________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૨૨૭ છે, એ સુખના પ્રમાણમાં એમને કોઈ ઉઠાવીને સ્મશાનમાં મૂકી આવે તો તે વધારે પડતું દુઃખ કહેવાય ને ?
દાદાશ્રી : કેમ સ્મશાનમાં ? ત્યાં શું દુ:ખ છે ?
પ્રશ્નકર્તા : એ બરાબર છે, પણ અમાસની રાત્રે અંધારામાં કોઈ દહાડો ગયો ના હોય અને ત્યાં પેલું ઘુવડ પક્ષી બોલે તો.....
દાદાશ્રી : હા, ઘુવડ તો શું ? પણ એક કાગડો ઊડે તો ય ફટાકા મારે. એટલે આ લોકોએ દુ:ખ સમતાપૂર્વક સહન કરવું જોઈએ. જે કંઈ પણ કરો તે મને પૂછીને કરજો. આ લોકોને હજુ તો આટલું ય દુ:ખ સહન કરવાની શક્તિ નથી. પોલીસવાળો મારે ને કહે કે, ‘તમે ફરી જાવ છો કે નથી ફરી જતા ?’ તો આ લોકો ફરી જાય, આત્મા ને બધું ય છોડી દે. જ્યારે પેલા ક્રમિક માર્ગવાળાને ઘાણીએ પીલે તો ય કોઈ આત્મા ના છોડે. તિતિક્ષા એ જૈનોનો શબ્દ નથી, એ વેદાંતીઓનો શબ્દ છે.
કેળવાય મનોબળ, તિતિક્ષાથી ! પ્રશ્નકર્તા : આ તિતિક્ષાને અમારે કેળવવી પડશે ને ?
દાદાશ્રી : હવે એ ગુણ ડેવલપ કરવા જાય ત્યારે આત્મા ખોઈ નાખે. માટે તમારે જવાનો વખત આવે તો ય આત્માને ના છોડશો, એટલું એક મહીં રાખજો. દેહ છૂટી જશે, તો દેહ તો ફરી મળશે, પણ આત્મા ફરી મળવાનો નથી.
૨૨૮
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય ત્યાં કંઈ ખઈ જવાનો છે કોઈ? અલ્યા, કંઈ આત્માને ખઈ જવાનો છે ? ખઈ જશે તો દેહને ખઈ જશે. ત્યાં સ્મશાનમાં કશું નથી. ખાલી આપણી મનની નબળાઈઓ છે. હા, બે દહાડા પ્રેકટીસ લેવી પડે. બાકી આમની આવી તેવી પરીક્ષા ના કરાય. તે પછી તાવ ઊતરે જ નહીં. ડૉકટરોથી ય ના ઊતરે. આને ભડકનો તાવ કહેવાય. ભડકનો તાવ તો અમે બહુ વિધિઓ કરીએ ત્યારે ઊતરે. એના કરતાં સૂઈ રહેજોને ઘેર છાનામાના, દેખ લેંગે આગળ.
આ વેદાંતીઓએ તિતિક્ષા ગુણ કેળવવાનું કહેલું, જૈનોએ બાવીસ પરિષહ સહન કરવાના કહેલા. ભૂખ ઉત્પન્ન થાય, તરસ ઉત્પન્ન થાય, મહીં કકળે એ રીતે ઉત્પન્ન થાય, એ બધું સમતાભાવે સહન કરવાનું શીખો. તરસ તો આ લોકોએ જોયેલી જ નહીં. જંગલમાં ગયા હોઈએ ને પાણી ના મળે, એનું નામ તરસ. એ ભૂખ-તરસ અમે જોયેલી. કોન્ટ્રાક્ટનાં કામમાં જંગલોમાં ને બધે ગયેલા ત્યારે જોયેલી. પછી હિમ પડે એવી ટાઢ સહન ના થાય, સતત તડકો પડે, આ શહેરમાં પડે છે એવો નહીં. બોમ્બ પડતા હોય ત્યારે મનોબળની ખબર પડે ! મનોબળવાળાને જુઓ તો મનોબળ ઉત્પન્ન થાય. પણ જગતે, જીવે મનોબળ જોયું નથી ! અમારામાં તો ગજબનું મનોબળ હોય, પણ તે જો જો કરે ને, એ જેટલું જુએ એટલી શક્તિ એનામાં આવે. હું તે રૂપ થઈ ગયો છું અને તમે ધીમે ધીમે તે રૂપ થઈ રહ્યા છો. તે એક દહાડો તે રૂપ થઈ જશો. પણ તમને રસ્તો ટૂંકો મળી ગયો છે અને મારે તો રસ્તો બહુ લાંબો મળ્યો હતો. હું ત્યાગ ને તિતિક્ષા કરી કરીને આવ્યો છું. તિતિક્ષા તો પાર વગરની કરેલી. એક દહાડો શેતરંજી પર સૂઈ જવાનું, એક દહાડો બે ગોદડાં પર સૂઈ જવાનું. જો શેતરંજી પર ટેવ પડી જાય તો બે ગોદડાંમાં ઊંઘ ના આવે અને ગોદડાંમાં ટેવ પડી જાય તો શેતરંજી પર ઊંઘ ના આવે !
પ્રશ્નકર્તા: અમારે પણ તમારી જેમ ત્યાગ ને તિતિક્ષામાંથી નીકળી જવાનું રહ્યું ?
દાદાશ્રી : નહીં, તમારે એવું કશું રહ્યું નહીં ને ! તમને તો એમ ને એમ ‘ફ્રી ઓફ કોસ્ટ’ મળ્યું. એટલે તમારે તો ગાડું ચાલ્યા કરે. તમારી
પ્રશ્નકર્તા: જેમ જેમ કાળ બદલાતો જાય તેમ તેમ દુ:ખ સહન કરવાની શક્તિ પણ ઘટતી જાય ને ?
દાદાશ્રી : એવું નથી. દુઃખ તો કાળને અડે નહીં. એ તો મનોબળ જોઈએ. અમને જોવાથી બહુ મનોબળ ઉત્પન્ન થાય ને મનોબળ હોય તો જ કામ ચાલે, ગમે તેવાં દુઃખ હોય તો ય મનોબળવાળો માણસ તેને પસાર કરી નાખે. હવે, મારું શું થશે?” એવું એ ના બોલે.
સ્મશાનમાં જાય ને ત્યાં ભડકો દેખે તો આ લોક ફફડી જાય. તેમાં