________________
૧૬૮
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય એની ‘વરીઝ’(ચિંતા) મગજમાં નહીં રાખી મૂકવાની. ખાડામાં પડ્યો કે તરત જ સામાયિક કરી ધોઈ નાખવાનું. સામાયિક એટલે હાથ-પગ ધોઈને, કપડાં ધોઈ સૂકવીને, ઘડી કરીને ચોખ્ખાં થઈ જવું. તરત સામાયિક ના થાય તો બે-ચાર કલાક પછી પણ કરી લેવું, પણ લક્ષમાં રાખવાનું કે સામાયિક કરવાનું રહ્યું છે.
ભગવાને એમ નથી કહ્યું કે, ‘તું ખાડામાં ના પડીશ.” ભગવાને તો એવું કહેલું કે, “ખાડામાં પડવા જેવું નથી, સીધા રોડ ઉપર ચાલવા જેવું છે.’ એવો અભિપ્રાય આપ્યો હતો. પછી કોઈ કહે કે, ‘તમે ના કહ્યું છે ને મારાથી પડી જવાયું તો શું કરવું ?” ત્યારે ભગવાન કહે, ‘પડી જવાયું તેનો વાંધો નથી, પડી જવાય તે તું ધોઈ નાખજે અને અત્યારે ઈસ્ત્રીબંધ કપડાં પહેરી લે.” એક કલાક સામાયિક કરી લીધું એટલે કશો ય બાધ નહીં. કિંચિત્માત્ર બાધ હોય તો મારે માથે જોખમદારી, પછી આવડાં નાના ખાડામાં પડે કે આવડા મોટા ખાડામાં પડે, પણ બાશે નહીં !!! જગત આખું વગર ખાડે ડૂબી રહ્યું છે, ઢાંકણીમાં ડૂબી જાય છે !