________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૧૭૯ દાદાશ્રી : ફેરફાર થઈ જાય તરત, બીજ પ્રમાણે. જેવું મહીં બીજ હોય ને એ પ્રમાણે. આ ખોરાક તો એક જાતનો પણ બીજ પ્રમાણે ફેરફાર પડે. આ પાણી પીએ પણ ભીંડાનું બીજ હોય તો ભીંડો જ ઉત્પન્ન થાય અને તુવેરનું બીજ હોય તો તુવેર ઉત્પન્ન થાય, પાણી તેનું તે જ, જમીન તેની તે જ. એટલે આ પુરુષને માસિક ધર્મ તો આવ્યો નથી, નહીં તો આવ્યો હોય ત્યારે ખબર પડે આ શું છે એ ? માસિક ધર્મ તો કેટલી બધી મુશ્કેલીવાળો એ છે ! અને કેટલું બધું એમાંથી અશુચિ નીકળે છે. એ અશુચિ સાંભળે તો ય માણસ ગાંડો થઈ જાય. પણ સ્ત્રી કહે નહીં કોઈ દહાડો ય, શું અશુચિ નીકળે છે ? એટલે ધણી બિચારો જાણે કશું જ નથી.
૧૮૦
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય પ્રશ્નકર્તા : ઓફીસમાં કામ કરતાં હોઈએ ને તો પેલી વ્યક્તિ જાય, ત્યારે જ આપણી નજર ઊંચી થાય.
દાદાશ્રી : હા, એટલે ત્યાં હિસાબ છે. માટે ત્યાં આગળ પ્રતિક્રમણ કર કર કર્યા કરવું. એટલે અતિક્રમણથી ત્યાં આગળ વીંટાયું છે ને પ્રતિક્રમણથી તોડી નાખો. અતિક્રમણ એટલે પહેલાં દ્રષ્ટિઓ કરી છે, તેનાં પ્રતિક્રમણ કરીએ તો ઉડી જાય.
કોઈ પણ ચીજ પર આકર્ષણ છે જ્યાં સુધી દ્રષ્ટિમાં, ત્યાં સુધી એને મોહ છે. પેલો મોહ ગયો. દર્શનમોહ ગયો, ચારિત્રમોહ રહ્યો. એ તો કંઈક એ જોવાથી જ જો ફેરફાર થઈ જતો હોય તો ભીંતને જોઈને કેમ નથી થતો ? વચ્ચે કોઈ જાનવર છે કે જે આમ ફેરફાર કરાવડાવે છે. કયું જાનવર ? મોહ નામનું !
પ્રશ્નકર્તા : એ તો જેટલી પોતાની જાગૃતિ હોય ત્યારે ખ્યાલ આવે કે અંદર કંઈક ફેરફાર થયો છે, નહીં તો કેટલું બધું થઈ જાય ત્યાં સુધી ખ્યાલ પણ ના આવે કે આ ફેરફાર થયો છે. ખબર જ ના પડે.
દાદાશ્રી : ભાન જ નથી, એને ખ્યાલનું ક્યાં રહ્યું ? આ શું થઈ રહ્યું છે ? તે ય ભાન નહીં.
મોહ-કપટના પરમાણુ જુદા અંદર. સ્ત્રીના હિસાબે થઈ જાય. ઉત્પન્ન તે પરિણામ પામે. એ દૂધપાક હોય કે જલેબી હોય એ સ્ત્રીના બીજ પ્રમાણમાં પરિણામ પામે. પુરુષ બીજ હોય તો પુરુષના બીજ પ્રમાણે પરિણામ પામે. એની હદ હોય. અમુક હદ સુધી પુરુષના બીજનો મોહ હોય, એની હદની બહાર ના હોય.
પ્રશ્નકર્તા: આ જે પરમાણુઓ છે એનું સાયન્સ શું છે ખરેખર ?
દાદાશ્રી : સાયન્સ એટલે આ પરમાણુ હોય તો નેગેટીવ પરમાણુ દુ:ખદાયી હોય અને પોઝીટીવ હોય તો સુખદાયી હોય. નેગેટીવ સેન્સના બધા પરમાણુ દુ:ખદાયી હોય, એને અશુદ્ધ કહેવાય અને પોઝીટીવ શુદ્ધ કહેવાય. સુખ જ આપે, પોઝીટીવ.
આકર્ષણ એ છે મોહ ! પ્રશ્નકર્તા : કોઈ સ્ત્રી બાજુમાં બેઠી હોય અને આમ વધારે પડતું કંઈ થાય. તો ડર લાગે, તમે કંઈ ખોટું કરો છો, એવું રીતસરનું અંદરથી લાગે. પણ તે છતાં હજુ ખેંચાઈ જાય છે.
દાદાશ્રી : એ તો કર્મના ઉદય તમને ખેંચે છે ને ! તે તમારે હજુ જોવું પડે કે કર્મના ઉદય અહીં ખેંચે છે. બધા ઉપર ના ખેંચે. ચાર બેઠેલી હોય, એકની ઉપર ખેંચાય ને બીજી બધી પર ના ખેંચાય. એટલે હિસાબ છે, પહેલાંનો પાછલો.
આકર્ષણ-મોહ ના હોવો જોઈએ. પછી બીજા ગુનાઓને માફ કરીએ, ઓવર ફલો થયું હોય કે એવું તેવું બધું થયું હોય, તેને માફ કરીએ અમે. અમારે એવું કશું નથી કે તમને ગુનેગાર જ બનાવવા છે. અમે સમજીએ કે ઘરમાં રહીને આ પ્રમાણે રહેવું, એ મુશ્કેલ છે.
પ્રશ્નકર્તા : પણ રહી શકાય એવું છે.
દાદાશ્રી : રહી શકાય એવું છે. પણ એમનું જુદુ ટોળું હોય, એની વાત જ જુદી છે!
પ્રશ્નકર્તા: આ વાતાવરણમાં છીએ ત્યાં સુધી ચોક્કસ રાખવું એટલે ટેસ્ટ તો થાયને ?