________________
[૪] વિષય વિચારો પજવે ત્યારે...
એ તો છે ભરેલો માલ પ્રશ્નકર્તા : મારે ધંધાને લીધે બહાર બધે ફરવાનું બહુ થાય છે.
દાદાશ્રી : હા, પણ એ સંજોગોમાં આપણે ચેતતા રહેવાનું, એ ચડી બેસે તો ચડી બેસવા નહીં દેવાનું. એ ન્યુટલ છે ને આપણે છે તે પુરુષ છીએ. ન્યુટ્રલ, પુરુષને જીતે નહીં કોઈ દહાડો ય.
માંસાહારની દુકાને જઉં તો ય વિચાર ના આવે, તે શું ? કારણ કે એ માલ ભર્યો નથી ને ! એટલે પછી આપણે ના સમજી લઈએ કે ભઈ, ભરેલો હોય હવે તે જ કરે છે. ના ભર્યો હોય તો નથી કૂદવાનો. એ સમજણ પડે કે ન પડે ?
પ્રશ્નકર્તા : એ બરાબર છે. પણ બહુ વિચારો આવે ને એટલે પેલું એ થઈ જાય કે સાલું આવું બધું ?!
દાદાશ્રી : બહાર લોકો બૂમાબૂમ કરતાં હોય, તેથી કરીને આપણે બારણું વાસીને બેઠા હોય એકબાજુ, તો ભાંજગડ છે ? આપણે એની જોડે વ્યવહાર કરવો જ નહીં, તો પછી આપણે રહી શકીએ, એટલે એ ઝંઝાવાત
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૧૧૫ આવે તે પછી પાર નીકળી જાય, ને ઝંઝાવાત ઊડી જાય. વંટોળીયા કંઈ રોજ હોય ? બે દહાડા, આખો દહાડો ચાલે તોય ઉડાવી દઈએ. આ બધા કહે ને, આમને કંઈ વંટોળીયા નહીં આવતા હોય ? હવે આને કેટલા ય વંટોળીયા આવે છે, પણ શું કરે ?
પ્રશ્નકર્તા : ચંદ્રેશ વિષય ભોગવતો હોય એવા વિચારો આવે, આવું તેવું બધું દેખાય, ફોટાઓ બધા પડે અંદર. ગમે નહીં અંદર કશું પછી.
દાદાશ્રી : ભલેને ના ગમે. ના ગમે તો ય ચંદ્રેશને ને ? તને તો નહીં ને ? તું તો જુદોને આમાં ! વિષય ના હોવો જોઈએ, હોય બીજી કોઈ ભૂલો તો ચલાવી લેવાય.
પ્રશ્નકર્તા : એવો વિચાર આવે કે આપણને ઈન્ટરેસ્ટ પડે છે, માટે દાનત ચોર હશે તો જ ઈન્ટરેસ્ટ પડે. નહીં તો ઈન્ટરેસ્ટ પડવો જ ના જોઈએ.
દાદાશ્રી : ઈન્ટરેસ્ટ પડે એવો માલ લાવ્યા છીએ આપણે. આપણને ખબર પડે. ઓહો ! ઈન્ટરેસ્ટ પડે એવો છે. એટલે કહીએ, ‘ઈન્ટરેસ્ટ વાપરો તમે. પૈણો હઉ, કોણ ના પાડે છે ?”
આત્માને આમાં ઈન્ટરેસ્ટ હોતો જ નથી, એ ઈન્ટરેસ્ટ છે, આહારીને. આહારી જોયેલાં તે ! વધારે ય ખઈ જાય છે તો દુ:ખ થઈ જાય અને ઉપવાસ કરવા હઉ બેસે, પાછા એ જ આહારી !
પ્રશ્નકર્તા : પછી એવા વિચાર આવે કે આ નિશ્ચયમાં કચાશ છે કે દાનત ચોર છે કે આવું કેમ થાય છે ?
દાદાશ્રી : ના, એ તો ભરેલો માલ છે ને ટાઈમ થયો છે. આજુબાજુના સંજોગો એવા છે એટલે ફૂટે છે.
પ્રશ્નકર્તા : એક બેભાનપણામાં વિષયમાં ખેંચાઈ ગયા અને બીજું જાગૃતિપૂર્વક ખેંચાઈ ગયા, ચાલ્યું જ નહીં ત્યાં આગળ હવે. પછી શું કરવું ? અને એનો કેટલો દોષ બેસે ?
દાદાશ્રી : દોષ તો ખરો ને ! વૈદે કહ્યું હોય કે મરચું ના ખાજો