________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૧૯૭ થવું હોય તેને. નહીં તો મોળું પડી જાય.
આંખ કડક કરીએને તો ફાઈલ ના થાય. એને ખરાબ લાગે એવું વર્તન કરીએ તો ફાઈલ થાય નહીં. મીઠું વર્તન કરીએ તો ચોંટે અને ખરાબ વર્તન કર્યું. એ ગુનો બીજે દિવસે માફ થઈ શકે એમ છે. એ આપણને ચોંટે નહીં એવું આપણે બોલવું જોઈએ. એ ગુનો માફ થવાનો રસ્તો હોય છે. પણ આ ચોંટે, તેનો ગુનો માફ થવાનો રસ્તો નથી. એનાથી જ આ સંસાર બધો ઊભો રહ્યો છે બધો.
પ્રશ્નકર્તા : ફાઈલ હોય, એના ઉપર આપણને તિરસ્કાર ઊભો ના થતો હોય તો જાણી-જોઈને તિરસ્કાર ઊભો કરવો ?
દાદાશ્રી : હા. તિરસ્કાર કેમ ઊભો ના થાય ? જે આપણું આટલું બધું અહિત કરે છે, તેના પર તિરસ્કાર ના થાય ? માટે હજુ પોલ છે ! દાનત ચોર છે ! આપણું અહિત કરે, આપણું ઘર બાળી મેલ્યું હોય તો ય છે, તે આપણને એના પર તિરસ્કાર ના હોય ? આ તો મહીં દાનત ચોર છે એવું અમે સમજી જઈએ.
પ્રશ્નકર્તા : તિરસ્કાર મહીં ઊભો થાય છે પણ બુદ્ધિ પછી ફેરવી કાઢે છે.
દાદાશ્રી : ફેરવી કાઢે, એનું કારણ શું કે દાનત ચોર છે.
પ્રશ્નકર્તા : બહુ પરિચય થયો હોય તો એનો અપરિચય કેવી રીતે કરવો ? તિરસ્કાર કરીને ?
દાદાશ્રી : ‘ન્હોય મારું, ન્હોય મારું’ કરીને, ઘણાં પ્રતિક્રમણ કરવાં. ‘ન્હોય મારું, ન્હોય મારું” કરીને પછી કાઢી નાખો બધું, પછી રૂબરૂમાં મળી જાય તે ઘડીએ આપી દેવું જોઈએ. ‘શું મોટું લઈને ફર્યા કરે છે, જાનવર જેવી, યુઝલેસ ' પછી એ ફરી મોટું ના દેખાડે.
ત્યાં છે દાતતયોર ! પ્રશ્નકર્તા: જબરજસ્ત અહંકાર કરીને પણ આ વિષયને ઉડાડી
૧૯૮
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય મેલવાનો છે.
દાદાશ્રી : હા. પછી આ અહંકારની દવા કરી લેવાય. પણ પેલો રોગ કે જ્યાં બળવો થવાનો ત્યાં દાબી દેવો પડે. આ તો દાનત ચોર એટલે મીઠાં રહે છે. હું સમજી જાઉં.
પ્રશ્નકર્તા: જ્યાં દાનત ચોર છે, તો એને સુધારવા માટે શું ? એનો ઉપાય શું ? નિશ્ચય સ્ટ્રોંગ કરવો એ જ ને ?
દાદાશ્રી : આપણું નુકસાન કરે તો એની ઉપર દ્વેષ જ રહે, ખરાબ દ્રષ્ટિ જ રહે. આપણને ભેગું થતાં જ એ ભડકે. કડક થઈ ગયો છે. ખબર પડી જાય. એવું કડક થયું કે પછી અડે નહીં. પછી બીજું ખોળે એ.
પ્રશ્નકર્તા : આપના જ્ઞાન પછી ખબર પડે કે આની જોડે આટલો કડક છું ને આટલો નરમ છું.
દાદાશ્રી : હા. પણ નરમ રહેવું એ પોલ છે. હું તો જાણુંને બધું કે આ પોલ છે.
પ્રશ્નકર્તા : જ્યાં નરમ રહેવાય ત્યાં કોઈ દિવસ ગુસ્સાવાળી વાણી નીકળી જ નથી. બીજે તો ભયંકર ગુસ્સો થાય છે. આપની વાત બિલકુલ સાચી છે.
દાદાશ્રી : દાનત ચોર છે. અમે તરત જ સમજી જઈએ ને ! બહાર તો નરમ થેંસ !
પ્રશ્નકર્તા : આપ કહો છો, તે હજુ અમને ખબર નથી પડતી.
દાદાશ્રી : તે પણ અમે જાણીએ ને ! અમે જમે કરીએ નહીં ! ગમે એવું પ્રોમિસ તમે આપો તો ય જમે કરીએ નહીં. અમે જમે ક્યારે કરીએ ? એવું વર્તન જોઈએ ત્યારે.
પ્રશ્નકર્તા : આ એક બહુ મોટો રોગ થઈ ગયો છે. પોતા ઉપર વધારે પડતો વિશ્વાસ થઈ ગયો છે ખોટો.