________________
૧૩૮
નથી.
દાદાશ્રી : પણ આમ ‘મનના કહ્યા પ્રમાણે ચાલવું છે’ એવી ઈચ્છા નહીં ને તારી ?
પ્રશ્નકર્તા : આ તો હવે ખબર પડી ને !
દાદાશ્રી : મઝા ના આવે એ જુદી વસ્તુ છે. મઝા તો આપણે જાણીએ કે આને ઈન્ટરેસ્ટ (રસ) બીજી જગ્યાએ છે અને આમાં ઈન્ટરેસ્ટ ઓછો છે. ઈન્ટરેસ્ટ તો અમે કરી આપીએ.
પ્રશ્નકર્તા : મઝા ના આવે એટલે મન બતાવે કે હવે જતાં રહીએ. દાદાશ્રી : મનની એ વાત હું કરતો નથી. મઝા ને મનને લેવાદેવા
નથી.
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
બેસવું.
પ્રશ્નકર્તા : મઝા ના આવે તો પછી એવું થાય કે સામાયિકમાં નથી
દાદાશ્રી : મઝા શાથી નથી આવતી, તે હું જાણું છું.
પ્રશ્નકર્તા : મને સામાયિકમાં કશું દેખાતું જ નથી.
દાદાશ્રી : શેનું દેખાય પણ, આ બધાં લોચા વાળે છે ત્યાં ?! પ્રશ્નકર્તા : પોતાને ખબર પડે કે આ બધા લોચા વાળેલા છે, ત્યાર પછી દેખાય ને ?
દાદાશ્રી : ના, પણ પહેલી તો પોતાને સમજણ જ પહોંચી નથીને ત્યાં, તે એને સમજાય નહીં, ત્યાં સુધી દેખાય શી રીતે ? આ શું વાત કહેવા માગે છે, તે જ સમજણ પહોંચી નથી ને ? તેમાં દાખલા આપું છું, ગાડાંનો દાખલો આપું છું, મિકેનિકલનો દાખલો આપું છું, પણ એકુંય સમજણ પહોંચતી નથી મહીં. હવે શું કરે તે ?
પ્રશ્નકર્તા : ફિલમની જેમ દેખાવું જોઈએ ને ?
દાદાશ્રી : શી રીતે દેખે પણ ? તમે જોનાર નથી, ગાડાંના માલિક
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૧૩૯
નથી ને ? માલિક થાય તો દેખાય. અત્યારે તો તમે બળદના કહ્યા પ્રમાણે ચાલો છો. તે એને કશું ફિલમ ના દેખાય. પોતાના નિશ્ચયથી ચાલે તેને દેખાય બધું.
પ્રશ્નકર્તા : સામાયિક કરવામાં ઈન્ટરેસ્ટ નથી, એટલે એવું થાય ને ?
દાદાશ્રી : ઈન્ટરેસ્ટ ના હોય તેનું ચલાવી લેવાય, આનું ના ચલાવી લેવાય. આનાં જેવી કોઈ મૂર્ખાઈ કરતો હશે ? ત્યારે શું જોઈ એ કરતો હશે ?
પ્રશ્નકર્તા : ‘આવું હું કરું છું' એ હજુ ખબર પડતી નથી, સમજાતું
નથી.
દાદાશ્રી : સમજાતું જ નથી, નહીં ? ક્યારે સમજાશે ? બે-ત્રણ અવતાર પછી સમજાશે ? પૈણે તો પેલી સમજાવે. સમજાતું જ નથી, કહે
છે ?
આ ગાડાંનો દાખલો આપ્યો, પછી નિશ્ચયબળની વાત કરી. જે આપણું ધારેલું ના કરવા દે, એનું કંઈ મનાય ખરું ? મા-બાપનું નથી માનતા ને મનની વધારે કિંમત ગણે છે એમ ?
દેખાય.
પ્રશ્નકર્તા : પણ મને સામાયિકમાં કશું દેખાતું જ નથી. દાદાશ્રી : શું જોવાનું હોય, તે દેખાય ?
પ્રશ્નકર્તા : આપ કહો છો ને કે ચાર વર્ષ સુધીનું દેખાય બધું. દાદાશ્રી : એ એવું ના દેખાય. એ તો ઊંડા ઊતરવાનું કહીએ ત્યારે
મનના કહેવા પ્રમાણે ચાલે એ બધા ગાડાં જ ને ?! પછી દેખાય શી રીતે ? ‘દેખનારો’ જુદો હોવો જોઈએ, પોતાના નિશ્ચયબળવાળો ! અત્યાર સુધી મનનું કહેલું જ કરેલું. તેને લીધે એ બધું આવરણ એનું આવેલું.