________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૨૩૫ તો દિવડો સળગે એટલું જ ખાવાનું હોય. ખોરાક તો એવો લેવો જોઈએ કે મેણો જ ના ચઢે. અને ઊંઘ એવી હોવી જોઈએ કે ભીડમાં બેઠાં હોય પછી આમ ખસાય નહીં, તેમ ખસાય નહીં, એવી ભીડમાં બેઠા બેઠાં ઊંઘ આવી જાય તે જ ખરી ઊંઘ. આ તો ખોરાકનો મેણો ચઢે છે, તેની પછી ઊંઘ આવે છે. આ ખાધા પછી વિધિ કરો જોઈએ, સામાયિક કરો જોઈએ, થાય છે ? બરોબર ના થાય !!
નહાવાતું ય નોતરે તુક્સાન ! આ નહાવાથી બધા વિષયો જાગૃત થઈ જાય છે. આ નહાવાધોવાનું શેને માટે છે ? વિષયી લોકો માટે જ નહાવાની જરૂર છે, બાકી તો જરા કપડું ભીનું કરીને આમ લૂછી નાખવાનું. જે બીજો ખોરાક ખાતો નથી, તેનું શરીર કશું જ ગંધાય નહીં.
એક મહિનાથી સિકનેસ હોય પછી વિકાર હોય છે ? પ્રશ્નકર્તા : તો ન હોય. દાદાશ્રી : ત્યારે એ સિકનેસ લાવવી. પ્રશ્નકર્તા : લાવવી આપણા હાથની વાત નથી ને !
દાદાશ્રી : ત્યારે શું આપણા હાથની વાત ? તો ભૂખ્યા રહે ચાર દહાડા એટલે એની મેળે વીસ દહાડાની સિકનેસ આવે ! ચાર દહાડા ભૂખ્યો રહે પછી વિકાર ના હોય.
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય બધું માંગે !
દાદાશ્રી : પણ તે ખોરાક એવો લેવો કે ભૂખ લાગે નહીં, એવો શુષ્ક આહાર કે જેમાં દૂધ-ઘી-તેલ એવું બધું બહુ પુષ્ટિકારક ખોરાક બહુ ના આવે. આ દાળ-ભાત-કઢી ખાવું, એ બહુ પુષ્ટિકારક ના હોય.
આ કાળમાં તો કંટ્રોલ કરાય એવાં સંજોગો જ નથી ! દબાણ કરવા જાય તો ઊલટું મન વધારે કૂદાકૂદ કરે. એટલે આહારી આહાર કરે છે એમ જવા દેવું, પણ તે પાછું તમને બ્રહ્મચર્યમાં નુકસાન ના કરે એટલું જરા જોવું ! ખોરાકને માટે તમારે કંટ્રોલ કે ના કંટ્રોલ એવું અમારે કશું કહેવાની જરૂર નહીં. ફક્ત જો કદી વિષય મૂંઝવતા હોય, ઉદયકર્મનો ધક્કો વધારે લાગતો હોય તો એણે ખોરાક પર કંટ્રોલ મુકવો જોઈએ. પુરુષાર્થ એટલે બીજું તો શું કે તમારે ચંદ્રેશને કહેવું પડે. તમારે ચંદ્રેશ જોડે જુદાપણું રાખી વાતચીત થાય. કારણ કે આત્મા તો કશું બોલતો જ નથી, પણ મહીં જે પ્રજ્ઞા નામની શક્તિ છે, તે કહે છે કે જરાક ખોરાક ઓછો લેશો તો તમને ઠીક અનુકૂળ રહેશે. કારણ કે અહંકાર કરવા જાય તો તો અહંકાર જીવતો થાય. આ જ્ઞાન આપ્યું છે તેથી અહંકાર નિર્જીવ થયો છે. ‘વધારે પડતું ખાવું નથી’ એવું નક્કી કર્યા પછી ભૂલથી ખવાઈ જાય, તો તેને ‘વ્યવસ્થિત’ છે કહેવું.
જીવવાનું, ધ્યેય પ્રમાણે ! પ્રશ્નકર્તા: દરેક કાર્યમાં નક્કી કરવું પડે. આમ ‘વધારે ખાવું નથી' એ નક્કી કર્યું, પછી જાગૃતિ રાખી, એવી દરેક કાર્યમાં જાગૃતિ રાખવી પડે.
દાદાશ્રી : એ ઉપયોગ રાખ્યો, એ જ જાગૃતિ ! પ્રમાદ એટલે ખોરાક ખા ખા કર્યા કરવું. એટલે પછી બધામાં ઠેકાણું જ ના હોય. આખો દહાડો જે આવે એ ઠોક ઠોક કરે. હું તો કેટલાય વર્ષોથી નાછૂટકે ખઉં છું.
અને માણસ માંદો હોય, ત્રણ દહાડાનો, એને વિષય માટે કહે કે પચાસ હજાર રૂપિયા આપીશ તો કરે ?
પ્રશ્નકર્તા : ના કરે, શક્તિ ના હોય ને !
ખોરાક ઓછો લેવાય એટલે ચાલ્યું. જીવવા માટે ખાય, ખાવા માટે જીવે નહીં. પહેલાં રાત્રે નહોતો ખાતો તે, તે દહાડે સારું રહેતું'તું કે અત્યારે સારું રહે છે ?
પ્રશ્નકર્તા : પહેલા બહુ સારું રહેતું'તું. દાદાશ્રી : તે જાણી-જોઈને બગાડ્યું શું કરવા ? પ્રશ્નકર્તા : ખાધા પછી બે-ચાર કલાકે પછી ભૂખ લાગે તો બીજું