવી જોઈએ.
દાદાશ્રી : તો આ ગાય-ભેંસને પૂછી આવ કે તમે કેટલી વાર ઊંઘો છો ? આ મરઘાને પૂછી આવ કે કેટલી વાર ઊંઘે છે ? બ્રહ્મચારીને ઊંઘવાનું તો ના હોય ! ઊંઘવાનું તો હોતું હશે ? ઊંઘવાનું તો આ જે મહેનત કરનારાઓ છે, એ છ કલાક ઊંધે. એમને ઘસઘસાટ ઊંઘ પણ આવે ! ઊંઘ તો કેવી હોવી જોઈએ કે આ ટ્રેનમાં બેસીને જઈએ છીએ ત્યારે પાંચ-દસ ઝોકાં આવી જાય કે બસ પતી ગયું, પછી સવાર થઈ જાય. આ તો બધો ખાધેલાનો મેણો ચઢે છે, તે પછી ઊંઘ પણ !
ખોરાકમાં ઘી-ખાંડ કરાવે વિષયકાંડ ! ખોરાકે ય બહુ ઓછો ના કરી નાખવો. કારણ કે ખોરાક ઓછો ખાવ એટલે જ્ઞાનરસ આંખને લાઈટ આપે છે, એ જ્ઞાનરસ આ તંતુઓમાંથી જતો હોય, તે રસ પછી મહીં ના જાય ને નસો બધું સુકાઈ જાય. જુવાની છે એટલે આમ ભડકના માર્યા ખોરાક એકદમ બંધ નહીં કરી દેવાનો. દાળ-ભાત એ બધું ખાવ, એ તો જલ્દી પચી જાય એવો ખોરાક ! અને પચીને પછી જે લોહી થાય ને એ લોહી જ વપરાશમાં આવે, રોજ કામમાં આવી જાય એટલું જ લોહી થયા કરે. એટલે આગળનું પ્રોડક્શન બધું હતું કે, તે જૂજ થયા કરે !
પ્રશ્નકર્તા : ચોખ્ખું ઘી હોય તો શું ખોટું ?
૨૩૪
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય દાદાશ્રી : ઘી હંમેશા માંસ વધારનારું છે અને માંસ વધે એટલે વીર્ય વધે, એ બ્રહ્મચારીઓની લાઈન જ ન હોય ને ! એટલે તમે જે ખોરાક ખાવ, તે દાળ-ભાત-કઢી એકલાં ખાવ. તો ય ખોરાકનો સ્વભાવ એવો છે કે ઘી વગરે ય એનું લોહી થાય અને તે હેલ્પીંગ થાય. કારણ કે કુદરતે એવો નિયમ રાખ્યો છે કે ગરીબ માણસ હોય, તે આવું બધું શું ખાશે ? તે ગરીબ માણસ જે ખાય છે, તે ય બધી એને શક્તિ મળી રહે છે ને ! એવી રીતે આપણને આ સાદા ખોરાકથી બધી શક્તિ મળી રહે ! પણ જે વિકારી છે, એ ખોરાક ના હોવો જોઈએ.
આ હોટલનું ખાઈએ, એનાથી શરીરમાં ખરાબ પરમાણુ પેસે. તે પછી એની અસર આવ્યા વગર રહે જ નહીં. એને માટે પછી ઉપવાસ કરવો પડે અને જાગૃતિ રાખવી. છતાં ય સંજોગવશાત્ બહારનું ખાવું પડે તો ખાઈ લેવું, પણ તેમાં પછી લાભાલાભ જોવો. તળેલાં ભજિયાં ખાવા કરતાં દૂધ પી લેવું સારું. બહારના પૂરી-શાક કરતાં ઘરની ખીચડી પસંદ કરવી !
આવડાં નાનાં નાનાં છોકરાંને મગસ ને ગુંદરપાકને એ બધું ખવડાવે છે, તે પછી એની અસરો બહુ ખરાબ પડે છે, એ બહુ વિકારી થઈ જાય છે. એટલે નાના છોકરાને બહુ ના આપવું જોઈએ, એનું પ્રમાણ સચવાવું જોઈએ. આ માલમલિદા ખાવાનું એ બધું સંસારીઓ માટે છે કે જેને બ્રહ્મચર્યની કંઈ પડી નથી. જેને બ્રહ્મચર્ય પાળવું છે, તેનાથી તો માલમલિદો ના ખવાય. અને ખાવો જ હોય તો થોડો ખાવો કે જેને ભૂખ જ ખઈ જાય. માલમલિદો ખઈએ તો પાછું જોડે દાળ-ભાત જોઈએ, શાક જોઈએ એટલે પછી ભૂખ ખઈ ના જાય. આ ખરાબ વિકારો આવવાનું કારણ જ આ છે, તેનાથી વિકારીભાવ ઉત્પન્ન થાય. ભૂખ ખઈ જાય ત્યાં સુધી વિકારીભાવ ઉત્પન્ન ના થાય. ભૂખ ના ખાય, ત્યારે પ્રમાદ થાય. પ્રમાદ થાય એટલે વિકાર થાય. પ્રમાદ એટલે આળસ નહીં, પણ વિકાર!
પુદ્ગલ હેરાન કરે એવી વસ્તુ છે, એ આપણો પાડોશી છે. પુદ્ગલ વીર્યવાન હોય ત્યારે હેરાન ના કરે. અગર તો બિલકુલ ય આહાર ઓછો લે, જીવવા પૂરતો જ આહાર લે ત્યારે પુગલ હેરાન ના કરે. ખોરાકથી તો બ્રહ્મચર્ય અટક્યું છે. ખોરાકની બાબતમાં જાગૃત રહેવું જોઈએ. આ