________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૧૫ પ્રશ્નકર્તા : ચાલશે, નહીં બોલું તો. દાદાશ્રી : તે ઘડીએ છોડી દઉં, તો આજે છોડી દે ને ?
તેથી કૃપાળુદેવ એમ લખે છે, ‘લાકડાની પૂતળી તો સારી હોય. એમાં સંડાસ મહીંથી નીકળવાનું નહીં. નહીં ગંધ આ તો ! એ મોટું જુએ તો ય ગંધાતા હોય. ભ્રાંતિ ચઢી જાય ને એટલે કેફ ચઢી જાય તો ભાન ના રહે. એટલે ચીતરી ના ચઢે પછી.
પ્રશ્નકર્તા: બધાંને એનો અનુભવ છે જ !
દાદાશ્રી : તે ઘડીએ સંડાસ કરવા બેઠી હોય ત્યારે જુએ તો ચંચળ રહે કે ના રહે ?
પ્રશ્નકર્તા : ના રહે. પ્રેમ તૂટી જાય.
દાદાશ્રી : પ્રેમ છે જ કયાં આ ! ખાલી સાયકોલોજીકલ ઈફેક્ટ છે ! તે ઘડીએ આપણે વીંટ વીંટ કરવું પડે. આ છતું વાંચ્યું હતું, તે ઊંધું વીંટ વીંટ કરીએ તો નીકળી જાય, ખલાસ થઈ જાય. ‘મારું, મારું” કરીને ચોંટ્યો. હવે ‘ન્હોય મારું, હોય મારું’ કરે તો જતું રહે.
અતિ તે “ફાઈલ' સરખાં ! જ્યાં ખેંચાણ થતું હોય ત્યાં જાગ્રત રહો. ખેંચાણ ના થતું હોય તો વાંધો નહીં. વારે ઘડીએ ખેંચાણ થતું હોય તો જાણવું કે આ હજુ ફાઈલ છે.
પ્રશ્નકર્તા : અમુક ફાઈલ હોય તો ખેંચાણ થાય.
દાદાશ્રી : ચેતીને ચાલજો. આપણું જ્ઞાન છે તો બ્રહ્મચર્યવ્રત રહી શકે એમ છે. કારણ કે શુદ્ધાત્મા જુદો પાડેલો છે. એટલે રહી શકે. નહીં તો કોઈ જગ્યાએ રહી ના શકે. દાદાએ આપેલો ‘હું શુદ્ધાત્મા છું” એમ કહેતાંની સાથે એ કમ્પ્લીટ જુદો થઈ જાય. એ શંકા વગરનો છે. બીજે બધે શંકાવાળું.
પ્રશ્નકર્તા: ‘પોતે’ જુદો રહે છે એટલે જ અમુક ફાઈલ આવી અને
૧૯૬
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય ચંચળતા થઈ, એ બધું ખબર પડે.
દાદાશ્રી : હા, ખબર પડે જ ને ! પેલો જુદો ના થયો હોય તો ખબર ના પડે એટલે તન્મયાકાર જ રહે. ખબર પડે, હાલી ઊઠ્ય સમજાય. હવે બધું કેમ કરવું તે ય પણ જાણે, બધા સંજોગો આવડે.
તારે રાગે રહે છે કે એવું જ બધું ? હજુ ચંચળ થઈ જઉં છું ને ? પ્રશ્નકર્તા : મારે એવું કંઈ બન્યું જ નથી.
દાદાશ્રી : એ બન્યું છે. હું તો ચંચળતાને જોઉંને ! તને ખબર ના પડે. દેહ ચંચળ થયો હોય, તે તને ખબર ના પડે. હું ઓળખી જઉં ને, ચંચળતાને !
પ્રશ્નકર્તા : મન બગડે એટલે તો પોતાને ખબર પડે ને ?
દાદાશ્રી : મન બગડે, વિચારો બગડે તો તને ખબર પડે. પણ દેહ ચંચળ થયો હોય તે આમ ખબર ના પડે. દેહ ચંચળ થઈ જાય છે. એ તો સામું જોવાની શક્તિ હોવી જોઈએ. સંડાસમાં એનો દેખાવ જોઈ લેવો જોઈએ. એ કડક જ રહેવું જોઈએ. આ તો સુંવાળું લાગે. એકદમ કડક અગ્નિ જાણીને છેટું રહેવું પડે.
પ્રશ્નકર્તા : અમુક વાર દાદા ઊંધી સાઈડનો કોન્ફિડન્સ વધારે થઈ જાય છે.
દાદાશ્રી : એમાં દાનતચોર હોય છે. કડક ના થાય તો જાણવું કે અહીં કાચું છે હજુ. જેનાથી પોતાને નુકસાન થાય. એનાથી જો છેટો ના રહે ને, તો મુર્ખ જ કહેવાય ને ?! અને આ તો અધોગતિ કહેવાય. આ ભૂલને ના ચલાવી લેવાય. વિષય-વિકાર ને મરણ બેઉ સરખું જ છે.
કાપો કડકાઈથી ‘એતે'! જેને ફાઈલ થયેલી જ હોય, એને માટે બહુ જોખમ રહ્યું. એના માટે કડક રહેવું. સામે આવે તો આંખ કાઢવી જોઈએ. તો એ ફાઈલ ડરતી રહે. ઉલટું ફાઈલ થયા પછી તો લોક ચંપલ મારે, તો ફરી એ મોટું દેખાડતો જ ભૂલી જાય. કેટલાંક લોકો બહુ ચોક્કસ રહેવાના. જેને ચોક્કસ