________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૧૭૩
દેહથી છૂટો છું, હું ‘ચંદ્રેશ’ ય ન હોય, એ ઉપયોગ રહેવો જોઈએ, શુદ્ધ ઉપયોગ રહેવો જોઈએ. કો'ક દહાડો એવું બને ત્યારે શુદ્ધ ઉપયોગમાં જ રહેવું, ‘હું ‘ચંદ્રેશ’ ય ન હોય.’
સ્પર્શ સુખતા જોખમો...
સ્પર્શસુખ માણવાનો વિચાર આવે તો તે આવતાંની પહેલાં જ ઉખેડીને ફેંકી દેવો. જો તરત ઉખેડીને ફેંકી ના દે તો પહેલી સેકંડે ઝાડ થઈ જાય, બીજી સેકંડે આપણને એ પકડમાં લે ને ત્રીજી સેકંડે પછી ફાંસીએ ચઢવાનો વારો આવે.
હિસાબ ના હોય તો ટચે ય ના થાય. સ્ત્રી-પુરુષ એક રૂમમાં હોય તો ય, વિચારે ય ના આવે.
પ્રશ્નકર્તા : આપે કહ્યું કે હિસાબ છે, તેથી આકર્ષણ થાય છે. તો તે હિસાબ પહેલેથી કેવી રીતે ઉખેડી દેવાય ?
દાદાશ્રી : એ તો તે ઘડીએ, ઓન ધી મોમેન્ટ કરે તો જ જાય. પહેલેથી ના થાય. મનમાં વિચાર આવે ને કે ‘સ્ત્રી માટે બાજુમાં જગ્યા રાખીએ.’ તે તરત જ એ વિચારને ઉખેડી દેવું. ‘હેતુ શું છે’ તે જોઈ લેવાનું. આપણા સિદ્ધાંતને અનુરૂપ છે કે સિદ્ધાંતની વિરુદ્ધ છે. સિદ્ધાંતની વિરુદ્ધ હોય તો તરત જ ઉખેડીને ફેંકી દેવું. એ સ્ત્રી બાજુમાં બેસતાં પહેલાં આપણે સગવડ રાખીએ છીએ, એ વિચાર આવે ત્યાંથી જ ઉખેડીને ફેંકી દેવું. પછી એ સ્ત્રી બેસતાં સુધી તો એ વિચારને આપણે ઝાડ જેટલું કરી નાખીએ છીએ. પછી એ ના પાછું ફરે.
પ્રશ્નકર્તા : એવું નક્કી તો છે કે મારે વિષય ભોગવવો નથી, પણ કોઈ છોકરી કે કોઈ છોકરો મારા પર વિષય ભોગવે, મને સ્પર્શ કરે, બસમાં ઉતરતાં-ચઢતાં, બેસતાં, ગમે ત્યાં, તો પછી મને વાંધો નથી. મારે વિષય ભોગવવો નથી. આવા વિચારો આવે છે.
દાદાશ્રી : તો તો સારું કહેવાય ને (!)
પ્રશ્નકર્તા ઃ તે વખતે મારી તો સેફસાઈડ છે ને, હું તો વિષય
૧૭૪
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય ભોગવતો જ નથી. મારે સ્પર્શ કરવો જ નથી. પણ એ સામેથી સ્પર્શ કરે, તો પછી હું શું કરું ?
દાદાશ્રી : બરાબર. સાપ જાણી જોઈને અડે, તેને આપણે શું કરીએ ?(!) અડવાનું કેમ ગમે, પુરુષ કે સ્ત્રીને ? જ્યાં નરી ગંધ જ છે, ત્યાં અડવાનું કેમ ગમે ?
સ્ત્રી સ્પર્શ લાગે વિષ સમ !
પ્રશ્નકર્તા : પણ સ્પર્શ કરતી વખતે આ કશું આમાનું યાદ નથી
આવતું.
દાદાશ્રી : હા, એ યાદ શેનું આવે પણ ? તે ઘડીએ તો એ સ્પર્શ કરતી વખતે, એટલું બધું પોઈઝનસ હોય છે એ સ્પર્શ, એટલો બધો પોઈઝનસ હોય છે, તે મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર બધાં ઉપર આવરણ આવી જાય છે. માણસ બેભાન બની જાય છે. જાનવર જ જોઈ લો ને તે ઘડીએ !
પ્રશ્નકર્તા : એ વખતે એનો ફોર્સ એટલો બધો જોરદાર હોય છે, એને કારણે મૂર્છિત થઈ જાય છે.
દાદાશ્રી : હું ! એવું છે ને કે આ દારૂ તો પીધા પછી ચડે છે અને આ તો હાથ અડાડવાથી જ ચડી જાય છે. દારૂ તો પીધા પછી અડધા કલાક પછી મહીં મનમાં ગુંગળાટ થયા કરે અને આ તો હાથ અડાડે કે તરત જ મહીં ચડી જાય છે. તરત, વાર નહીં. એટલે અમે તો નાનપણમાં જ, આ અનુભવ જોતાની સાથે જ ગભરામણ થઈ ગયેલી કે અરેરે, આ શું થઈ જાય છે ? આ તો મનુષ્યપણું મટી હેવાનપણું થઈ જાય છે. માણસમાણસ મટીને હેવાન થઈ જાય છે. થોડીવાર પછી માણસપણું રહેતું હોય તો વાંધો નહીં. એટલું કંઈકે ય આપણુ એ રહેતું હોય, મઝા-મર્યાદા, તો વાંધો નહીં, પણ આ તો મર્યાદા જ નહીં રહેતી અને અમે તો અનંત અવતારના બ્રહ્મચર્યના રાગી એટલે અમને આ ગમે નહીં. પણ ના છૂટકે બધું થયેલું. થોડો ઘણો સંસાર ભોગવ્યો હશે, તે પણ ના છૂટકાનો. અરુચિપૂર્વક, પ્રારબ્ધ લખેલ ! ના શોભે આ તો ! એટલે તમે મહાપુણ્યશાળી કહેવાઓ કે તમને દાદાની પાસે તમને બ્રહ્મચર્યવ્રત મળ્યું.