________________
૨૦૪
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૨૦૩ પ્રશ્નકર્તા: બીજી ચોંટી પડે તો.
દાદાશ્રી : બીજી ચોંટી પડે તો બીજીથી છૂટવું. જેને છૂટવું છે, એને બધું આવડે.
પ્રશ્નકર્તા : એટલે એ સિવાય, પેલું વ્યવહારમાં વધારે પડતા ડૂબી જઈએ ધંધામાં-કામમાં તો આપણું જ્ઞાતા-દ્રષ્ટાપણું ઓછું થઈ જાય, એવું નહીં ને ?
દાદાશ્રી : ધંધો એ આવી ફાઈલ નથી. આ તો દાવો માંડે એવી ફાઈલ છે. એ રાત-દા'ડો તમારે માટે વિચાર કરે ને તમને રાત-દહાડો બાંધ બાંધ કર્યા કરે. આપણે તો આપણે ઘેર હોઈએ તો યે ધંધો ના બાંધે અથવા જલેબી બાંધે નહીં, કેરીઓ બાંધે નહીં. આ જીવતી બાંધે, આમાં ક્લેઈમ ને ? જે તમે સુખ ખોળો છો એ બાજુ, તો કોઈ માંગશે એટલે આ કલેઈમવાળું છે. સુખ તો જલેબી ખાધી ને ના ફાવી તો ફેંકી દીધી. બીજું શું ? દાવો ય નહીં જલેબીનો, કશો વાંધો નહીં. આ બધી અમારી ઝીણી શોધખોળો બધી. નહીં તો છૂટાય કેવી રીતે ?!
ધંધામાં એ થયું, ફલાણું થયું તો એમાંથી બાંધે, પણ મને એવું એને માટે વિચાર આવે એવું મારી પાસે હોય જ નહીં ને, એટલે બાંધે શી રીતે ? હું વીતરાગ જ હઉં, તો એ બાંધે ય શી રીતે ? હું ત્યાં ચોટું ત્યારે મને બાંધે. ત્યાં વીતરાગ રહેવું. છૂટવાનો રસ્તો આ.
પ્રશ્નકર્તા એટલે કેવી રીતે વીતરાગ રહો ?
દાદાશ્રી : ગમે તેવું એ કરીને તો ય આપણે એ પ્રકૃતિને ષે ય નહીં ને રાગે ય નહીં કરવાનો. એનું નામ સમભાવે નિકાલ ! એ ગમે તેવું ખરાબ કરે, ઊંધું કરે, નુકસાન કરે, જો હું એને કંઈ રીપેર કરવા જઉં, તો એનો અર્થ એટલો કે હું રાગ-દ્વેષમાં પડ્યો. તો મને હજુ જરૂર છે, ઈચ્છા છે મારી, રાગ-દ્વેષવાળી પ્રકૃતિ છે. તેનો સમભાવે નિકાલ કરવાનું કહ્યું છે.
એનું મન આપણા તરફ રાગમાં રહે, તો બાંધે, એવું ના થવું જોઈએ. રાગ અથવા વૈષથી આ લોકોનાં મન બાંધે, પણ મારી જોડે સાચા પ્રેમથી બાંધે તો ઊલટું આખો દહાડો શાંતિ રહે. ભગવાન મહાવીર આ રીતે છૂટેલા ને, નહીં તો છૂટે નહીં.
તને બહુ વાતો કામમાં લાગશે. તે દા'ડાનો મને પૂછ પૂછ કરે છે, ‘શી રીતે છૂટવું ?” પછી મારે આમ ને આમ તો મારાથી કહેવાય નહીં, આવું બાંધભારે કર્યું ત્યારે સમજી જવાનું. એ ય સમજે તો રાગે પડ, ના સમજે તો પછી....
પ્રશ્નકર્તા : હવે જલ્દી રાગે પડવાની જરૂર છે. દાદાશ્રી : ઘરનું બગડશે, ઘરમાં ઊભો નહીં રહેવા દે. પ્રશ્નકર્તા: બહારે ય બગડે તો બધે બગડે.
દાદાશ્રી અને આમ ઘેરે ય ફ્રેકચર થઈ જશે. અહીં એ બધું ફ્રેકચર થઈ જશે.
આખી રાત મારા માટે કોઈને ય વિચાર આવે કંઈ પણ કે દાદાએ મને આમ કર્યું ને તેમ કર્યું. દાદાએ મને નુકસાન કર્યું કે બીજી બાજુ