________________
૧૬૬
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય રહેવાની છે ? જેની ગાંઠો નથી, તે ગાંઠો કંઈ ફૂટવાની નથી. અમને ગાંઠો ના હોય. અમને લગ્નમાં લઈ જાવ ને તો ય અમે તે રૂપે હોઈએ, અહીં બોલાવો તો ય તે રૂપે હોઈએ. કારણ કે અમે નિગ્રંથ થયેલા. વિચાર આવે ને જાય. કોઈ વખત કશો વિચાર આવે ને ઊભો રહે ત્યારે એ ગાંઠ કહેવાય છે.
એટલે આવું છે આ બધું ! છેવટે નિગ્રંથ થવાનું છે અને આ ભવમાં નિગ્રંથ થવાય એવું છે. આપણું આ જ્ઞાન નિગ્રંથ બનાવે એવું છે. જે થોડી ગાંઠો રહી હશે તેનો આવતા ભવમાં નિકાલ થશે, પણ બધી ગ્રંથીઓનો ઉકેલ થાય એવો છે !
વિષય બીજ તિમૂળ શુદ્ધ ઉપયોગે !
વિષયના વિચારો જેને ના ગમતા હોય ને તેનાથી છૂટવું હોય તેણે આ સામાયિકથી, શુદ્ઘ ઉપયોગથી ઓગાળી શકાય તેમ છે. આ ‘જ્ઞાન’ પછી જેને વહેલો ઉકેલ લાવવો હોય તેણે આવું કરવું. બધાને કંઈ આની જરૂર નથી.
પ્રશ્નકર્તા : છતાં આને પહોંચી વળાય એવું લાગતું નથી.
દાદાશ્રી : એવું કશું જ નથી. એક રાજીપો અને બીજું સિન્સિયારિટી, આ બે જ હોય તો બધું જ પ્રાપ્ત થાય એવું છે. બાકી આમાં મહેનત કરવાની કશી હોતી જ નથી.
પ્રશ્નકર્તા : આ સવારની સામાયિક કરીએ છીએ, તો એમાં પચાસ મિનિટ પછી તો સુખનો ઊભરો આવે છે.
દાદાશ્રી : આવે જ ને ! કારણ કે તમે આત્મસ્વરૂપ થઈને સામાયિક કરો એટલે આનંદ આવે જ ને ! આત્મા અચળ છે.
હવે કેટલાક આ સામાયિક દહાડામાં બબ્બે-ત્રણ ત્રણ વખત કરે છે. કારણ કે સ્વાદ ચાખ્યોને ! આ વીતરાગી જ્ઞાન મળ્યા પછી એનો સ્વાદે ય ઓર હોય, પછી કોણ છોડે ? પેલી બહારની બીજા લોકોની સામાયિકમાં તો બધું હાંકવાનું અને આ તો કોઈને હાંકવાનું કરવાનું નહીં અને જોયા
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૧૬૭
જ કરવાનું, જ્ઞાતા-દ્રષ્ટા. તે ય પાછું બે ફાયદા થવાના ! એક તો પોતાને સામાયિકનું ફળ મળે, એટલે શું ? કે આ બધું અચળ થાય ત્યારે આત્માનો સ્વભાવ માલૂમ પડે, એટલે સુખ ઉત્પન્ન થાય. આ ચંચળ ભાગ છે તે અચળ થાય એટલે આત્માનું સ્વાભાવિક સુખ ઉત્પન્ન થાય. આ ચંચળતાને લઈને એ સુખ પ્લસ-માઈનસ થઈ જાય છે. બીજું એક કે પોતાના દોષ હોય, તેને જ્ઞાતા-દ્રષ્ટા તરીકે જોયા કરીએ એટલે દોષ ઓગળ્યા કરે. એટલે બે લાભ થાય.
સામાયિકમાં તો પોતાનો જે દોષ હોય, તેને જ મૂકી દેવાનો ! અહંકાર હોય તો અહંકાર મૂકી દેવાનો, વિષયરસ હોય તો વિષયરસને મૂકી દેવાનો, લોભ-લાલચ હોય તો તેને મૂકી દેવાનું, એ ગાંઠોને સામાયિકમાં મૂકી દીધી અને એ ગાંઠ ઉપર જ્ઞાતા-દ્રષ્ટા રહ્યો એટલે એ ઓગળે. બીજા કોઈ રસ્તે આ ગાંઠો ઓગળે એવી નથી. એટલું આ સામાયિક સહેલું, સરળ ને બહુ ઊંચામાં ઊંચી વસ્તુ છે ! અહીં એક ફેરો સામાયિક કરી જાય ને પછી ઘરે ય થઈ શકે ! અહીં બધા જોડે બેસીને કરવાથી શું થાય કે બધાના પ્રભાવ પડે ને એકદમ પદ્ધતિસરનું સરસ થઈ જાય. પછી આપણે ઘેર કરીએ તો ચાલ્યા કરે.
વિષયની ગાંઠ મોટી હોય છે, તેના નિકાલની બહુ જ જરૂર, તે કુદરતી રીતે આપણે અહીં આ સામાયિક ઊભું થઈ ગયું છે ! સામાયિક ગોઠવો, સામાયિકથી બધું ઓગળે ! કંઈક કરવું તો પડશે ને ? દાદા છે ત્યાં સુધીમાં બધો રોગ કાઢવો પડશે ને ? એકાદ ગાંઠ જ ભારે હોય, પણ જે રોગ છે તે તો કાઢવો જ પડશે ને ? એ રોગથી જ અનંત અવતાર ભટકયા છે ને ? આ સામાયિક તો શાને માટે છે કે વિષયભાવનું બીજ હજુ સુધી ગયું નથી અને એ બીજમાંથી જ ચાર્જ થાય છે, એ વિષયભાવનું બીજ જવા માટે આ સામાયિક છે.
આપણે વિષયો જોઈતા ના હોય, પણ વિષયો છોડે નહીં ને ? આપણે ખાડામાં ના પડવું હોય છતાં પડી જવાયું તો શું કરવું જોઈએ ? તરત જ દાદા પાસે એક કલાક માગણી કરવી કે, ‘દાદા, મને બ્રહ્મચર્યની શક્તિ આપો.’ એટલે શક્તિ મળી જાય ને પ્રતિક્રમણ પણ થઈ જાય. પછી