________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૧૮૩
૧૮૪
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય દાદાશ્રી : પણ થઈ જાય ભૂલેચૂકે એવું, તો મને આવીને તરત કહેવું. કારણ કે એક જ ટચ થવાથી અંદર ઈલેક્ટ્રિસીટીનું એટ્રેકશન જે થાય છે, તે પછી અમારે કાઢવી પડે ઈલેક્ટ્રિસીટી.
પ્રશ્નકર્તા ઃ હું કેટલાં વર્ષોથી માર્ક કરું છું કે હું બેઠો હોઉં તો મારી નજીકમાં કોઈ સ્ત્રી આવે જ નહીં. મારાથી આમ આઘુ રહે !
દાદાશ્રી : બહુ સારું. એટલું સારું છે. મોટી પુણ્ય લાવ્યા છો.
પ્રશ્નકર્તા ઃ હું કોઈ પણ સ્ત્રી જોડે વાત કરું, ઓળખીતું હોય કે ગમે તે હોય, પણ એની સામે આમ નજર મિલાવીને ક્યારેય નથી વાત
કરતો.
દાદાશ્રી : તૂટે શી રીતે પણ ? એ તો એનું બધું કસ નીકળી જશે ત્યારે છૂટું થશે. જેટલો કસ ભરેલો છે, ત્યાં સુધી આપણે જોયા જ કરવાનું.
પ્રશ્નકર્તા : લાંબા વિચારો આવે, એમાં તન્મયાકાર થઈ જવાય.
દાદાશ્રી : વિચાર તો આવે, એ તો જ્યાં સુધી લાંબું છે એટલે વિચાર આવ્યા જ કરે. એનો હિસાબ પૂરો થાય એટલે મન બંધ થઈ જાય, એ પછી બીજું પકડે.
પ્રશ્નકર્તા : પણ એ હિસાબ ક્યારે પતે ?
દાદાશ્રી : હજી તો બધું બહુ પાર વગરનું. હજી તો કંઈ હિસાબે ય નથી. હજુ તો આ પાશેરીની પહેલી પૂણી ખસી છે. પણ આ અહીંથી ઝટ કાપી નાખે તેને કશું ય નથી બહુ. દેખાયું ત્યાંથી પ્રતિક્રમણ કરે અને પછી પેલી રમણતામાં ના પડે, રાતે કશેય. જરાય એનો વિચાર આવ્યો કે રમણતામાં પડવાનું નીચે, સ્લિપ થયું કહેવાય. એ તો રમણતાથી જ આ બધા દોષ ઊભાં થયા છે ને ! એટલે એમાં ઊંધા થઈને પછી ભોગવી લે, એ હું જોઉં છું ને !
દ્રષ્ટિ બદલાય પછી રમણતા ચાલુ થાય. દ્રષ્ટિ બદલાય તો એનું કારણ છે, એની પાછળ ગયા અવતારના કોઝિઝ છે. તેથી કરીને બધાનું જોઈને દ્રષ્ટિ બદલાતી નથી. અમુકને જુએ ત્યારે દ્રષ્ટિ બદલાય છે. કૉઝીઝ હોય, એનો આગળનો હિસાબ ચાલુ આવતો હોય છે અને પછી રમણતા થાય તો જાણવું કે વધારે મોટો હિસાબ છે એટલે ત્યાં વધારે જાગૃતિ રાખવી. એની જોડે પ્રતિક્રમણના તીર માર માર કરવા. આલોચનાપ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન જબરજસ્ત હોય.
તિયમ આકર્ષણ-વિકર્ષણ તણા ! સ્પર્શ થાય કે એવું તેવું થાય તો મને આવીને કહેવું ને હું તરત ચોખ્ખું કરી આપું.
પ્રશ્નકર્તા : ના, એ કોઈ દહાડો ક્યાંય નહીં.
દાદાશ્રી : બરોબર છે. એ બહુ સારું છે. આ તો હું તમને ચેતવી રહ્યો કે વખતે આમ આમ ભૂલેચૂકે હાથ અડી ગયો હોયને, તો મને કહેવું, સ્ત્રી જાતિ જાણી-જોઈને ઘસાય છે, ઘણી વખત તો.
પ્રશ્નકર્તા : એ ઈલેક્ટ્રિસીટી કેવી હોય ? એ તમે કહ્યું ને કે ઈલેક્ટ્રિસીટી મારે ધોવી પડે એવી હોય.
દાદાશ્રી : એના પરમાણની અસર થઈ જાય એમ. એટેકશનના વધતા જાય પરમાણુ અને આંખે દેખ્યાના પરમાણુ સૂક્ષ્મ હોય અને સૂક્ષ્મમાંથી શૂળ ઊભું થાય અને પછી એમાંથી ખેંચાણ થાય. આકર્ષણ વધતું જ જાય. આકર્ષણ વધતું, તે પછી એનું વિકર્ષણ થાય. વિકર્ષણ થવાનું થાય એટલે પહેલા કાર્ય થાય. પછી વિકર્ષણ થયા કરે. કાર્ય શરુ થયું ત્યારથી વિકર્ષણ શરુ થાય. કાર્યની શરુઆત સુધી આકર્ષણ થયા કરે અને કાર્ય પુરું થાય એટલે વિકર્ષણ થયા કરે. આવું પરમાણુનું એટ્રેકશન છે.
હવે વાંધો ના આવે. દાદા માથે છે. દાદા મારા માથે છે. એવું માથે બોલે તો ય રાગે પડી જાય.
પ્રશ્નકર્તા : આ પરમાણુનું નવું વિજ્ઞાન કહ્યું. દાદાશ્રી : એ તો બધું કહેવા જેવું નહીં. બહાર કહેવા જેવું નહીં.