________________
૧૭૦
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય છે તે રાત્રે જ. દહાડે કરવાનું કહીએ ને ત્યાં આગળ, તો ના ગમે.
મારી જોડે એક વાણિયો બેસવા આવતો હતો. તે ઘડીએ મારી ૬૦૬૨ વરસની ઉંમર હતી. એની ય ૬૦-૬૨ વરસની ઉંમર. એણે મારી જોડે શરત કરી હતી. એક અડધો કલાક બેસવા આવું તો તમે નભાવી લેશો ? મેં કહ્યું, ‘હા. નભાવી લઈશ.” બહાર મારી જોડે ફરે તો લોકોમાં રોફ વધે. પછી મારી જોડે બેસે. આમ એની બુદ્ધિ સારી, મેં એ ભાઈને પૂછ્યું, ‘આ બધાં પુરુષો નેકેડ જતાં હોય તો તે તમને જોવા ગમે ?” ત્યારે એ કહે, ના ગમે. હું તો મોઢું ફેરવી લઉં.” અલ્યા, પુરુષો નેકેડ જતા હોય તો તું નેકેડ નથી ? આ તો ઢાંકેલું તેથી રૂપાળું ! ત્યાર પછી એને પૂછયું, ‘સ્ત્રી અને પુરુષો જો નેકેડ જતાં હોય, તેમાં શું જોવાનું પસંદ કરો ?” ત્યારે એ કહે, “પુરુષ જોવાય પણ સ્ત્રીને તો જોવાનું ના ગમે. ઊલટી થાય.’ આમ હું એ વાણિયાની બુદ્ધિ જોતો હતો. એ ભાઈ કહે છે, મારી વાઈફ નહાતી હતી, ત્યારે એમને જોઈ ગયો. તે મને આ મહીં ચીતરી ચઢે છે.”
[૮] સ્પર્શ સુખની ભ્રામક માન્યતા !
જોતાં જ જુગુપ્સા ! વિષયના ગંદવાડામાં લોકો પડ્યા છે. વિષય વખતે અજવાળું કરે તો પોતાને ગમતું નથી. અજવાળું થાય ને ભડકી જાય. તેથી અંધારું રાખે. અજવાળું થાય તો ભોગવવાની જગ્યા જોવાની ગમે નહીં. એટલે કૃપાળુદેવે ભોગવવાના સ્થાનને શું કહ્યું છે ?
પ્રશ્નકર્તા: ‘વમન કરવાને પણ યોગ્ય ચીજ નથી.’
દાદાશ્રી : ઊલટી કરવી હોય, તો તે જગ્યાએ કરે કે બીજી સારી જગ્યાએ કરે ?
પ્રશ્નકર્તા : કેટલું બધું જોયું હશે એમણે ?
દાદાશ્રી : જોયેલું ને, જ્ઞાનીઓએ. એક તો આંખને ગમતું નથી. કાનને પણ ગમે નહીં. નાકને તો ગંધાય. જો એ જગ્યાને અડેલો હાથ સોડવામાં આવી જાય ને તો એ મરેલા માછલાં હોય એવું ગંધાય. અને ચાખવાનું કહ્યું હોય તો ? એકુંય ઈન્દ્રિયને ગમે નહીં અને સ્પર્શને ગમે
સેંગ બિલિફો, રૂટ કૉઝમાં ! પાંચ ઇન્દ્રિયોને ગમે નહીં એવું અંધારામાં જઈને કરવાનું. છોકરા દેખે તો ય શરમાય. કોઈ વિષય-વિકાર કરતો હોય, એનો ફોટો લે તો કેવો દેખાય ?
પ્રશ્નકર્તા : ચીતરી ચઢે એવો દેખાય, જાનવર જેવો દેખાય. દાદાશ્રી : જાનવર જ કહેવાય. બધી પાશવી ઈચ્છા કહેવાય. પ્રશ્નકર્તા : સ્ત્રીના અંગ તરફ આકર્ષણ થવાનું કારણ શું હોય ?
દાદાશ્રી : માન્યતા આપણી, રોંગ બિલિફો તેથી. ગાયના અંગ તરફ કેમ આકર્ષણ નથી થતું ?! માન્યતાઓ ખાલી, કશું હોતું નથી. ખાલી બિલિફો છે. બિલિફો તોડી નાખો એટલે કશું ય નહીં.
પ્રશ્નકર્તા : એ માન્યતા ઊભી થાય છે, તે સંયોગ ભેગો થવાથી થાય છે ?