________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૧૯૯ દાદાશ્રી : ભાન જ નહીં ને કોઈ પણ જાતનું. પોતા ઉપર અને પારકા ઉપર ભાન જ નહીં.
પ્રશ્નકર્તા : આપણે ફાઈલનો તિરસ્કાર કરીએ તો અંદરથી એવું બતાડે કે એ આપણને ઊંધું સમજશે.
દાદાશ્રી : ઊંધું સમજવું જ જોઈએ. એને આપણે ગાંડા છીએ એવું લાગવું જોઈએ. આપણે જે તે રસ્તે તોડી નાખવાનું ને પછી એની દવા થાય. આ વેર બંધાયું હોય તેની દવા થાય.
પ્રશ્નકર્તા : જ્યાં સુધી એક જગ્યાએ પણ ઝલાયેલું હોય ત્યાં સુધી બીજી શક્તિ પછી પ્રગટ થતી નથી.
દાદાશ્રી : આ તે ગળ્યું પોઈઝન છે, પોઈઝન ને પાછું મીઠું !
અને ‘ફાઈલ’ આવે, તે ઘડીએ તો કડક જ થઈ જવું. તો ‘ફાઈલ” ધ્રુજે ! ‘યુઝલેસ ફેલો’ એમ હતું કહી દો ખાનગીમાં, એટલે એ વેર રાખે, ચિઢાય તો ય વાંધો નહીં. ચિઢાય એટલે રાગ ઊડી જાય, આસક્તિ ઊડી જાય બધી. અને એ સમજી ય જાય કે હવે ફરી આ આપણા લાગમાં ના આવે. નહીં તો પછી એ લાગ ખોળ્યા કરે. આ હવે સાચવજો બધું.
- ફાઈલ તો આપણી નજીક આવે ને ત્યાંથી જ મનમાં કડવું ઝેર થઈ જવું જોઈએ, આ ક્યાં અત્યારે ?! આ તો દાનતચોર છે ! આટલું જ ચેતવા જેવું છે. બીજું બધું ખાજો-પીજો ને, હું ક્યાં ના કહું છું ?
કડક, આમ થવાય ! પ્રશ્નકર્તા : સામી ફાઈલ એ આપણા માટે ફાઈલ નથી, પણ એના માટે આપણે ફાઈલ છીએ એવું આપણને ખબર પડે તો આપણે શું કરવું ?
દાદાશ્રી : તો તો વહેલું વધારે ઉડાડી દેવું. વધારે કડક થવું. એ ચીતરવાનું જ બંધ કરી દેને. ના હોય તો ગાંડું હલું બોલવું. એને કહેવું કે “ચાર ધોલો મારી દઈશ, જો તું મારી સામે આવીશ તો ! મારા જેવો ચક્રમ નહીં મળે કોઈ.” એવું કહીએ એટલે પછી ફરી પેસે નહીં. એ તો
૨૦૦
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય આવી જ રીતે ખસે.
પ્રશ્નકર્તા : આવું કેક બોલવાનું મને સારું ફાવે.
દાદાશ્રી : હા. તને આવું કડક બોલતાં સારું ફાવે ને આ બધાને શિખવાડવું પડે. તને સહજ આવડે.
ઢીલું પડે એ બધા રોગ જ છે. આ તો તમને ભાન જ નથી કે અવળું બોલીને છૂટી જવાય. અપમાન દરેકને ગમતું નથી. ફાઈલ હોય તેને ય ગમતું નથી. એ ય નફફટ નથી હોતી કે અપમાન કરીએ તો પછી આ ફાઈલ ઊભી રહે ?! પછી ચીતરવાનું જ બંધ કરી દે છે. અને જ્યાં સુધી આ મોળું હશે ને ત્યાં સુધી ચીતર ચીતર કરશે. એ ચીતરે એટલે આપણું મન ઢીલું થાય. ઈફેક્ટ છે બધી. તારે એના ઉપર દ્રષ્ટિ ના હોય પણ એ ચીતરે એટલે તારે મહીં ઈફેક્ટ બહુ થાય, એટલે પડે. તેથી ચીતરતો જ બંધ થઈ જાય એવું કરવું અને ઊલટું જયારે હોય ત્યારે ગાળો ભાડે. એટલે આપણી માટે કહેશે, “ચાલો જવા દો ને એની વાત, એ તો બહુ ખરાબ છે.’ એટલે ઊંધું ચીતરે તો આપણને છોડી દે !
પ્રશ્નકર્તા : એટલે આપણને કોઈના પ્રત્યે એવો ખરાબ વિચાર આવે એટલે એને પણ આવે જ, એમ ?
દાદાશ્રી : બહુ દહાડાને માટે વિચાર આવ આવ કરે એટલે એની અસર પેલા પર થયા વગર રહે નહીં. એવું આ જગત છે ! માટે એવું કડક બોલીને કાપી નાખો કે આપણે ફરી નામ જ ચીતરતો બંધ થઈ જાય. બીજા ઘણાં ય છોકરાઓ છે, ત્યાં ચીતર ને ! અહીં ક્યાં આવે ? એને એમે ય કહેવાય કે મારા જેવો ક્રેક હેડેડ બીજો કોઈ નહીં મળે. એટલે એ ય કહેતી થાય કે કેક હેડેડ છે. જે તે રસ્તે છૂટવું છે ને આપણે ! બીજે બધે ડાહ્યા થજો ને !
તોડાય લફરું કળાએ કરીતે ! અબ્રહ્મચર્યથી તો આ બધું આવું ગોટાળો છે જ. પ્રશ્નકર્તા : પછી પોતાની દ્રષ્ટિથી બહાર જ જતા રહેવાય છે.