________________
[૧૦] વિષયી વર્તત ? તો ડિસમીસ !
અહીં કરેલાં પાપ, પમાડે તર્ક ! દ્રષ્ટિ બગડે ત્યારે એ ખોટું કહેવાય. દ્રષ્ટિ ના બગડે, એનું નામ બ્રહ્મચર્ય કહેવાય. બહાર બગડે તો વાંધો નહીં. તેનું ય પ્રતિક્રમણ કરવું પડે. અહીં તો બધા વિશ્વાસથી આવે ને !
અને આ તો બીજે પાપ કર્યું હોય ને, તે અહીં આવે તો ધોવાઈ જાય, પણ અહીંનું પાપ કરેલું નર્કગતિમાં ભોગવાય. થઈ ગયાં હોય તેને લેટ ગો કરીએ પણ નવું તો થવા ના દઈએ ને ! થઈ ગયાનો કંઈ ઉપાય છે પછી.
એક ફેરો ઊંધું કાર્ય થઈ જાય, અહીંથી બીજે જતો રહે એની મેળે જ, મોટું દેખાડવા જ ના ઊભા રહે. નહીં તો પછી દુનિયા ઊંધી જ ચાલે ને, બ્રહ્મચર્યના નામ ઉપર ! અહીં એવું ચાલે નહીં !
‘અન્ય ક્ષેત્રે કૃતમ્ પાપમ્, ધર્મ ક્ષેત્રે વિનશ્યતિ.
જે બહાર પાપ કરેલું હોય સંસારમાં, તે ધર્મક્ષેત્રમાં જાય એટલે નાશ થઈ જાય અને “ધર્મક્ષેત્ર કૃતમ પાપમ્ વ્રજલેપો ભવિષ્યતિ' એ નર્કગતિમાં
૨૦૬
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય લઈ જાય. બહાર પાપ કરે ને અહીં પાપ કરે, એમાં બહુ ફેર ! અહીં તો પાપનો વિચારે ય ના આવવો જોઈએ, વ્રજલેપ થાય. વ્રજલેપ એટલે નર્કનાં ટાંકા પડે, ભયંકર યાતના ભોગવવી પડે !
ન શોભે એ ! પ્રશ્નકર્તા : હજુ પણ એવા વિચારો ને એવું કેમ થઈ જાય છે ?
દાદાશ્રી : વિચારો જ મહીં ભર્યા છે. એ નીકળે ને, પણ વર્તનમાં નહીં આવવું જોઈએવર્તનમાં આવી ગયું તો બિલકુલ બંધ પછી. કાયમ માટે બંધ કરી દઈએ આપણે. આવાં અપવિત્ર માણસો અહીં પોસાય નહીં ને ? વિચાર આવે તેને જોનાર તું થઉં.
પ્રશ્નકર્તા : એ તો બરાબર, સત્સંગમાં તો આવું ચાલે જ નહીં.
દાદાશ્રી : ના. ન ચાલે. આ તો બહુ પવિત્ર જગ્યા, અહીં બનેલું જ નહીં આવું.
એવાને કાયમને માટે બંધ જ કરી દેવાનું. સામો આટલો વિકારી હોય તો જ આવું હોય ! તમારે તો વિચાર આવે તો તરત જ તે ઘડીએ જોવું. ના જોવાય તો એનો પશ્ચાત્તાપ કરવો કે આ જોવાયું નહીં. તો એનો પશ્ચાત્તાપ કરું છું અને હવે તો કડક જ પગલું લેવાનું, ગમે તે હોય તો એને બંધ કરી દેવાનું. આવી પવિત્ર જગ્યા ! બાકી વર્તનમાં આવું હોય તેને, પહેલાં એક-બે જણાને બંધ કરી દીધાં, તે જોને હજુ કાયમ માટે અવાતું જ નથી. મોટું પણ ના દેખાડે ને !!
અહીં પહેલાં થઈ ગયું હોય તેનો સ્વીકાર કરવાનો, નવેસરથી તો થાય જ નહીં ને ! હવે વર્તનમાં ન આવે એટલું જોવાનું. કોઈ કાળમાં વર્તનમાં ના આવે. અને વર્તનમાં આવે તેને અમે એડમીટ કરતાં નથી.
એટલે અપવિત્ર વિચાર આવે તો ખોદીને કાઢી નાખવો, સહેજ વિચાર આવતાની સાથે જ. જેમ આપણા ખેતરા-બગીચામાં કોઈક અવળી, વસ્તુ ઊગી હોય ને એ કાઢી નાખીએ છીએ, એવી રીતે અવળી વસ્તુ તરત ઊખેડી નાખવી.