________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૧૮૧
૧૮૨
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય દાદાશ્રી : પણ ભૂલ તો કરેલી ત્યારે જ મહીં આવ્યું ને ! એક વિચાર પણ આવે, એને શી રીતે ભાંગવું, તે આવડવું જોઈએ ને ! એને આખો દહાડો પૂરો છે તે એમાં કાઢવો પડે, બબ્બે કલાક. ત્યારે છેદાય. નહીં તો ના છેદાય. એ બાંધતા કંઈ વિચાર જ નહીં કર્યા ને ! આખી રાત ઊંધો સૂઈ જઈ ને પછી આખી રાત વિચાર કર્યા કરે.
પ્રશ્નકર્તા : આ ઊંધા પડીને વિચાર કરીએ, એટલે સમજાયું નહીં કહે છે.
દાદાશ્રી : ટેસ્ટ ખરેખરો થાય ! પણ આપણું જ્ઞાન એવું છે ! આમ જરાક આકર્ષણ થાય તે આમ બીજ પડ્યું કે ઉખેડીને ફેંકી દે હડહડાટ ! પછી પ્રતિક્રમણ કરી નાખે તરત. એવું આપણું વિજ્ઞાન સરસ છે.
આકર્ષણ ત્યાં જોખમ જાણ ! સ્ત્રી અગર વિષયમાં રમણતા કરીએ, ધ્યાન કરીએ, નિદિધ્યાસન કરીએ તો એ ગાંઠ પડી જાય વિષયની. પછી શેનાથી ઓગળે એ ? ત્યારે કહે, વિષયના વિરુદ્ધ વિચારોથી ઓગળી જાય. માણસ એક ફક્ત આટલું જ સાચવે તો ય કોઈ પણ વિષય-આકર્ષણ થાય ત્યાં આગળ છે તે તરત જ પ્રતિક્રમણ કરી નાખે. તો એનું આગળ ખાતું ચોક્કસ રહે. સહેજ બે મિનિટ વાર લગાડે તો પછી ઉગી નીકળે. એટલે આ તો પ્રતિક્રમણ બંધ થાય, નહીં તો આ બંધ જ ના થાયને ! પછી પતન થાય તો જોખમદારી રહેતી નથી. પણ જ્યાં આગળ ભાન જ ના હોય, ત્યાં આગળ પછી આકર્ષણ થયું તો પછી ત્યાં એમ ને એમ બધું પડી રહે પાછું. એટલે જોતાંની સાથે આકર્ષણ થાય, એની સાથે એનું આલોચના-પ્રતિક્રમણપ્રત્યાખ્યાન અને અવળા વિચારોને કાપવા તો તરે, નહીં તો કોઈ તરે જ નહીં આમાંથી, એટલે બહુ ઊંડો ખાડો છે આ તો.
એ શાથી આકર્ષણ થાય કે પૂર્વે અજ્ઞાનતાથી, આ આપણને સમજણ નહીં, તેથી એની જોડે છે તે એ રમણતા કરેલી છે. એટલે ફરી આકર્ષણ ઊભું થાય. એટલે આપણે સમજી જવાનું કે હવે આને કંઈ હિસાબ છે આ.
દાદાશ્રી : એને કંઈક એટ્રેક્ટિવ લાગ્યું, એટલે પછી ત્યાં છે તે ઊંધો પડીને વિચાર જ કર્યા કરે. એ પછી રમણતા કર્યા કરે. હવે પેલી તો જતી રહી. તો હવે શું કરવા રમણતા કરે છે ? ત્યારે કહે, ઊંધો પડીને મૂઓ રમણતા કરે, મહીં એ ટેસ્ટ આવેને એક જાતનો. હવે જો રમણતા બ્રહ્મચર્ય થાય પણ તેથી પછી કાર્ય બ્રહ્મચર્ય થાય. પતન ક્યારે થાય ? રમણતા અબ્રહ્મચર્ય થાય ત્યારથી થાય.
તારે આવી રીતે કંઈ ડખો નહીં ને, શ્રી વિઝન રહે ને ? પ્રશ્નકર્તા : તો ય કોઈ વાર કાચું પડી જાય.
દાદાશ્રી : એમ ! તે ઘડીએ ડાબા હાથથી જમણા ગાલને ધોલ મારી દઉં ?! ત્યારે શું કરું ? ‘શું સમજે છે ?’ કરીને એક આપી દેવી.
વિષય રમણતા કરી હોય તેને પ્રતિક્રમણ કરીને ધોઈ નાખવું, પછી દાંત-બાંત તોડી નાખીએ તો શું દેખાય, એવું તેવું બધું જોવું જોઈએ. શ્રી વિઝન તો કહેવાય ને.
પ્રશ્નકર્તા : પણ શ્રી વિઝન જોવા છતાં ય એ પાછું ને પાછું યાદ આવે છે.
દાદાશ્રી : એ યાદ એ તો મનનું કામ છે, તારે શું જાય છે ? તારે ‘જોયા જ કરવાનું.
પ્રશ્નકર્તા ઃ તો એના પરથી એમ જણાય છે કે હજી એ તૂટ્યું નથી.
પ્રશ્નકર્તા : એ ખબર પડે ખરી પણ છતાં એ ફરી ફરી વિચાર આવ્યા કરે.
દાદાશ્રી : હા. પણ વિચાર આવે એટલે ફરી એને, એ વિચારો આવે, એ બધા ભાંગવા પડે, જેમ જેમ આવતા જાય એમ ભાંગતા જાય, આવતા જાય એમ ભાંગતા જાય. પ્રત્યેક જોઈને પ્રતિક્રમણ કરવું પડે.
પ્રશ્નકર્તા : એ સમજાય ખરું કે કેટલી મોટી ભૂલ કરી હતી !